Site icon

New Year Resolution: નવા વર્ષમાં નવી શરૂઆત કરો, જ્ઞાન ને બનાવો તમારું માર્ગદર્શક – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર…

New Year Resolution: જ્ઞાનને આત્મસાત કરવા માટે મૌન જરૂરી છે, મૌનને સર્જનાત્મકતાની જનની કહેવામાં આવે છે.

New Year Resolution Make a fresh start in the new year, let knowledge be your guide - Gurudev Sri Sri Ravi Shankar…

New Year Resolution Make a fresh start in the new year, let knowledge be your guide - Gurudev Sri Sri Ravi Shankar…

News Continuous Bureau | Mumbai

New Year Resolution: સામાન્ય રીતે આપણે નવા વર્ષમાં પ્રવેશતાની સાથે ઈચ્છાઓ ની સૂચિ અને યોજના બનાવીએ છીએ. આ વર્ષે, એ સુનિશ્ચિત કરો કે તમારી ઇચ્છાઓ અને યોજનાઓ જ્ઞાનથી પ્રેરિત હોઈ. જ્યારે આપણી ઈચ્છાઓ અને કાર્યોને જ્ઞાનની શક્તિ મળે છે ત્યારે જીવનમાં સુખ અને આનંદ જ મળે છે. પરંતુ જ્ઞાન વિના, આપણી ઇચ્છાઓ નબળી પડી જાય છે, આપણી યોજનાઓ ગૌણ અને અનિશ્ચિત બની જાય છે.

Join Our WhatsApp Community

અહીંયા જે જ્ઞાન વિશે વાત કરું છે એનો અર્થ છે આત્મજ્ઞાન, એટલે કે સમય અને અવકાશના સંદર્ભમાં પોતાને અને આ જીવનને સમજવું. આપણે આ પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે આવ્યા અને આ સમયમાં આપણે અહીં શું યોગદાન આપવા માંગીએ છીએ તેના પર ચિંતન કરવું એ જ વાસ્તવિક જ્ઞાન છે. જ્યારે તમે આ ગ્રહને વધુ સારું અને સુખી સ્થાન બનાવવા માટે યોગદાન આપશો એવી દ્રષ્ટિ અને હેતુ સાથે ચાલો છો ત્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. જ્યારે તમારા જીવનનો ઉદ્દેશ્ય બીજા લોકોના જીવનમાં જ્ઞાન અને આધ્યાત્મિકતાનો ફેલાવો અને સમાજને સુધારવાનો હોય, તો જીવનમાં હતાશા માટે કોઈ સ્થાન નથી રહેતું. યાદ રાખો, આ સમયે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને અસંખ્ય સંઘર્ષોથી ઘેરાયેલું છે, ત્યારે તમે દુનિયા ને બીજા લોકો માટે આશાનું કિરણ છો.

New Year Resolution: જ્ઞાનને આત્મસાત કરવા માટે મૌન જરૂરી છે. મૌનને સર્જનાત્મકતાની જનની કહેવામાં આવે છે. વર્ષમાં બે કે ત્રણ વખત મૌન માટે સમય ફાળવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ‘હું મારા સ્વભાવમાં પાછો ફરું છું, અને વારંવાર સર્જન કરું છું.’ જ્યારે આપણે આપણા સ્વભાવમાં પાછા ફરીએ છીએ ત્યારે આપણને નવી ઉર્જા મળે છે અને આપણી સર્જનાત્મકતા વધે છે. તે આપણને આપણા સ્ત્રોત સાથે જોડે છે, સકારાત્મક ઉર્જાથી ભરે છે અને આપણને જે જોઈએ છે તે બનાવવાની શક્તિ આપે છે.

આ સમાચાર પણ વાંચો  :  Sri Sri Ravi Shankar Mental Health: વિશ્વની સૌથી મોટી સમસ્યા માનસિક સ્વાસ્થ્ય, કેવી રીતે સુધારવું જાણો ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર પાસેથી..

 

ગહન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ધ્યાનને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ. ઘણા લોકો ધ્યાન શીખ્યા છે, પરંતુ હજુ પણ તેને તેમની પ્રાથમિકતા નથી બનાવતા. આ એટલા માટે છે કારણ કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે આપણે આપણા કાર્યોથી મળતા સુખનો આનંદ માણવા માંગીએ છીએ. તે મૂળને પાણી આપ્યા વિના વૃક્ષના ફળનો આનંદ માણવા જેવું છે. આપણે આપણી જાતને રોજ યાદ અપાવવું જોઈએ કે આપણે મૂળને પાણી આપવું પડશે તો જ વૃક્ષ નિયમિત અને સારી ગુણવત્તા વાળા ફળ આપશે. તેથી ધ્યાનને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો અને સુનિશ્ચિત કરો કે આપણી આસપાસના દરેક વ્યક્તિ પણ ધ્યાન કરે છે.

New Year Resolution:  આ નવા વર્ષમાં, ચાલો આપણે બંધુત્વની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આપણી આસપાસના સંઘર્ષોને ઉકેલવાનો સંકલ્પ લઈએ. પ્રથમ તમે શરૂઆત કરો અને એવા મિત્રોનો સંપર્ક કરો જેઓ આપણાથી અથવા આપણા મિત્રવર્તુળથી દૂર ગયા છે. આજે લોકો, પરિવારો અને દેશો વચ્ચે સર્વત્ર સંઘર્ષ છે અને જો આપણે દરેક સંકલ્પ કરીએ કે આપણે સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરીશું અને લોકોને એક કરીશું, તો તે આપણા માટે અત્યંત તૃપ્તિ આપનાર રહેશે.

દરેક વર્ષ, સારું કે ખરાબ, આપણને અનુભવ અને જ્ઞાન પ્રદાન કરે છે. ગયા વર્ષથી શીખેલા બોધને લઈને નવા વર્ષમાં નવી ઉર્જા અને સમર્પણ સાથે આગળ વધો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Weekly Horoscope June 23–29: જૂન નું છેલ્લું અઠવાડિયું છે ભારે! પરંતુ ‘આ’ 5 રાશિઓ માટે કરિયર, પ્રેમ અને પૈસાની દ્રષ્ટિએ શુભ સંકેત
Holi 2025 Precautions: આ વર્ષે ધુળેટીને બનાવો સુરક્ષિત. ઝેરી રંગોથી બચવા શું કરવું અને નકલી રંગો કઈ રીતે પારખવા. જાણો અહીં.
Generation Beta: જનરલ ઝેડ અને આલ્ફાનો યુગ થયો ખતમ, હવે જનરલ બીટાનો યુગ શરૂ; અહીં જાણો તમે કઈ પેઢીના છો…
Nita Ambani: નીતા અંબાણી કોઈપણ સેન્ડલ ફક્ત એક જ વાર પહેરે છે, 100 કરોડની કાર, પ્રાઈવેટ જેટ અને આ મોંઘી વસ્તુઓના છે શોખીન..
Exit mobile version