Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 280

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 280

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:   રામ ( Ram ) કહે છે:-ધરતી મારી સાસુ છે. તેના તરફ઼ જોઉં તો તે મને કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્યો

Join Our WhatsApp Community

શું કામ? આકાશ તરફ દ્રષ્ટિ કરી, પત્નીનું રક્ષણ કરી શક્યો નહિ. 

આગળ ચાલતાં જટાયુને પડેલો જોયો. જટાયુએ કહ્યું, રાવણે મારી આ દશા કરી છે. તે સીતાજીનું ( Sita ) હરણ કરી, દક્ષિણ
દિશા તરફ ગયો છે.

રામચંદ્રજીએ ( Ramachandra ) કહ્યું:-તમે કહો તો જીવન દાન આપું. તમે શરીરને ધારણ કરી રાખો.
જટાયુએ ના પાડી, કહ્યું, મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અધમ પણ મુક્તિ પામે છે. તેવા આપ મારા
નેત્રોના વિષય બની સામે ઊભા છો. તો હે નાથ, હું શા માટે આ દેહને રાખું?

જાકર નામ મરત મુખ આવા । અઘમઉ મુકત હોઈ શ્રુતિ ગાવા ।।
સો મમ લોચન ગોચર આગેં । રાખહું દેહ નાથ કેહિ ખાંગેં ।।

જટાયુ ગીધદેહ ત્યાગ કરે છે અને હરિના ધામમાં જાય છે. યોગીઓ પણ જે ગતિ યાચે છે તે ઉત્તમ ગતિ રામજી જટાયુને
આપે છે. માટે તો શિવજી પાર્વતીને કહે છે. સુનહુ ઉમા તે લોગ અભાગી । હરિ તજી હોહિ બિષય અનુરાગી ।। પાર્વતી! સાંભળો,
તે લોકો ખરેખર અભાગી છે કે જેઓ હરિને છોડી, વિષયો સાથે પ્રેમ કરે છે.

ત્યાંથી પ્રભુ શબરીના ( Shabri ) આશ્રમમાં પધાર્યા.

આ શબરી પહેલાનાં જન્મમાં રાજાની રાણી હતી. તે ધનથી સેવા કરી શકતી પણ તનથી સેવા કરી શકતી ન હતી. એક
વખત પ્રયાગરાજ ગઈ હતી, ત્યાં અનેક મહાત્માઓનાં દર્શન કર્યા. ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઇચ્છાથી કરી કે આગલા જન્મમાં
સાચા સંતનો સંગ થાય. બીજા જન્મમાં તે ભીલ કન્યા થઇ.

શબરી એ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે. શબરીનું લગ્ન નકકી થયું. પિતા મીજબાની માટે બકરાં લાવ્યા. શબરીએ વિચાર્યું,
મારા લગ્નમાં આટલી હિંસા થવાની હોય તો મારે લગ્ન જ કરવું નથી. મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો. પંપા સરોવરના
કિનારે માતંગઋષિના આશ્રમ પાસે રહેવા લાગી. માતંગઋષિ એક હાથી મારે અને આખું વર્ષ, તે હાથીનું માંસ ખાઇ ભક્તિ કરે.
બીજા ઋષિઓ માતંગઋષિની બહુ નિંદા કરવા લગ્યા. માતંગઋષિ કહે, હું વર્ષમાં એક જ જીવને મારું છું. તમે અસંખ્ય જીવોને
રોજ મારો છો.

શબરીજી ત્યાં આવ્યાં, વૃક્ષ નીચે બેસી રહે. વહેલી સવારે મહાત્માઓની છૂપી રીતે સેવા કરે. સત્કર્મની જાહેરાત કરવાથી
પુણ્યનો વિનાશ થાય છે.

સેવા બતાવવા માટે ન કરો. સેવા ભગવાનને રાજી કરવા માટે કરો. શબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે
રસ્તામાં, બુહારીની સેવા અંધારામાં ઉઠીને કરતાં. કોઈને ખબર પડતી નહીં માતંગઋષિએ શબરીને પૂછ્યું, તું કઈ જાતની છે.
શબરીએ ખરું કહ્યું કે હું કિરાતની કન્યા છું.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૯

માતંગઋષિએ શબરીને આશ્રમમાં રાખી. માતંગઋષિએ શબરીને રામમંત્રની દીક્ષા આપી. માતંગઋષિ એક સમયે બ્રહ્મલોકમાં
જવા તૈયાર થયા. શબરીએ કહ્યુઁ, પિતાજી! તમે ન જાવ. તમે જશો તો મારું શું થશે? ઋષિએ કહ્યું:-મેં તને રામમંત્રની દીક્ષા

આપી છે. બેટા! તારા ઘરે એક દિવસ જરૂર શ્રીરામચંદ્રજી આવશે. કયારે આવશે તે મને ખબર નથી. હજુ તો તેમનું પ્રાગટય

અયોધ્યામાં થયું છે.

જપ,તપ,તીર્થ, દાન, વગેરે બધું કરો, પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ ફળતી નથી.

વૈષ્ણવો ( Vaishnavas ) આશામાં જીવે છે. એક દિવસ મારા પ્રભુ મને અપનાવશે. ખૂબ ઉત્સાહથી સેવા અને સ્મરણ કરો. મન ન લાગે
તો સતત સત્કર્મો કરો.

શબરીને આશા હતી કે મારા રામ મારા ઘરે આવશે. રોજ વનમાંથી સારાં સારાં બોર લઈ આવે. સંધ્યાકાળે રામજી ન આવે
ત્યારે બોર આરોગે. હું પાપી છું, એટલે મારા ઘરે આવતા નથી. પ્રભુના આવવાની પ્રતીક્ષા કરતાં, શબરી હવે તો વૃદ્ધ થઈ હતી,
છતાં ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે. મારા ગુરુજીએ કહ્યું છે, એટલે જરૂર રામજી આવશે, રામજી માટે રાખેલાં ફળ ઋષિકુમારોને આપી
દેતાં. ઘટ ઘટમેં રામ રહા હૈ, બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા કરો તો જરૂર સિદ્ધિ મળે છે. આખો દહાડો શબરી રામમંત્રનો જપ કરે છે. સંયમ
હતો, જીવન સેવામય હતું. નિષ્ઠા દિવ્ય હતી. આવાના ઘરે રામજી ન પધારે તો કોના ઘરે પધારે? રામ-લક્ષ્મણ પંપાસરોવર પાસે
આવે છે. ઋષિમુનિઓ સ્વાગત કરે છે. પધારો, પધારો, અમારે ત્યાં આવો. રામજી કહે છે, મારે તો શબરીના ઘરે જવું છે.
સતત જે મને સર્વમાં શાધે છે, તેને શોધતો હું આવું છું. જે મને શોધે તેને શોધતો હું જાઉં છું.

શબરીના આશ્રમમાં રામ લક્ષ્મણ ( Lakshman ) પધાર્યા, શબરી રામનો મંત્ર જપતી બેઠી હતી, રામજીને જોઈ, શબરીએ સુંદર આસન
બેસવા માટે આપ્યું. કહે છે કે જાતિહીન છું, પણ હું આપને શરણે આવી છું.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Exit mobile version