Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૪

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 304

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 304

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:   સંતની પરીક્ષા જાતિથી કે વેશથી થતી નથી. સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય છે.
બ્રહ્મજ્ઞાન ( Brahmajnana ) સુલભ છે. પણ બ્રહ્મદ્રષ્ટિ રાખનાર, પ્રત્યેકમાં બ્રહ્મનાં ( Brahma ) દર્શન કરનાર સંત દુર્લભ છે. 

Join Our WhatsApp Community

યશોદાજીએ ( Yashoda ) બારીમાંથી જોયું. મહારાજ! આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માંગો તે આપું પણ હું લાલાને બહાર નહી
કાઢું. તમારા ગળામા સર્પ છે. સર્પ જોઇ લાલો બી જાય. લાલાને બીક લાગે.

શિવજી ( Shivji ) બોલ્યા:-મા, તેરો કનૈયો કાલ કાલકો, બ્રહ્મ બ્રહ્મકો, શિવકો ધન સંતકો સર્વસ્વ હૈ । કનૈયો કાળનો પણ કાળ છે.
તારા બાળકને કોઈ બીક લાગે નહિ. કોઈની નજર પણ લાગે નહિ. તારો બાળક મને ઓળખે છે.

યશોદાજી કહે છે:-મહારાજ! આ તમે શું બોલો છો? મારો લાલો નાનો છે. હઠ કરો નહિ.

શિવજીએ કહ્યું, લાલાના દર્શન કર્યા વગર, હું અહીંથી જવાનો નથી.

આજે પણ નંદબાબાના ગામ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે. આજે પણ શિવજી લાલાનાં દર્શનની આશાએ બેઠા છે.
વ્રજ ચોર્યાસીની પ્રદક્ષિણા જીવનમાં એકાદ વખત તો કરવી જ જોઈએ. તેથી જીવનનું પાપ બળે છે. વ્રજ ચોર્યાસી પરિક્રમા
મહાપુણ્ય છે. વ્રજ લીલાભૂમિ છે. ત્યાં બેસી ધ્યાન કરો તો પરમાત્મા જ તે લીલાનું રહસ્ય સમજાવશે.

આ બાજુ બાળકૃષ્ણને ( Bal krishna ) ખબર પડી કે, શંકરજી આવ્યા છે, પણ મા બહાર કાઢતી નથી. બહાર નીકળવા તેઓ જોરથી
રડવા લાગ્યા.

દાસીએ યશોદાને કહ્યું:-મા! સાચુ કહું, આ પેલો સાધુ બેઠો છે, તેના હોઠ હાલે છે. તેણે કાંઈક મંત્ર માર્યો છે, તેથી
લાલો રડે છે. મા! શું કહું? આવો સાધુ જોયો નથી. મા! હું બાલકૃષ્ણને બહાર તેની પાસે લઇ જઈશ. તે લાલાને આશીર્વાદ
આપશે.

બાલકૃષ્ણને શ્રૃંગાર કર્યો છે. યશોદામાએ દાસીને-કહ્યું, પેલા મહારાજને કહો, લાલા ને જોજો પણ એકટક નજર નહીં
રાખતા.

વૃંદાવનમાં ( Vrindavan ) બાંકેબિહારીનું સ્વરૂપ એવું દિવ્ય છે, ત્યાં મર્યાદા છે કે ૪-પ મિનિટે ટેરો આવે. નજર લાગે નહિ તે ભાવ છે.

શ્રીનાથજીનું ( shrinathji ) સ્વરૂપ પણ અદ્ભુત છે.

સ્વરૂપાસક્તિ ન થાય, ત્યાં સુધી ભક્તિ થતી નથી. લૌકિક નામરૂપમાં જેવી આસક્તિ છે, તેવી પ્રભુના નામ અને
રૂપમાં આસક્તિ થાય એ જ ભક્તિ છે.

બાંકેબિહારીના મંદિરમાં ટેરો આવે છે. ટેરો એ માયા છે. જીવ ઈશ્વરનાં દર્શન કરે ત્યારે આડો માયાનો ટેરો આવે છે.
મંદિરમાં રાધાજીનું સેવ્ય સ્વરૂપ છે. બાંકેબિહારી બે મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે. દર્શનમાં આનંદ ત્યારે
આવે કે જયારે ચાર આંખો મળે છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૩

દાસી લાલાને શિવજી પાસે લાવી. શિવજીને દર્શન થયાં શિવજીએ પ્રણામ કર્યાં છે. દર્શનમાં આનંદ થયો પણ તૃપ્તિ થતી
નથી. મારે કનૈયાને મળવું છે. આનંદ અદ્વૈતમાં છે, દ્વૈતમાં દુ:ખ છે. મારા પ્રભુને મારે મળવું છે. શ્રીકૃષ્ણ સાથે એક થવું છે. જીવ
ઇશ્વરથી થોડો પણ જુદો છે ત્યાં સુધી તેને ભય છે.

શિવજીએ વિચાર કર્યો. બાલકૃષ્ણલાલ મારી ગોદમાં આવે તો સારું. શિવજીએ કહ્યું-તમે બાળકનું ભવિષ્ય પૂછો છો
પણ તે તમારી ગોદમાં હોય તો, તેના હાથની રેખા મને બરાબર દેખાય નહિ. તેથી બાળકને મારી ગોદમાં આપો.
યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યો. શિવજીને સમાધિ લાગી છે. અદ્વૈતમાં વાતો હોય નહિ. ભેદમાં
વાતો હોય જ્યાં હરિહર એક થયા ત્યાં બોલે કોણ?

શિવજીએ ભવિષ્ય કહી સંભળાવ્યું. મા, તમારા દેખતાં કનૈયો મોટો રાજા થવાનો છે.
શિવજીએ નૃત્ય કર્યું છે. અતિ આનંદમાં શિવ નાચે છે. હાથમાં કેરી આવે અને બાળક નાચે તો, હાથમાં કનૈયો આવે તો
શું દશા થાય?

શિવજી મહારાજ નૃત્ય કરતા તન્મય થયા છે. નંદબાબા ત્યાં આવ્યા છે. ભગવાન શંકરનો જય જયકાર કરે છે.
બાલકૃષ્ણના સ્વરૂપને હ્રદયમાં ધારણ કરી કૈલાસમાં ગયા છે.

ત્રયોદશીના દિવસે નંદજી મથુરા ગયા છે. ચતુર્દશીના દિવસે પૂતના આવી છે. દર વર્ષે નંદબાબા કંસને વાર્ષિક કર
આપતા. આ વર્ષે કર આપવાનો સમય થયો. નંદબાબાએ કહ્યું, કનૈયાને સાચવજો. પરમાત્માનું સતત અનુસંધાન રાખજો. સર્વના
રક્ષકને કોણ સાચવી શકે? પણ ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી બહુ સાચવવાનું કે કોઈ પણ લૌકિક ભોગ ભોગવવાનો સંકલ્પ
મનમાં આવે નહિ. બીજા સંકલ્પ ઊઠે, તો ભગવાન હ્રદયમાં બિરાજતા નથી.
કનૈયો કાયમ માટે હ્રદય ગોકુળમાં રહે તો, બેડો પાર છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version