Site icon

Nita Ambani: નીતા અંબાણી કોઈપણ સેન્ડલ ફક્ત એક જ વાર પહેરે છે, 100 કરોડની કાર, પ્રાઈવેટ જેટ અને આ મોંઘી વસ્તુઓના છે શોખીન..

Nita Ambani: નીતા અંબાણીને ટ્રેડિશનલ લુકમાં રહેવું ખૂબ ગમે છે. તે અન્ય ઘણા ફંક્શનમાં પણ સાડીમાં જોવા મળે છે. નીતા અંબાણી માત્ર સાડી જ નહીં પરંતુ બીજી ઘણી વસ્તુઓના પણ શોખીન છે. ચાલો જાણીએ તેમને કઈ કઈ વસ્તુઓનો વધુ શોખ છે.

Nita Ambani owns an Audi car worth 100 crores, Reliance Chief's wife never wears the sandals she once wore.

Nita Ambani owns an Audi car worth 100 crores, Reliance Chief's wife never wears the sandals she once wore.

News Continuous Bureau | Mumbai

Nita Ambani: મુકેશ અંબાણી ( Mukesh Ambani ) અને નીતા અંબાણી હાલમાં તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ( Anant Radhika Wedding )  તૈયારીઓમાં વ્યસ્ત છે. અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે આજે 12 જુલાઈના રોજ થઈ રહ્યા છે.  

Join Our WhatsApp Community

આ દરમિયાન નીતા અંબાણી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નીતા અંબાણીને ટ્રેડિશનલ લુકમાં રહેવું ખૂબ ગમે છે. તે અન્ય ઘણા ફંક્શનમાં પણ સાડીમાં જોવા મળે છે. નીતા અંબાણી માત્ર સાડી ( Nita Ambani saree  ) જ નહીં પરંતુ બીજી ઘણી વસ્તુઓના પણ શોખીન છે. ચાલો જાણીએ તેમને કઈ કઈ વસ્તુઓનો વધુ શોખ છે.

Nita Ambani: નીતા અંબાણી પાસે વિશ્વની સૌથી મોંઘી કાર ઓડી A9 કેમલિયન કાર છે…

નીતા અંબાણી પાસે વિશ્વની સૌથી મોંઘી કાર ઓડી A9 કેમલિયન કાર ( Audi A9 Chameleon car ) છે. આ કારની કિંમત 100 કરોડ રૂપિયા છે. માત્ર કાર જ નહીં પરંતુ નીતા અંબાણી પાસે દુનિયાનો સૌથી મોંઘો કપ પણ છે. તે જે કપમાં ચા પીવે છે તેની કિંમત 3 લાખ રૂપિયા છે. આ કપ જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેક છે. તેની ખાસિયત એ છે કે તેની બોર્ડર સોનાની છે અને એક સેટમાં  50 નંગ કપ હોય છે, જેની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આ કિસ્સામાં, એક કપની કિંમત 3 લાખ રૂપિયા થાય છે.

નીતા અંબાણીની કિંમતી ચીજોની યાદીમાં તેમનું પ્રાઈવેટ જેટ પણ સામેલ છે જે કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું નથી. નીતા અંબાણી પાસે એરબસ-A319 જેટ ( Airbus A319 jet ) છે, જે 2007માં મુકેશ અંબાણીએ તેમના 44મા જન્મદિવસે તેમને ભેટમાં આપ્યું હતું. તેની કિંમત લગભગ 240 કરોડ રૂપિયા છે. તો વાત કરીએ નીતા અંબાણીના કપડાની ( Nita Ambani Outfits ) તો તેમની પાસે ઘણી મોંઘી સાડીઓ છે. નીતા અંબાણી ઘણા પ્રસંગોએ સોના, ચાંદી, હીરા, મોતી અને ખાસ કારીગરીથી બનેલી સાડી પહેરેલી જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : Lung Cancer: સિગરેટ અને બીડી જ નહીં, વાળ કરતા 100 ગણા આ પાતળા કણો પણ ફેફસાના કેન્સર માટે બની સમસ્યા… જાણો વિગતે..

Nita Ambani: નીતા અંબાણી મોંઘી ઘડિયાળોના પણ શોખીન છે….

એકવાર નીતા અંબાણી હર્મિસ હિમાલય બિર્કિન બેગ લઈને જોવા મળી હતી. આ બેગની કિંમત આશરે 2.6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બેગમાં 18 કેરેટ સોનાના પડ પર 240 હીરા જડેલા હોય છે. આ સાથે થોડા સમય પહેલા નીતા અંબાણીએ હર્મેસ કેલી બ્રાન્ડનું પર્સ લીધું હતું જેની કિંમત 88 લાખ રૂપિયાથી વધુ હતી. એ જ રીતે નીતા અંબાણીની પાસે ઘણી વધુ મોંઘી હેન્ડબેગ્સનું કલેક્શન છે.  આ બધા સિવાય નીતા અંબાણી મોંઘી ઘડિયાળોના પણ શોખીન છે. તે બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, કેલ્વિન ક્લેઈન અને ફોસિલ જેવી બ્રાન્ડની ઘડિયાળો પહેરેલી જોવા મળે છે.

નીતા અંબાણી ક્યારેય તેમના બુટ- ચપ્પલ એક વાર પહેરી લીધા બાદ તેને પરત નથી પહેરતા. નીતા અંબાણીના એક સેન્ડલની કિંમત લાખોમાં હોય છે. આવી સ્થિતિમાં તે એક વર્ષમાં કરોડો રૂપિયાના સેન્ડલ પહેરે છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version