News Continuous Bureau | Mumbai
Viral Video : જમીન પરનું સૌથી મોટું પ્રાણી હાથી (Elephant) છે અને હાથી પાસે અમુક એવા અમુક ખાસ સંવેદનો છે જેમ કે હાથી વાઇબ્રેશન થકી સિગ્નલ સમજી શકે છે, જે માણસના કાન ન સાંભળી શકે, જ્યારે હાથી એ વાત સહેલાઇથી સાંભળી શકે છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે, જેમાં હાથીઓના ટોળાને રસ્તો આપવા માટે વાઘ (Tiger) ઝાડીઓ પાછળ છુપાઈ જાય છે, ત્યારે આ વીડિયો વાયરલ (Video Viral) થાય તે સ્વાભાવિક છે.
IFS ઓફિસર સુશાંત નંદા અવારનવાર ટ્વિટર પર પ્રાણીઓને લગતા વીડિયો શેર કરે છે, જેમાંથી ઘણામાં યૂઝર્સ પ્રાણી (Animal) ઓની અદભૂત હરકતો જોઈને દંગ રહી જાય છે. આવો જ એક નવો વીડિયો અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે મૂળ વિજેતા સિંહાએ શૂટ કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જંગલના માર્ગ પર ચાલતો વાઘ તરત જ ઝાડીઓ પાછળ સંતાઈ જાય છે અને હાથીના ટોળા માટે રસ્તો સાફ કરે છે. આ વિડીયોને જોઈને તમે પહેલા તો આશ્ચર્યચકિત થઈ જશો, પરંતુ પછી તમને હસવું આવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..
This is a respect in the animal kingdom!
Elephant trumpets on smelling the tiger. The tiger gives way to the titan herd!
Watch until the end, maybe he is hiding out of fear? 😂pic.twitter.com/bBAl2EhVzf— Figen (@TheFigen_) September 9, 2023
વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
વીડિયોમાં તમે જોયું કે કેવી રીતે એક શિકારી વાઘ હાથીઓના ટોળા માટે રસ્તો બનાવવા ઝાડીઓમાં બેસે છે. પ્રાણીઓ વચ્ચે સંવાદિતાની આ લાગણી જ આ વીડિયોને ખૂબ જ રસપ્રદ બનાવે છે. વીડિયો શેર કરતી વખતે, IFS અધિકારીએ કેપ્શનમાં લખ્યું,આ રીતે પ્રાણીઓ વાતચીત કરે છે અને સંવાદિતા જાળવી રાખે છે. હાથીની ગંધ આવી જતાં જંગલનો રાજા એના ટોળાને પહેલાં રસ્તો આપી દે છે. વાઘના આ વર્તનથી નેટીઝન્સ ચોંકી ગયા છે. વાઘનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.