Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૩

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 293

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 293

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  

 સાકાર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ માં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.
ચાંદા સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ માં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.
હીરા માણેક ઝવેર તજીને , કથીર સંગાથે જોળ માં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર , શરીર આપ્યું સમતોલમાં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.
બોલમાં બોલમાં બોલમાં રે ,રાધા-કૃષ્ણ વિના બીજું બોલ માં.
પરંતુ એ રસનો સ્વાદ જાણવો સહેલો નથી, એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે:-
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે, શુક જોગી રે,
કંઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈયો ભોગી રે.

જગતના બધા રસ કડવાશથી ભરેલા છે. શ્રૃંગાર રસમાં આરંભમાં મીઠાશ લાગશે, પણ અંતે ખાતરી થશે કે એમાં મીઠાશ
નથી. કોઈ રસમાં મીઠાશ નથી. મધુર તો પ્રેમરસ છે. પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પ્રેમરૂપ છે. શ્રીકૃષ્ણ અલૌકિક પ્રેમરસનું દાન કરે છે. પ્રેમરસમાં વાસના નથી, વિષમતા નથી,સ્વાર્થ નથી, હું અને તું નથી. ગોપી કહે છે કે:-લાલી
દેખન મૈં ગઈ, મૈં ભી હો ગઇ લાલ

હું શ્રીકૃષ્ણને શોધવા ગઈ તો “હું પણુ” ન રહેતાં હું જ કૃષ્ણ બની ગઈ. શ્રીકૃષ્ણ પાસે ‘હું પણુ”  રહેતું નથી.
માનવ જીવનની એ જ વિશેષતા હોવી જોઇએ કે શ્રીકૃષ્ણ પ્રેમમાં પાગલ બનવું. રોજ ઠાકોરજીને ( Thakorji ) પ્રાર્થના કરજો, આપ
મારા મનને ખેંચી લેજો. મારામાં એવી શક્તિ નથી કે હું મારા મનથી તમને ખેંચી શકું.

શ્રીકૃષ્ણમાં હ્રદય તરબોળ બને, આંખો આંસુથી ભીંજાયેલી હોય, એવી દશા થાય ત્યારે બ્રહ્મસંબંધ થાય અને જીવ બ્રહ્મરૂપ થશે.
બ્રહ્મસંબંધ સતત ટકાવી રાખજો. સાવધાન રહેવું કે ફરીથી માયા સાથે સંબંધ ન થાય. પરીક્ષિતની જેમ માયા સાથે
સંબંધ ન થાય અને બ્રહ્મસંબંધ થાય તો સાત દિવસમાં મુક્તિ મળે છે. બ્રહ્મચિંતન કરતાં મૃત્યુ પામે તેને, સાત દિવસમાં મુક્તિ
મળે તે લક્ષ્યમાં રાખી આ કથા કહી છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૨

કોઇપણ રસમાં રુચિ હોય છે. કોઈ પણ રસમાં રુચિ ધરાવનારને શ્રીકૃષ્ણકથા ( Shri krishna Katha ) આનંદ આપશે. શ્રીકૃષ્ણ એક અતિ દિવ્ય રસ છે. વિરહમાં કે પ્રેમમાં હ્રદય આર્દ્ર બને છે, ત્યારે રસાનુભૂતિ થાય છે. શ્રીકૃષ્ણ કથામાં સર્વ પ્રકારના જીવોનું આકર્ષણ થાય છે.
સાધારણ રીતે જીવોના ચાર ભેદ છે:-(૧) પામર (૨) વિષયી (3) મુમુક્ષુ (૪) મુકત.

પામર જીવ કોને કહે છે? અધર્મથી ધન કમાઈ, અનીતિથી ભોગવે એ પામર જીવ છે. ધર્મથી કમાઇ, ઇન્દ્રિયસુખ ભોગવે
તે વિષયી જીવ. સંસારનાં બંધનમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર, મુમુક્ષુ કનક અને કાન્તારૂપ માયાનાં બંધનમાંથી છૂટેલા પ્રભુમાં
તન્મય થયેલા મુક્ત છે. શ્રી મહાપ્રભુજીએ ( Mahaprabhu )  કહ્યું છે, રાજસ, તામસ, સાત્ત્વિક એવી કોઇ પણ પ્રકૃતિનો જીવ હોય તેને
શ્રીકૃષ્ણકથામાં આનંદ આવે છે. તેથી મહાપ્રભુજીએ દશમ સ્કંધના ત્રણ વિભાગો કર્યા છે. (૧) રાજસ પ્રકરણ. (૨) તામસ
પ્રકરણ.(3) સાત્ત્વિક પ્રકરણ.

શ્રીકૃષ્ણ કથા સર્વને ઉપયોગી તથા આનંદ આપનારી છે. કારણ શ્રીકૃષ્ણ ભોગી છે અને મહાન યોગી પણ છે. શ્રીકૃષ્ણ
મહાન યોગી છે, તેથી શુકદેવજી જેવા યોગીને તેની કથામાં આનંદ આવે છે. પ્રભુએ ગૃહસ્થાશ્રમ અને સંન્યાસનો આદર્શ સમન્વય
જગતને બતાવ્યો છે. સોળ હજાર રાણીઓમાં બિરાજેલા શ્રીકૃષ્ણ સંન્યાસીઓની વ્યાસપૂજામાં પણ અગ્રસ્થાને બિરાજે છે.

Exit mobile version