દુનિયાભરમાં કેટલાક એવા લોકો છે, જે અશક્ય કામ કરતા જોવા મળે છે. જેમાં સૌથી ખતરનાક કામ જંગલી પ્રાણીઓને રાખવા અને તેમની વચ્ચે રહેવાનું છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળ્યા છે. જેમાં કેટલાક લોકોએ સિંહ અને વાઘ જેવા જંગલી પ્રાણીઓને પાળેલા છે. બીજી તરફ કેટલાક લોકો બાળપણથી જ આ પ્રાણીઓને પાળે છે, જેના કારણે આવા પ્રાણીઓ મોટા થઈને તેમના માલિક કે રખેવાળ પર હુમલો કરતા નથી.
હાલમાં વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા મગર સાથે એ જ ટાંકીમાં સ્વિમિંગ કરતી જોવા મળે છે. જેને જોયા બાદ યુઝર્સનો પરસેવો છૂટી ગયો છે. કારણ કે સામાન્ય માણસ સપનામાં પણ આવું પરાક્રમ કરવાનું વિચારી શકતો નથી.
Pero cual es la necesidad?! 😳 pic.twitter.com/xhDksDCbKD
— ☛ Momentos Virales ☛ (@momentoviral) March 23, 2023
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈ ભાજપના આ સાંસદને ‘સંસદ રત્ન એવોર્ડ’થી કરાયા સન્માનિત..
સામાન્ય રીતે, મગર પાણીમાં રહેતું એક ખતરનાક પ્રાણી છે, જેને કોઈપણ સ્થિતિમાં પાળવું ખૂબ મુશ્કેલ છે. તે કયા સમયે હુમલો કરશે તેનો અંદાજ લગાવી શકાતો નથી. આવી સ્થિતિમાં, એક મહિલા મગર સાથે મિત્રતા કરતી અને પાણીમાં તરતી જોવા મળે છે. જે દરમિયાન મગર સંપૂર્ણપણે શાંત રહે છે અને મહિલા પર હુમલો પણ નથી કરતો