Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 310

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 310

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  ગૌમુત્રના પાનથી શરીર શુદ્ધ થાય છે તે તો ખરું પણ મન પણ શુદ્ધ થાય છે. ગાયનું મુત્ર ૧૦૮ વખત ગાળી પી જશો તો
મનનો મેલ દૂર થશે, મનના પાપ દૂર થશે, મન શુદ્ધ થશે. આ પ્રયોગ છ મહિના સુધી કરવાનો છે. ગૌમુત્રના પાનની શરૂઆત કર્યા
પહેલાં સ્વભાવ, મન કેવું છે તે લખી રાખજો. છ માસ ગૌમૂત્રના પાન કર્યા પછી જુઓ. સ્વભાવમાં પરિવર્તન દેખાશે. સ્વભાવમાં
ઘણું પરિવર્તન થશે. મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન દેખાશે. મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી, ત્યાં સુધી તે જ્ઞાનમાર્ગમાં કે
ભક્તિમાર્ગમાં આગળ વધી શક્તો નથી. ગૌમૂત્રમાં ( Gau Mutra ) દિવ્ય શક્તિ છે. તે તમારા સ્વભાવને સુધારશે. ગાયનું દૂધ ( Cow milk ) બુદ્ધિને નિરોગી બનાવે છે. ગાયનું છાણ ( Cow dung ) ત્વચાની ખોટી ગરમી ખેંચી લે છે, અને ચામડીને મુલાયમ બનાવે છે.

Join Our WhatsApp Community

મનુષ્યનું જીવન એવું થયું છે કે તેની સંપત્તિ અને સમય ફેશન અને વ્યસન પાછળ જ જાય છે. વ્યસન અને ફેશનમાં
જેના પૈસાનો દુરુપયોગ થાય છે, એ ભક્તિ માર્ગમાં આગળ વધી શક્તો નથી.

પ્રથમ ગૌમૂત્રથી કનૈયાને નવડાવે છે, પછી ગરમ જળથી બાલકૃષ્ણલાલને ( Balkrishna ) નવડાવે છે.

કનૈયો આનંદમાં છે, ઋષીરૂપી ગોપીઓ બાળકૃષ્ણને ઘેરીને બેઠી છે.

એક કહે કે લાલાની આંખો કેટલી સુંદર છે. બીજી કહે છે, લાલાના વાળ કેટલા સુંદર છે. ત્રીજી કહે છે અલી, લાલાનાં
ચરણકમળ તો જો, કેટલાં સુંદર લાગે છે. શ્રીકૃષ્ણના એક એક અંગમાં ગોપીઓ આંખને સ્થિર કરે છે.

અવ્યાદજોડઙ્ ધ્રિ મણિમાંસ્તવ જાન્વથોરૂ યજ્ઞોડચ્યુત: કટિતટં જઠરં હયાસ્ય: ।

હ્રત્ કેશવસ્ત્વદુર ઈશ ઈનસ્તુ કણ્ઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમ ઈશ્ર્વર: કમ્ ।।

આ ઋષિરૂપા ગોપીઓ વેદશાસ્ત્ર સંપન્ન છે, તેઓ સ્તુતિ કરવા લાગી.

આજ ભગવાન તારા મંગળમય ચરણોનું રક્ષણ કરો, યજ્ઞપુરુષ તારા સાથળોનું રક્ષણ કરો. અચ્યુત ભગવાન તારી
કેડની રક્ષા કરો, હયગ્રીવ ભગવાન તારા પેટની, કેશવ ભગવાન તારા હ્રદયની, ઈશ ભગવાન તારા વક્ષસ્થલની, સૂર્ય કંઠની,
વિષ્ણુ ભગવાન ભૂજાની, વામન ભગવાન મુખારવિંદની અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો.

મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો. મારો કનૈયો સૂતો હોય ત્યારે માધવ ભગવાન તેનું
રક્ષણ કરો. મારો કનૈયો ચાલતો હોય ત્યારે વૈકુંઠ ભગવાન તેનું રક્ષણ કરો. તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તેનું રક્ષણ કરો.
છઠ્ઠા અધ્યાયના ૨૨ થી ૨૯ સુધીના શ્લોકો બાલરક્ષા સ્તોત્રના છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૯

બાળકની રક્ષા માટેના મંત્ર:-

અવ્યાદજોડઙ્ ધ્રિ મણિમાંસ્તવ જાન્વથોરૂ યજ્ઞોડચ્યુત: કટિતટં જઠરં હયાસ્યઃ ।
હત્ કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કણ્ઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમ ઈશ્વર: કમ્ ।। ૨૨ ।।

ચક્રયગતઃ સહગદો હરિરસ્તુ પશ્ચાત્ ત્વત્પાર્શ્વયોર્ધનુરસી મધુહાજનશ્ર્ચ ।

કોણેષુ શઙ્ખ ઉરુગાય ઉપર્યુપેન્દ્રસ્તાર્ક્ષ્ર્ય: ક્ષિતૌ હલધર: પુરુષ: સમન્તાત્ ।। ૨૩ ।।

ઇન્દ્રિયાણિ હૃષીકેશઃ પ્રાણાન્ નારાયણોડવતુ ।
શ્વેતદ્વિપપતિશ્ચિત્તં મનો યોગેશ્વરોડવતુ ।।૨૪ ।।

પૃશ્નિગર્ભસ્તુ તે બુદ્ધિમાત્માનં ભગવાન્ પર: ।

ક્રીડન્તં પાતુ ગોવિન્દ: શયાનં પાતુ માધવ: ।। રપ ।।
વ્રજન્તમવ્યાદ્ વૈકુણ્ઠ આસીનં ત્વાં શ્રિય: પતિ: ।

ભુઞ્જનં યજ્ઞભુક્ પાતુ સર્વગ્રહભયઙ્કર: ।। ૨૬ ।।
ડાકિન્યો યાતુધાન્યશ્ર્ચ કૂષ્માણ્ડા યેડર્ભકગ્રહા: ।

ભૂતપ્રેતપિશાચાશ્ર્ચ યક્ષરક્ષોવિનાયકા: ।। ૨૭ ।।
કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદયઃ ।

ઉન્માદા યે હ્યપસ્મારા દેહપ્રાણેન્દ્રિયદ્રુહ: ।। ૨૮ ।।
સ્વપ્નદૃષ્ટા મહોત્પાતા વૃદ્ધબાલગ્રહાશ્ર્ચ યે ।

સર્વે નશ્યન્તુ તે વિષ્ણોર્નામગ્રહણભીરવ: ।। ર૯ ।।

ગોપીઓ જાણતી નથી કે જે માધવરાયને હું મનાવું છું, તે જ માધવરાય કનૈયો જ છે. ગોપીઓ છેવટે કહે છે ભગવાન
નારાયણનું નામ સદાસર્વદા બાલકૃષ્ણનું રક્ષણ કરે.

સખીઓ બાલકૃષ્ણનું એવી રીતે રક્ષણ થાય એમ પ્રાર્થના કરે છે. સખીઓ કનૈયાના શ્રીઅંગ ઉપર હાથ ફેરવે છે, પછી
યશોદાને કહે છે, મા! કનૈયાને હવે ધવડાવો. તે બરાબર ધાવશે તો માનશું કે તેના પેટમાં બીક નથી. બાલકૃષ્ણ સ્તનપાન કરે છે.
ગોપીઓને આનંદ થાય છે.

મથુરાથી ( Mathura )  નંદબાબા ચતુર્દશીના સાયંકાળે ગોકુળમાં આવ્યા છે. પૂતનાના શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
શ્રીકૃષ્ણના કાલ્પનિક સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં પ્રાણત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે, ત્યારે સાક્ષાત્
પરમાત્માનાં દર્શન કરનારને સદ્ગતિ મળે તેમાં શું આશ્ર્ચર્ય?

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Exit mobile version