પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: તું તારા પાપનો વિચાર કરતો નથી. તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા તને બાણ માર્યું છે.
વાલી જવાબ આપે છે:-મહારાજ! હું પાપી છું, તો મને બતાવો કે કઈ પોથીમાં લખ્યું છે, કે પાપીને તમારા દર્શન થાય?
ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે:-
જનમ જનમ મુનિ જતન કરાહીં । અંત રામ કહિ આવત નાહિં ।।
મુનિગણ જન્મ જન્મોમાં અનેક પ્રકારનાં સાધનો કરતા રહે છે, તો પણ અંત કાળમાં તેમના મુખમાંથી રામ નામ
નીકળતું નથી.
હું પુણ્યશાળી છું, તેથી આપનાં દર્શન કરું છું તમારા દર્શન થયાં એટલે હવે હું પાપી રહ્યો નથી. તમારાં દર્શનથી પાપનો
નાશ થાય છે. તમારાં દર્શન દેવોને દુર્લભ છે. તેમ છતાં અંતકાળે હું તમારાં દર્શન કરું છું. ભગવાન વાલીને કહે છે:- મારાં દર્શન
તને થયાં છે તે તારા પુણ્યથી નહિ. સુગ્રીવ મારા શરણે આવ્યો છે, સુગ્રીવનો તું ભાઈ છે, તેથી તારો ઉદ્ધાર કરવા હું આવ્યો છું. તું
સુગ્રીવના કુંટુંબનો છે, તેથી તને દર્શન આપવા આવ્યો છું. પ્રણિપાત રઘુનાથ છે.
વાલી આ સાંભળીને સુગ્રીવને પ્રણામ કરવા લાગ્યો. તારે લીધે મને રામજીનાં દર્શન થયાં.
સુગ્રીવ જવાબ આપે છે:-અરે, તારા લીધે મને રામજીનાં દર્શન થયાં છે. જો તમે મને કાઢી મૂક્યો ન હોત તો મને
રામજીનાં ( Ram ) દર્શન કયાં થવાનાં હતાં?
સુગ્રીવને થયું, મારા ભાઇ શરીર છોડે છે. સુગ્રીવ કહે છે, મોટાભાઈ, મારા પાપની ક્ષમા કરો.
વેર અને વાસના મરણને બગાડે છે. વેર અને વાસના રાખીને મરે તેને સદ્ગતિ મળતી નથી. તમારું કર્તવ્ય પૂરું કરો,
નિશ્ચય કરો કે મારે કોઇની સાથે વેર રાખવું નથી.
રામ, રામ બોલતાં વાલીએ પ્રાણનો ત્યાગ કર્યો. સુગ્રીવને કિંષ્કિન્ધાનું રાજય આપ્યું. રામજીની અનાસક્તિ કેવી છે,
રાવણને ( Ravan ) માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું, તેમ છતાં એક પૈસો પણ લીધો નથી, તેમણે તે વિભીષણને ( Vibhishan ) આપ્યું મેં રાજ્ય માટે રાવણને માર્યો નથી. કંસને શ્રીકૃષ્ણે ( Shri Krishna ) માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું, તે ઉગ્રસેનને આપ્યું, જેવું બોલે છે, તેવું જીવનમાં ઉતારે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૧
કહેશો તે કરીશ. જ્ઞાનની શોભા વ્યાખ્યાનથી નથી, પણ ક્રિયાત્મક ભકિતયોગથી છે. ભગવાને કિષ્કિન્ધાનું રાજય લીધું નહીં.
એટલે શંકરજી પાર્વતીજીને કહે છે, રામ સમાન હિત કરવાવાળું જગતમાં કોઈ નથી. દેવતા, મનુષ્ય અને મુનિ સર્વની આ રીત છે કે
સ્વાર્થને માટે જ સર્વે પ્રીતિ કરે છે.
સુર નર મુનિ સબકી યહ રીતી । સ્વારથ લાગી કરહિં સબ પ્રીતી ।।
ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર બિરાજ્યા. હનુમાનજી ( Hanuman ) વાનર સેના ભેગી કરે છે. હનુમાનજીને રામજીએ પોતાના હાથની
મુદ્રિકા આપી કહ્યું, સીતાને મારા બળ તથા વિરહની વાત કહી, તુરંત પાછો આવજે. હનુમાનજીએ વાનરો સહિત ત્યાંથી પ્રયાણ
કર્યું. દક્ષિણ દિશા તરફ ગયા ત્યાં જાંબવાન પાસે હનુમાનજી આવ્યા. તેવામાં સંપાતિએ આવીને ખબર આપી કે સીતાજી
અશોકવનમાં છે. દરિયો ઓળંગીને જે જશે, તેને સીતાજી મળશે. આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. રામનામનું અને સંયમનું બળ ન
હોય તો, દરિયો ઓળંગી શકાય નહિ.
હનુમાનજીમાં આવેશ આવ્યો. તમે મને કહો તો લંકાને સમુદ્રમાં ડૂબાડી દઉં. જાંબવાન કહે છે:-ધીરજથી કામ કરો,
લંકાને ડૂબાડી દેશો તો સીતાજી ડૂબી જશે.
હનુમાનજીએ ત્યાંથી ઉડયન કર્યું, રસ્તામાં સુરસા આવી તેનો નાશ કર્યો. હનુમાનજી લંકામાં આવ્યા છે. તે સાયંકાળના
સમયે લંકાને ચારે તરફથી નિહાળે છે. લંકાનો અલૌકિક વૈભવ છે. મધ્ય રાત્રિએ હનુમાનજી લંકામાં પ્રવેશ કરવા ગયા, તે વખતે
લંકિની અટકાવે છે. હનુમાનજી લંકિનીને મારે છે. લંકિનીએ કહ્યું, જોષીએ મને કહેલું કે તને કોઈ મારે ત્યારે માનજે કે રાવણ
મરશે. લંકિની હનુમાનજીને કહે છે, તમે લંકામાં જજો, પણ રામને હ્રદયમાં રાખીને જજો. હ્રદય રાખી કોસલપુર રાજા ।
કારણ રાક્ષસ-રાક્ષસીઓનો વિહાર જોતાં કદાચ તમારી આંખમાં વિકાર આવે. માનવ સમાજમાં રહી, માનવ થવું સહેલું
નથી. એકાંતમાં બેસી બ્રહ્મનું ચિંતન કરવું સહેલું છે. જનસમાજમાં મઘ્યમાં વિલાસી લોકો વચ્ચે રહી નિર્વિકાર રહેવું અતિ મુશ્કેલ
છે. ભલે શરીરથી નહિ, પણ આંખથી પાપ થઈ જાય છે.