Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૭

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 297

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 297

 

 

Join Our WhatsApp Community

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat  કંસ ( Kansa ) તે પછી વસુદેવ દેવકીને કેદમાં રાખે છે. વિના અપરાધે વસુદેવ દેવકીને બેડી પડી છતાં માની લીધું કે પ્રભુને ઠીક લાગ્યું તેમ કર્યું. ભગવતકૃપા થઈ કે ભગવતસ્મરણ કરવા માટે એકાંત મળ્યું. અતિ દુઃખમાં પણ ભગવતકૃપા જ સમજવી.
કંસ એ અભિમાન છે. તે સર્વને-જીવમાત્રને કેદમાં રાખે છે. સઘળા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા છે.
આપણે બધા પણ કેદમાં છીએ. જીવ કામને આધીન છે ત્યાં સુધી, તે સ્વતંત્ર નથી. સંસાર એ કારાગૃહ છે. બધાને બંધન છે.
વસુદેવ ( Vasudev ) દેવકી કારાગૃહમાં જાગે છે. આપણે બધાં સૂતા છીએ. કારાગૃહમાં હોવા છતા જીવો જાગતા નથી, પણ સૂતેલા રહે છે.
સંસારમાં જે જાગે છે તેને ભગવાન મળે છે.

જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ ।

ભગવાન માટે જાગે, તેને ભગવાન મળે, કબીરદાસજીએ કહ્યું છે :-

સુખિયા સબ સંસાર હૈ, ખાવે અરુ સોવૈ, દુખિયા દાસ કબીર હૈ, જાગે અરુ રોવૈ.
કબીર તેને માટે જાગ્યા અને રડયા એટલે ભગવાન તેને મળ્યા.

મીરાંબાઇ તેને માટે જાગ્યાં અને રડયાં એટલે ભગવાન તેને મળ્યા.

કંસે દેવકીનાં ( Devaki ) છ બાળકોનો વિનાશ કર્યો.

માયાનો આશ્રય કર્યા વગર ભગવાન અવતાર ધારણ કરી શકતા નથી. શુદ્ધ બ્રહ્મનો અવતાર થઇ શકતો નથી. ઈશ્વર
શુદ્ધ સ્વરૂપે આવે તો જેને જેને તેનાં દર્શન થાય તેને મુક્તિ મળી જાય. દુર્યોધનને દ્વારકાધીશ સ્વરૂપના દર્શન થયાં ત્યારે માયાના
આવરણયુક્ત પરમાત્માનાં દર્શન થયાં. નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય તેને મુક્તિ મળે છે. માયાવરણયુકત બ્રહ્મનાં ( Brahma ) દર્શન
થાય તેને મુક્તિ મળતી નથી. વિચાર કરો ભગવાનનાં અવતાર વખતે આપણે પણ કીડી-મંકોડા, કાંઈક પણ હોઈશું. આપણને
પણ કદાચ ભગવાનનાં દર્શન થયાં હશે, છતાં આપણને મુક્તિ મળી નથી.

યોગમાયા આવ્યાં છે. યોગમાયા સાતમાં ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરે. રોહિણી સગર્ભા થયાં અને દાઉજી
મહારાજ પ્રગટ થયા છે. ભાદ્ર સુદ ષષ્ઠીના રોજ બળદેવ પ્રગટયા. એ શબ્દબ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દબ્રહ્મ પહેલા આવે, તે પછી
પરબ્રહ્મ આવે, શ્રીકૃષ્ણ આવે. દાઉજી ગોકુળમાં આવે તો, પરબ્રહ્મ ગોકુળમાં આવે.

દાઉજી આંખ ઉઘાડતા નથી. જયાં સુધી મારા શ્રીકૃષ્ણ ન આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવી નથી. આંખ કોઈને
આપવી નથી. પૂર્ણમાસીને યશોદાજી ( Yashoda ) નજર ઉતારવાનું કહે છે. પૂર્ણમાસી કહે છે કે આ તો કોઇનું ધ્યાન કરે છે. આ બાળકના
પગલાંથી તારે ઘરે બાળકૃષ્ણ પધારશે.

યશોદા સર્વને રાજી કરતાં હતાં. સર્વને યશ આપો, અને અપયશ તમારા માથે રાખો તો ઠાકોરજી પ્રસન્ન થશે. જીવ એવો
દુષ્ટ છે કે પોતાને માથે યશ રાખે અને અપયશ બીજાને માથે ચઢાવે છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૬

વાણી, વિચાર, વર્તન, સદાચારથી જે સર્વને આનંદ આપે તેને ત્યાં ભગવાન આવે છે. નંદબાબાએ સર્વને આનંદ આપ્યો છે. જે
સર્વને આનંદ આપે છે, તેને ત્યાં પરમાનંદ આવે છે. સર્વને આનંદ આપનારને પરમાનંદ મળે છે.

નંદબાબા સર્વને આનંદ આપતા હતા. તેથી તેમને ત્યાં પરમાનંદ આવવાના છે.

બધા ગોવાળો શાંડિલ્યઋષિ પાસે આવ્યા. બોલ્યા, મહારાજ! કાંઈક કરો કે જેથી નંદજીના ઘરે છોકરો થાય.

શાંડિલ્યઋષિના કહેવાથી બધા એકાદશીનું વ્રત કરે છે. એકાદશી મહાન વ્રત છે. એકાદશીના ( Ekadashi ) દિવસે પાન-સોપારી ખવાય નહિ, દિવસે સૂવાય નહિ. ફળાહાર પણ થોડો જ કરવાનો. ઘણા તો સાબુદાણા અને સૂરણ પર તૂટી પડે છે. એકાદશીને દિવસે સૂરણ-
બટાકા ખાવ તો, અન્ન ખાવાનો દોષ નહિ લાગે, પણ એકાદશી કરવાનું પુણ્ય નહિ મળે. બારસે શું જમવાનું કરશું, તેનો વિચાર
એકાદશીએ કરો તો એકાદશીનો ભંગ થશે. એકાદશીને દિવસે ખૂબ ભગવત સ્મરણ કરો. બધાની એક જ ઈચ્છા છે પરમાત્મા
પ્રસન્ન થાય અને નંદબાબાને ત્યાં પૂત્રનો જન્મ થાય. ગોકુળના બધા માણસો નિર્જળા એકાદશી વગેરે વ્રતો કરે છે, તપશ્ચર્યા કરે
છે. તેથી ભગવાન ગોકુળમાં આવે છે.

બાળકો વ્રત કરે છે. બાળકો કહે છે, અમે એકાદશી કરી તેથી કનૈયો આવ્યો. કનૈયો બધાનો છે. તેથી નંદમહોત્સવમાં
આખું ગામ નાચે છે. પ્રત્યેકને એવું લાગે છે કે કનૈયો મારો છે. આખું ગામ વ્રત કરે છે.

શુકદેવજી ( Shukdev ) વર્ણન કરે છે:-આ બાજુ દેવકીને આઠમો ગર્ભ રહ્યો. કંસે સેવકોને કહ્યું, સાવધાન રહેજો, મારો કાળ હવે
આવશે.

સેવકોએ કહ્યું:-અમે ઊંઘતા નથી, ખડે પગે પહેરો ભરીએ છીએ. બાળક થશે એટલે ખબર આપીશું. કંસ આઠમો
આઠમો, કરતાં તન્મય થયો છે.

દેવકીના ગર્ભમાં રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે. આપ સત્ય સ્વરૂપ છો. ત્રિકાલાબાધિત છો. અમને આપેલું
વરદાન સત્ય કરવા આપ પધારવાના છો. અનેક વિદ્વાનોનું પતન થયેલું અમે જોયું છે. પરંતુ તમારી લીલાઓનું સ્મરણ કરે,
તમારા નામનો જપ કરે તેનું પતન થતું નથી. નાથ, કૃપા કરો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version