Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૯

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 299

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 299

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  ભગવાનની આજ્ઞાથી વસુદેવે ( Vasudev ) બંધન સ્વીકાર્યું છે. યોગમાયા રડવા લાગી. કંસને ( Kansa ) ખબર આપવામાં
આવી. કંસ દોડતો આવ્યો. કહે, કયાં છે મારો કાળ? તે મને આપો. કંસ યોગમાયાના બે પગને પકડીને પથ્થર ઉપર પછાડવા
ગયો. માયા કોઈના હાથમાં આવતી નથી. આદિ માયાએ કંસના માથા ઉપર લાત મારી. અષ્ટ ભુજા જગદંબા ભદ્રકાળી આકાશમાં
પ્રગટ થયાં છે. યોગમાયાએ કહ્યું, તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે. કંસને પશ્ચાત્તાપ થયો. વસુદેવ-દેવકીને ( Devaki ) કહ્યું, મારા
અપરાધની ક્ષમા કરો. 

Join Our WhatsApp Community

આ બાજુ ગોકુળમાં ( Gokul ) અષ્ટમીને ( Ashtami ) દિવસે બાર વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે. શાંડિલ્યના કહેવાથી બધાં સૂતાં છે. ગાઢ નિંદ્રામાં બધાં સૂતાં હતાં. બાલકૃષ્ણ ( Bal Krishna ) જયારે નંદજીના ઘરમાં આવ્યા, તે વખતે નંદબાબા સૂતા હતા. નંદબાબાને સ્વપ્નમાં દેખાયું, મોટા મોટા ઋષિઓ મારે આંગણે આવ્યા છે. યશોદાજીએ શ્રૃંગાર કર્યો છે, અને યશોદાની ગોદમાં સુંદર બાળક છે. તે
બાળકને હું નિહાળું છું. શિવજી બાળકનું દર્શન કરવા આવ્યા છે. નંદબાબા પ્રાતઃકાળે જાગે છે. મનમાં અનેક પ્રકારના વિચારો
કરતાં, ગૌશાળામાં આવ્યા છે. નંદજી જાતે ગાયોની સેવા કરે છે. જે પ્રેમથી ગાયોની સેવા કરે છે, તેના વંશનો વિનાશ થતો નથી.
નંદબાબા પ્રાર્થના કરે છે હે નારાયણ! દયા કરો. મારા ઘરે ગાયોની સેવા કરનાર ગોપાળ કૃષ્ણનો જન્મ થાય. તે વખતે બાળકૃષ્ણે
લીલા કરી છે. પીળુ ઝભલું પહેરી, કપાળમાં કસ્તુરીનું તિલક કરી, ઘૂંટણીએ ચાલતા ચાલતા બાળકૃષ્ણ ગૌશાળામાં આવ્યા છે.
નંદબાબાને બાળકની ઝાંખી ગૌશાળામાં થઈ. ત્યારે નંદજીને લાગ્યું કે જે બાળક મેં સ્વપ્નમાં જોયેલો તેજ બાળક આ છે.

બાળકૃષ્ણ નંદબાબાને કહે બાબા, હું તમારી ગાયોને સાચવીશ. હું ગાયોની સેવા કરવા આવ્યો છું. ગૌશાળામાં આવેલા કનૈયાને
નંદજી પ્રેમથી નિહાળી રહ્યા છે અને તે જ ક્ષણે નંદબાબા સ્તબ્ધ થઇ ગયા, તેમને દેહનું ભાન રહ્યું નહિ. બાલકૃષ્ણનાં દર્શન કરતાં
જ જડ જેવા થઈ ગયા. નંદજીને યાદ આવતું નથી કે હું સુતો છું કે જાગું છું. સુંનંદાને યશોદાની ( Yashoda ) ગોદમાં બાળકૃષ્ણની ઝાંખી થાય છે. બિચારી દોડતી ગઈ, ગૌશાળામાં મારા ભાઇને ખબર આપું. બોલી, ભૈયા! ભૈયા! લાલો ભયો હૈ. અતિશય આનંદ થયો છે.
શ્રીકૃષ્ણે કાન વાટે હ્રદયમાં પ્રવેશ કર્યો. નંદજીએ યમુનાજીમાં સ્નાન કર્યું છે. આજે જન્મોત્સવ નિમિત્તે સ્નાન હતું. નંદજીને
સોનાના પાટલે બેસાડયા છે. શાંડિલ્યઋષિ દાન કરવાનું કહે છે. નંદજી પૂછે છે હું શું આપું? મારા ઘરમાં જે હોય તે સઘળું લઈ
જાવ. નંદબાબા ઉદારતાથી દાન આપે છે. દાનથી ધન શુદ્ધ થાય છે. પહેલાં ગાયોનું દાન આપે છે. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા
કર્યા છતાં મહાન ઋષિમુનિઓનો કામ જ્યારે ન મર્યો, અભિમાન ન ગયું, ત્યારે ગોકુળમાં તેઓ ગાયો થઈને આવ્યા છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૮

એક બ્રાહ્મણને ( Brahmin ) દશ હજાર ગાયો દાનમાં મળી છે. ગાયો ઘરે લાવ્યા છે. તેમની જગા નાની હતી. અગાસીમાં, રસોડામાં,
કોઠારમાં ગાયો બાંધી છતાં વધી. ઘરવાળીનો સ્વભાવ કર્કશ હતો. તે કહે કે આટલી બધી ગાયો કોઈ આપે, પણ તમે લાવ્યા શા
માટે? પત્નીએ પૂછ્યું, તમને આટલી બધી ગાયો આપી કોણે? બ્રાહ્મણ કહે, તું જાણતી નથી? નંદબાબાને ઘરે છોરો ભયો હૈ.
બ્રાહ્મણ-બ્રાહ્મણી આનંદમાં નાચે છે.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી.
હાથી ઘોડાં પાલકી , જય કનૈયાલાલકી.

પ્રત્યેકને લાગે છે, કનૈયો મારો છે.

ગોપ્ય: સુમૃષ્ટમણિકુણ્ડલનિષ્કકણ્ઠયશ્ર્ચિત્રામ્બરા:પથિશિખાચ્યુતમાલ્યવર્ષા: ।
નન્દાલયં સવલયા વ્રજતીર્વિરેજુર્વ્યાલોલકુણ્ડલપયોધરહારશોભા:।।

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Exit mobile version