પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પાસે એવી દિવ્ય કળા છે કે, સોળ હજાર રાણીઓમાં પણ અનાસકત ભાવે રહી, સર્વ સાથે પ્રેમ કરે છે. તેનું
નિદર્શન શ્રીકૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે. શ્રીકૃષ્ણને ૧૬૦૦૦ રાણીઓ છે, પણ કોઈનામાં તે આસક્ત નથી. પતિપત્ની પ્રેમ
કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે. શ્રીકૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે, પણ કોઈ રાણીમાં આસક્ત નથી. આજકાલ
પ્રેમ શબ્દને લોકોએ કલંક્તિ કર્યો છે. જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં, પ્રેમ નહીં, પણ મોહ હોય છે.
શ્રીકૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના, તેમના સ્વરૂપનું વર્ણન શુકદેવજીએ કર્યું છે. ૨૫ વર્ષના યુવાનને પણ શરમાવે
તેવી દિવ્ય અંગકાંતિ છે. એકસો પચ્ચીસ વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો થયો નથી, કે એક પણ દાંત પડયો નથી. એવું દિવ્ય
સ્વરૂપ છે. તેથી તેઓ યોગીઓને પણ વહાલા લાગે છે. ખરા મહાયોગીનું આ લક્ષણ છે. યોગીને કોઈ દિવસ રોગ થાય નહિ અને જે
યોગીને રોગ થાય તેના યોગમાં ભૂલ થઇ હોવી જોઈએ. શ્રીકૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વહાલા લાગે છે.
શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) સર્વ પ્રકારના રસ દેખાય છે. સાધારણ રીતે સાહિત્યશાસ્ત્રમાં ( Literature ) નવ રસ માન્યા છે. નવ રસ:-હાસ્ય, વીર, કરુણ, બીભત્સ,અદભુત,રૌદ્ર, ભયાનક,શ્રૃંગાર,શાંત. શ્રીકૃષ્ણનો હાસ્યવિનોદ અદ્વિતીય છે. શ્રૃંગાર પણ અદ્વિતીય છે. શ્રીકૃષ્ણના વીરરસનું વર્ણન મહાભારતમાં ઠેકઠેકાણે છે. શ્રીકૃષ્ણ પ્રેમસ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે, અને તેથી કોઇ પણ
રસમાંની રુચિને પુષ્ટિ વડે, અલૌકિક પ્રેમરસની પ્રાપ્તિ થશે. ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતાં, અલૌકિક શ્રીકૃષ્ણમાં
આસક્તરૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે. શ્રીકૃષ્ણલીલાને નિરોધલીલા પણ કહે છે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ.
સુલભ મનનો નિરોધ ઇશ્વરમાં જ થઈ શકે. અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી. કારણ સંસાર જડ છે. મન જડ નથી.
સજાતીય સજાતીયમાં મળે છે. જેમકે દૂધમાં ખાંડ મળી જશે. પથ્થર એકરૂપ થશે નહિ, મળશે નહિ. તેવી રીતે સંસારના જડ
પદાર્થોમાં મન એકરૂપ થશે નહિ. મન પૂર્ણ ચેતન નથી. તેમ મન પૂર્ણ જડ઼ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જડ છે.
પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હઠાવી, શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનાવી, મુક્તિ આપવા માટે આ
દશમ સ્કંધ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૩
દશમ સ્કંધ એ ભગવાનનું હ્રદય છે. દશમા સ્કંધમાં શ્રીકૃષ્ણલીલા છે. આ લીલા એવી છે કે તેણે ઘણાને પાગલ
બનાવ્યા છે.
શ્રીકૃષ્ણ યોગી હતા અને ભોગી પણ હતા.
આ કથા રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે.
એનું કારણ:-શ્રીકૃષ્ણ ચિત્ત ચેન નહીં, ચિતચોર ચુરાયો હૈ.
ચિત્તની શાંતિને નહિ તે તો ચિત્ત જ ચોરી જાય છે. એવું અદ્ભુત છે એનું રૂપ.
ધુરી-ભરે અતિ શોભિત સ્યામજુ, તૈસી બની સિર સુન્દર ચોટી ।
ખેલત-ખાત ફિરૈ અંગના, પગપૈજની બાજતી, પીરી કછોટી ।
વા છબિકો રસખાનિં વિલોકત, વારત કામ-કલાનિધિ કોટી ।
કાગકે ભાગકો ક્યા કહીયે, હરિ હાથસોં લે ગયો માખન-રોટી ।
(યુગલપ્રિયાજીનું પદ)
શ્યામ સ્વરૂપ વસ્યો હિયમેં, ફિર ઓર નહીં જગ ભાવૈ રી ।
કહા કહું કો માનેં મેરી, સિર બાંતી સો જાનૈ રી ।
રસના રસના સબ રસ ફીકૈ, દ્રગનિ ન ઓર રંગ લાગૈ રી ।
સ્ત્રવનનિ દૂજી કથા ન ભાવૈ, સુર-સદા પિયકી જાગૈ રી ।
બઢયો વિરત અનુરાગ અનોખો, લગન લગી મન નહીં લાગૈ રી ।
જુગલ પ્રિયા કે રોમ રોમ તેં, સ્યામ ધ્યાન નહીં ત્યાગૈ રી ।
એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતી નથી.
મુકુટ લટક અટકી મન માંહી ।
નૃત્ય નટવર મદન મનોહર, કુંડલ ઝલક અલક બિથુરાઈ ।
નાક વુલાક હલત મુક્તાહલ હોઠ મટક ગતિ ભૌંહ ચલાઈ ।।
ઠુમક ઠુમક પગ ધરત ધરનિ પર, બાંહ ઉઠાઈ કરત ચતુરાઈ ।
ઝુનક ઝુનક નૂપુર ઝનકારત, તતા થેઈ થેઈ રીઝ રિઝાઈ ।।ચરનદાસ સહજો હિય અંતર, ભવન કરૌ જિત રહો સદાઈ ।।
પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે, સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશની ( Chandravansh ) કથા આપે સંભળાવી. ચંદ્રવંશની શ્રીકૃષ્ણની કથા કહી પણ તે બહુ સંક્ષે૫માં કહી.
શ્રીકૃષ્ણકથામાં યોગીને આનંદ આવે અને ભોગીને પણ આનંદ આવે. શુકદેવજી ( Shukdev ) મહાયોગી છે. બહુ ધ્યાનમાં લંગોટી
કયારે છૂટી ગઇ, તેનું પણ ભાન નથી. તેઓ પણ કૃષ્ણકથામાં પાગલ બન્યા છે.
પરીક્ષિત કહે છે, આપે સર્વનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું, તમે મારા પિતા
નહિ અને હું તમારો પુત્ર નહિ. તમે પિતાનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નહિ. મહારાજ! તમને પણ આ કથા
આનંદ આપે છે.