News Continuous Bureau | Mumbai
Cat Saves Toddler : પ્રાણીઓમાં, કૂતરાઓના વીડિયો સિવાય, બિલાડીઓના મોટાભાગના વીડિયો વાયરલ થાય છે. જેમાં બિલાડીઓની વિવિધ પ્રવૃત્તિઓ સિવાય તેઓ બાળકોની સંભાળ રાખતી પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમે એક બિલાડી બાળકની બોડીગાર્ડ બનતી જોઈ શકશો.
સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા
સોશિયલ મીડિયા પર પાલતુ બિલાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે એક નાનું બાળક ઘરની અંદર રમતું જોશો અને એક પાલતુ બિલાડી પણ છે જે બાળક પર સતત નજર રાખી રહી છે. તેણે તેના માલિકના બાળકનો જીવ બચાવ્યો જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો:
જુઓ વિડીયો
In a truly astonishing moment, a cat swoops in just in time to prevent a baby from tumbling down the stairs 😮
— Tansu YEĞEN (@TansuYegen) July 16, 2023
આ વિડીયોમાં દેખાય છે કે બાળક રૂમમાં રમતા રમતા ઘૂંટણના બળે સીડી સુધી પહોંચી જાય છે અને સીડી પરથી નીચે પડે એ પહેલા બિલાડી ચેર પરથી કુદીને તેને બચાવી લે છે. થોડી વાર સુધી તે સીડી પર જ ઉભી રહે છે જો બિલાડી સમય રહેતા બાળકને રોકત નહીં તો બાળક સીડી પરથી પડી ગયું હોત.
યુઝર્સ કરી રહ્યા છે વખાણ
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને લાઈક કર્યો છે. લોકો વીડિયો જોઈને બિલાડીની બુદ્ધિમત્તાની ચર્ચા કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.