Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૪

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 284

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 284

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  આખી લંકા ધગધગ બળે છે. હનુમાનજીને ( Hanuman ) આશ્ર્ચર્ય થયું, સમુદ્ર કિનારે આવી જોયું

Join Our WhatsApp Community

તો, લંકા બળે છે. ખોટું થયું. અશોકવન બળી જશે. પૂંછને સમુદ્રમાં સ્નાન કરાવ્યું. અશોક વનમાં આવ્યા. અશોકવનનું એક ઝાડ
પણ બળ્યું નથી. સીતાજીને ( Sita ) મળ્યા છે. સીતાજીએ હનુમાનજીને આશીષ આપી કે, અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે. તારો જગતમાં
જયજયકાર થશે. આશીષથી હનુમાનજીને સંતોષ થયો નહિ. હનુમાનજીએ આશીષમાં રામસેવા માગી છે. હનુમાનજી અમર છે.
કાળ હનુમાનનો નોકર છે. હનુમાનજી જવા લાગ્યા, તે જ વખતે બ્રહ્માજીએ ( Brahma ) પત્ર લખી આપ્યો. હનુમાનજી સ્વમુખે પોતાના
પરાક્રમોનું વર્ણન નહિ કરે, તેથી તેના પરાક્રમોનું વર્ણન કરતો પત્ર આપ્યો છે. 

હનુમાનજી રામજી ( Ram ) પાસે આવ્યા લક્ષ્મણ પત્ર વાંચે છે. તે રામજી સાંભળે છે. હનુમાનજી કહે છે:-નાથ! આ તો તમારો
પ્રતાપ છે. નાથ! કૃપા કરો. મને અભિમાન ન થાય. રામજીને થયું, આ હનુમાનજીને શુ આપું? હનુમાનજીને ભેટી પડયા.
ત્યાંથી વિજયાદશમીના ( Vijayadashami ) દિવસે પ્રયાણ કર્યું. સમુદ્ર કિનારે આવ્યા છે. રઘુનાથજીનો ( Raghunath ) નિયમ હતો રોજ શિવજીની પૂજા કરવી. ત્યાં કોઈ પણ શિવલિંગ ( Shivling ) મળ્યું નહિ હનુમાનજીને કાશી શિવલિંગ લેવા મોકલ્યા. હનુમાનજીને આવતાં વાર લાગી. રામજીએ રેતીનું શિવલિંગ કરી પૂજા કરી. આ જ રામેશ્વર. રામેશ્વરનાં દર્શન કરશે તે શરીર છોડીને મારા ધામમાં આવશે.

જે રામેશ્વર દરસનુ કરિહરિ । તે તનુ તજી મમ લોક સિધરિહરિ ।। આ બાજુ રાવણે સભા ભરી છે. વિભીષણે કહ્યું છે:-
મોટાભાઈ, રામજીને શરણે જાવ અને સીતાજીને પાછા સોંપી દો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૩

ચોગ્ય લાગે તેમ કરો. હું તો રઘુનાથજીને શરણે જઈશ.

વિભીષણ ( Vibhishan ) જે ક્ષણે લંકામાંથી ગયા તે જ ક્ષણે સર્વ રાક્ષસો આયુષ્ય વગરના થઇ ગયા. સાધુપુરુષનું અપમાન સર્વનો
નાશ કરે છે.

વિભીષણ વાનર સેના પાસે આવ્યા છે. વિભીષણ વિચારે છે, મને શરણે લેશે કે નહિ. રાવણનો ભાઈ માની, મારો
તિરસ્કાર કરશે તો? ના, ના, એ અંતર્યામી છે. મારો શુદ્ધ ભાવ છે. મને અપનાવશે. સુગ્રીવે રામજીની પાસે આવી સમાચાર
આપ્યા. રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે. રાક્ષસોની આ માયા છે અને તે ભેદ જાણવા આવ્યો હોય એમ લાગે છે. રામજીએ કહ્યું તે શું કહે છે તે કહો. સુગ્રીવે કહ્યું, તે તો કહે છે,

પરિત્યક્તામયાલંકા રક્ષાતીંચ ધનાનિચ । શરણ્યં સર્વલોકાનાં રાઘવં શરણં ગત: ।।

હનુમાનજીએ અભિપ્રાય આપયો કે વિભીષણના હ્રદયમાં છલકપટ નથી. તે શરણે આવ્યો છે, તેનો સ્વીકાર કરવો
જોઈએ.
રામજીએ સુગ્રીવને આજ્ઞા કરી, તમે, વિભીષણનું સ્વાગત કરી લઇ આવો. જ્યારે જીવ મારી સન્મુખ આવે છે, ત્યારે
તેના કરોડો જન્મનાં પાપ નાશ પામે છે. જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે, તે મને પ્રાપ્ત કરે છે. મને કપટ અને છળ ગમતાં નથી.
નિર્મલ મન જન સો માહિ પાવા । મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા ।। સુગ્રીવ જઈને વિભીષણને લઈ આવ્યો, વિભીષણે
કહ્યું:-નાથ! હું શરણે આવ્યો છું. મારા ભાઇએ મને લાત મારી, મારો તિરસ્કાર કર્યો છે. રામજી ઉઠીને ઊભા થયા. વિભીષણને
કહ્યું, તું મને મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય લાગે છે. તે જ સમયે વિભીષણને લંકાનું રાજ તિલક કર્યું.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version