Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૫

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 315

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 315

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavatકનૈયો ધીરે ધીરે હવે મોટો થયો. ઘૂંટણીએ ચાલતા ગૌશાળામાં આવે છે. ગાયો કનૈયાને ઓળખતી. મોટા મોટા ઋષિઓ  ગોકુલમાં ( Gokul  ) ગાયો થઈને આવ્યા હતા. એક ગાયને ૨-૩ દિવસનો વાછરડો આવેલો હતો. આ પણ નાનકડો, એટલે કનૈયો સમજે છે કે મારો ભાઈબંધ છે. વાછરડો હમ્મા હમ્મા કરે, ત્યારે કનૈયો મૈયા મૈયા કરે છે. કનૈયો વાછરડાને છોડતો નથી, ગાયો આનંદમાં વાછરડાને ભૂલી જાય અને વહાલથી કનૈયાને ચાટે છે. યશોદાને ( Yashoda ) ખાત્રી થઇ કે ગાયોની સેવાના કારણે, ગાયોની સેવા કરવાથી, ગાયોની આશીષથી આપણને દીકરો થયો છે. કનૈયો તો ગાયો સાથે રમે. ચાલણગાડી મળે નહિ એટલે ગાયોનું પૂછડું પકડીને જ કનૈયો ઊભો થવા જાય. ત્યારે મા કહે છે, અલ્યા કનૈયા, તું બહુ જ તોફાન કરે છે. લાલા, આ ગાયો તને મારશે. તેનું હુલામણું નામ પડયું વત્સપુચ્છાવલબનમ્. 

Join Our WhatsApp Community

એક વખત યશોદાજી લાલાને ધવડાવતા હતા. તે વખતે તેનું સુંદર મુખ નિહાળે છે. માનો પ્રેમ હોય ત્યારે ભગવાન ખૂબ
ધાવે છે. બાળક બહુ ધાવે તો, માને ચિંતા થાય છે. વધારે ધાવશે તો અપચો થશે.

વૈષ્ણવના ( Vaishnav ) હ્રદયમાં બહુ પ્રેમ ન ઉભરાય ત્યાં સુધી પરમાત્માને ભૂખ લાગતી નથી. નાથ, હું તમને શું જમાડી શકું? તમે
જગતને જમાડનારા છો. પરંતુ મેં સામગ્રી તમારા માટે બનાવી છે, નાથ, તેનો સ્વીકાર કરો.

કનૈયો બહુ ધાવે છે. યશોદામાને ચિંતા થાય છે. મા, હું બહુ ધાવુ છું, પણ તારું દૂધ હું એકલો પીતો નથી. મારા મુખમાં

રહેલું સંપૂર્ણ વિશ્વ તેનું પાન કરે છે. તેવામાં કનૈયાએ બગાસું ખાધું. યશોદાને મુખમાં બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં. કનૈયો કહે છે. મા,
તું મને એકલાને ધવડાવતી નથી. અનંત જીવોને ધવડાવે છે. તું સમસ્ત બ્રહ્માંડને ધવડાવે છે.

ભગવાને સુદામાને અખૂટ સંપત્તિ આપી, એટલે યમરાજાને દુ:ખ થયું. તેણે ભગવાનને કહ્યું, સુદામાના નસીબમાં
દરીદ્રનો યોગ છે. તેના ભાગ્યમાં શ્રી ક્ષયઃ લખ્યું છે. આપે સુદામાને આટલું ઐશ્વર્ય આપ્યું તે યોગ્ય નથી. કર્મમર્યાદા રહેશે નહિ.
અમે કર્મ પ્રમાણે બધાને સુખદુઃખ આપીએ છીએ. ત્યારે પ્રભુએ યમરાજાને કહ્યું, હું વેદની કર્મ મર્યાદા તોડતો નથી. જે મને જમાડે
છે, તે સમસ્ત બ્રહ્માંડને જમાડે છે. મૂઠી પૌંવા આપી સુદામાએ મને જમાડયો છે. જે શ્રીકૃષ્ણને ( Shri Krishna ) જમાડે તે જગતને જમાડે છે અને તેના નામે તેટલું પૂણ્ય જમા થાય છે. ભગવાન કર્મની મર્યાદા તોડતા નથી. યશોદા માને પ્રભુએ કહ્યું, મા, તું મને તૃપ્ત કરતી
નથી, સમસ્ત બ્રહ્માંડને તૃપ્ત કરે છે.

તે પછી ગર્ગાચાર્ય નામકરણ સંસ્કારનો વિધિ કરવા આવે છે. સંસ્કારથી મન શુદ્ધ થાય છે. વસ્તુમાં રહેલા દોષ સંસ્કાર
કરવાથી દૂર થાય છે.

સોળ સંસ્કાર બતાવ્યા છે. આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે. એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે. બાળકનો જન્મ
થાય એટલે, જાતકર્મ સંસ્કાર કરવો પડે. હવે તો દવાખાનાઓમાં જન્મ થાય છે. તેથી જાતકર્મ વિધિ કયાંથી થાય. સંસ્કારનો લોપ
થતો જાય છે. એટલે દેશ દુ:ખી છે. જીવને શુદ્ધ કરવા સંસ્કારની જરૂર છે. આજકાલ ધાર્મિક વિધિને મહત્ત્વ આપવામાં આવતું
નથી, કેવળ લૌકિકને મહત્ત્વ આપવામાં આવે છે. ગોર મહારાજને કહેવામાં આવે છે કે મહારાજ પૂજા વહેલી પતાવજો, અમારો
વરઘોડો ત્રણ કલાક ગામમાં ફરવાનો છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૪

બધા આવે એટલે પૂજામાં ઉતાવળ કરવી પડે, એટલે વિધિ બરાબર ન થાય.

નંદબાબા:-મારે ધાર્મિક વિધિ બરાબર કરવી છે. તમે કહો તો હું કોઈને આમંત્રણ ન આપું.

નામ જપ એકાંતમાં જ થાય છે. એકાંત શબ્દનો અર્થ છે એક ઇશ્વરમાં સર્વનો લય કરવો. મનને એકાગ્ર કરી નામ જપ
કરો.

ગર્ગાચાર્ય જ્યોતિષ શાસ્ત્ર ( Astrology ) કેવું જાણે છે, તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. રોહિણીની ગોદમાં શ્રીકૃષ્ણ અને યશોદાની ગોદમાં બલરામને બેસાડયા.

ગર્ગાચાર્યે કહ્યું:-બાબા, રોહિણીની ગોદમાં છે, તે તમારો પુત્ર છે. તે તો રંગ બદલતો આવ્યો છે. આ વખતે તેણે શ્યામ
વર્ણ ધારણ કર્યો છે. તે સર્વેના મનને આકર્ષી લેશે. તે સર્વને આનંદ આપશે. તેથી તેનું નામ કૃષ્ણ રાખો, આ બાળક મહાજ્ઞાની
થશે. તેના જન્માક્ષર બહુ સારા છે. પાંચ ગ્રહો ઉચ્ચક્ષેત્રમાં છે. જન્મકુંડલીના ( birth chart ) આઠ ગ્રહો સારા છે, પણ એક ગ્રહ રાહુ ખરાબ છે. નંદબાબા ગભરાય છે. રાહુ ખરાબ છે, એટલે શું થશે?

ગર્ગાચાર્ય કહે છે:-તેમાં કાંઇ બીવા જેવું નથી. જેના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય તે અનેક સ્ત્રીઓનો ધણી
થાય છે.

નંદબાબા કહે છે:-તમારું કહેવું સાચું છે. મને એક બ્રાહ્મણે ( Brahmin ) એવો આશીર્વાદ આપેલો કે તમારા લાલાને સોળ હજાર
રાણી હશે.

ગર્ગાચાર્ય કહે છે:-બાબા વધારે શું કહું? આ કનૈયો નારાયણ જેવો છે. નારાયણ સમાન છે. નારાયણ મારા ઈષ્ટદેવ છે.
પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. ચાર જણા જમવા બેઠા હતા. પ્રશ્ન થયો, આમાં જમાઈ કોણ? એક કહે, પેલો શરમાળ છે. તે
જમાઈ લાગે છે. બીજી કહે, પેલો અક્કડ બેઠો છે તે જમાઇ લાગે છે. ત્રીજી કહે સાસુજી પીરસવા આવશે ત્યારે કહીશ કે જમાઇ
કોણ છે. સાસુજી ધી પીરસવા આવ્યાં. જમાઇનું ભાણું આવ્યું ત્યારે ઘીની વાટકી વધારે નમી. નિર્ણય થઇ ગયો કે કોણ જમાઈ છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૯
Exit mobile version