Site icon

Neeta Ambani: નીતા અંબાણીએ ઘરે લગાવ્યા આ 4 નિયમો.. મુકેશ અંબાણી જાતે પણ, એક પણ નિયમ તોડી શક્તા નથી.. જાણો આ રસપ્રદ વાત અહીં…

Neeta Ambani: નીતા અંબાણીએ જે રીતે તેના બાળકોને ઉછેર્યા છે અને તેના નિયમોની સર્વત્ર પ્રશંસા થાય છે. આજે આપણે એ નિયમો શીખવા જઈ રહ્યા છીએ.

Neeta Ambani: 4 rules Nita Ambani implemented at home, even Mukesh Ambani himself could not break a single rule

Neeta Ambani: 4 rules Nita Ambani implemented at home, even Mukesh Ambani himself could not break a single rule

News Continuous Bureau | Mumbai

Neeta Ambani: અંબાણી પરિવારની દરેક વસ્તુ હેડલાઇન્સ બને છે અને જ્યારે નીતા અંબાણી (Neeta Ambani) ની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ તેના ઉછેરની પ્રશંસા કરવા લાગે છે. દેશના સૌથી ધનાઢ્ય પરિવારોમાંના એક હોવા છતાં, નીતા અંબાણીએ તેમના ત્રણેય બાળકોને જમીન સાથે જોડાયેલ રેહતા શીખવ્યું છે.

Join Our WhatsApp Community

આ લેખમાં અમે નીતા અંબાણીના પેરેન્ટિંગ સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ, જે તમને પેરેન્ટિંગમાં પણ મદદ કરી શકે છે. જો તમે પણ માતા અથવા માતા-પિતા છો. તો નીતા અંબાણીના ઉછેર સાથે જોડાયેલી આ બાબતો તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.

નીતા અંબાણી ખૂબ જ કડક શિસ્તના છે

ઈશા અંબાણી (Isha Ambani) એ એકવાર કહ્યું હતું કે તેની માતા ખૂબ જ કડક હતી અને તેનાથી અમે સમયસર જમવાનું, અભ્યાસ કરવાનું અને રમવાનું પણ શીખ્યા. જો ઈશા સ્કૂલ બંક કરવા માંગતી હોત તો તેના પિતાએ તેને સરળતાથી પરવાનગી આપી દીધી હોત, પરંતુ તેની માતા નીતા અંબાણીએ ક્યારેય મંજૂરી આપી ન હતી. બાળકો સાથે કડક બનીને તમે તેમને એ સમજવામાં મદદ કરી શકો છો કે સમય કિંમતી છે.

હંમેશા બાળકોને ટેકો આપ્યો

નીતા અંબાણી પર માત્ર ઘરની જ નહીં પરંતુ પરિવાર સાથે પણ ઘણી જવાબદારીઓ હતી અને તેના કારણે તે પોતાના બાળકો માટે ઓછો સમય કાઢી શકતી હતી. પરંતુ તેણે માતા તરીકેની જવાબદારીઓને ક્યારેય અવગણી નથી. ઈશાએ એમ પણ કહ્યું હતું કે તેમની માતા નીતા અંબાણી તેમના બાળકોને જ્યારે પણ તેમની જરૂર હોય ત્યારે હંમેશા તેમની સાથે હોય છે અને તેમણે કારકિર્દી અને પરિવાર વચ્ચે ખૂબ જ સારું સંતુલન જાળવી રાખ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : NCLTએ ZEEL-Sony મર્જરને આપી મંજૂરી, ડીલ સાથે જોડાયેલા તમામ વાંધાઓ નકાર્યા, શેરમાં આવી તેજી..

પૈસાની કિંમત કરતા શીખ્યા

દેશના સૌથી ધનાઢ્ય પરિવારમાં જન્મ્યા હોવા છતાં નીતા અંબાણીએ પોતાના બાળકોને પૈસાની લત ન પડવા દીધી. નીતા તેના બાળકોને પોકેટ મની આપતી હતી અને તેનો કડક નિયમ હતો કે બાળકો તે પૈસામાંથી ખર્ચ ઉઠાવે. તમે નીતા અંબાણી પાસેથી બાળકોને પૈસાની કિંમત કેવી રીતે શીખવવી તે શીખી શકો છો. તેનાથી બાળકો બગડતા નથી.

બાળકો પર નજર રાખો

નીતા હંમેશા બાળકો પર નજર રાખતી. નીતા જાણતી હતી કે તેના બાળકો ક્યાં જઈ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે. જો કે બાળકોની દેખરેખ રાખવી એ નકારાત્મક બાબત છે, તેમ છતાં દરેક માતાપિતાએ જાણવું જોઈએ કે તેમનું બાળક શું કરી રહ્યું છે અને શું તે સુરક્ષિત છે. દરેક માતા-પિતા પાસે આ આવડત હોવી જોઈએ.
આ ઉપરાંત, નીતા અંબાણીનું માનવું હતું કે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ અથવા પરિવાર કેટલો સમૃદ્ધ હોય, જો તમારા બાળકો હોય તો તમારે તેમની કાળજી લેવી જોઈએ. ખુદ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ પણ આ નિયમનું પાલન કરવું પડ્યું અને કામ કરવા છતાં તેણે પોતાના બાળકો માટે સમય કાઢવો પડ્યો. કદાચ આ પેરેન્ટિંગ ટીપ્સ દરેક ભારતીય માતાપિતા માટે ખૂબ જ ઉપયોગી થશે.

Weekly Horoscope June 23–29: જૂન નું છેલ્લું અઠવાડિયું છે ભારે! પરંતુ ‘આ’ 5 રાશિઓ માટે કરિયર, પ્રેમ અને પૈસાની દ્રષ્ટિએ શુભ સંકેત
Holi 2025 Precautions: આ વર્ષે ધુળેટીને બનાવો સુરક્ષિત. ઝેરી રંગોથી બચવા શું કરવું અને નકલી રંગો કઈ રીતે પારખવા. જાણો અહીં.
Generation Beta: જનરલ ઝેડ અને આલ્ફાનો યુગ થયો ખતમ, હવે જનરલ બીટાનો યુગ શરૂ; અહીં જાણો તમે કઈ પેઢીના છો…
New Year Resolution: નવા વર્ષમાં નવી શરૂઆત કરો, જ્ઞાન ને બનાવો તમારું માર્ગદર્શક – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર…
Exit mobile version