Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૭

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 317

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 317

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavatએક સખી દહીં, દૂધ, માખણ વેચવા નીકળી છે. કૃષ્ણપ્રેમમાં દેહભાન ભૂલી છે. બોલવું જોઈએ દહીં લો, માખણ લો.
પણ માખણ શબ્દ યાદ આવે જ નહિ. તેની બુદ્ધિમાં માધવ હતો, એટલે બોલવા લાગી, કોઈ માધવ લો, કોઇ ગોવિંદ લો. 

Join Our WhatsApp Community

કૃષ્ણપ્રેમમાં એવી તન્મય થઈ હતી કે એ શું બાલે છે તેનું એને ભાન નથી. લાલાને કાને આ શબ્દ પડયો, આ તો જબરી

છે. મને વેચવા નીકળી છે.

તે વખતે રસ્તામાં શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પ્રગટ થયા. સખીને કહે:-અલી ગોપી! હું ગોકુલનો ( Gokul ) રાજા છું. તું મને માખણ આ૫.
અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઇચ્છા થાય છે. ગોપીના હ્રદયમાં પ્રેમ છે. તે કનૈયાને ચીડવે છે. તું શાનો ગોકુળનો
રાજા? ગોકુળના રાજા તો દાઉ ભૈયા છે. હું તેને માખણ આપીશ, તને નહી. ખબર પડતી નથી, નંદબાબા આ કાળા કનૈયાને
કયાંથી લઈ આવ્યાં છે. નંદબાબા તો ગોરા અને તું તો કાળો છે. આવાને કયાંથી લઇ આવ્યા?
કનૈયાએ ગોપીની સાડી પકડી, ગોપી કહેવા લાગી, લાલા મને છોડ, મને છોડ, મારાં દહીં-દૂધ

ઢોળાઈ જશે, મારા સાસુ મને વઢશે.

ગોપીએ ધક્કો મારી સાડી છોડાવી લીધી, અને ચાલવા લાગી. પાછળ જુએ છે તો કનૈયો રિસાયેલો લાગે છે. ગોપી
કહેવા લાગી, કનૈયા તને માખણ આપું, મિસરી આપું, મારી ભૂલ થઈ. કનૈયો કહે, મારે હવે કાંઈ જોઈતું નથી. ગોપી ચાલવા લાગી
ત્યાં કનૈયાએ એક પથ્થર લઈ ગોળી ઉપર મારી, ગોળી ફોડી નાંખી.

આવી લીલા બીજા કોઈ દેવ કરી શકે નહિ. શ્રીકૃષ્ણ કહે છે, હું સર્વનો પતિ છું.

કનૈયો ત્યાંથી ઘરે આવીને ડાહ્યો ડમરો થઇ યશોદાની ( Yashoda ) ગોદમાં છુપાઇ ગયો. પેલી ગોપી ઘરે આવી અને યશોદા માને
ફરીયાદ કરી. મા! તમે લાલાને બહુ લાડ લડાવો છો. મા! કનૈયાએ મારી ગોળી ફોડી નાંખી, મારા કપડાં બગાડયાં, મારાં દહીં-દૂધ
ઢોળાઈ ગયાં.

લાલો કહે:-મા! આને જવા દે. મને બીક લાગે છે. તે જશે પછી તને સાચી વાત કહીશ.

કૃષ્ણ કહે છે:-મા! આ ગોપી કંજુસ છે. બે ત્રણ દિવસનું વાસી દહીં લઈને વેચવા જતી હતી, મને થયું, આ ગોપી વાસી
દહીં વેચવા લઈ જાય એ ઠીક નથી. કોઈ ગરીબ તે દહીં લે અને માંદો પડે તો? એટલે મેં ગોળી ફોડી નાંખી, હું તો આરોગ્ય પ્રચારક
મંડળનો પ્રમુખ છું.

યશોદાજીએ ગોપીને ઠપકો આપ્યો:-અલી ગોપી! તું આવું દહીં વેચવા લઈ જાય છે?
ગોપી હસવા લાગી. આ કનૈયો બોલવામાં ચતુર છે.

ગોળી ફોડે, તો પણ કનૈયો વહાલો લાગે છે. કનૈયો રસ્તે જતો હોય તો કોઇની ગોળી પણ ફોડી શકે છે. એવો કોઈ દેવ છે
જે રસ્તે જતી સ્ત્રીને પકડે? તેની ગોળી ફોડે? બીજા દેવોને બીક લાગે છે, કે કોઈ સ્ત્રીને અડકી જવાશે તો અમને થપ્પડ
પડશે.અમારી પૂજા કોઈ નહિ કરે.

શ્રીકૃષ્ણની લીલા ( Krishna Leela ) માધુરી દિવ્ય છે. એ કોઇ દેવ કરી શકે નહિ.

નારાયણ ભગવાન હાથમાં શંખ રાખે છે. શંખ વગાડનાર દેવ મોટો કે વાંસળી વગાડનાર?

આ બીજા દેવો શસ્ત્રઅસ્ત્ર લઈ ને બેઠા છે. કોઈના હાથમાં સુદર્શન, કોઈના હાથમાં ધનુષ્ય-બાણ અને કોઇના હાથમાં
ત્રિશૂલ છે. મને લાગે છે કે આ બીજા દેવાને દુનિયાના લોકોની બીક લાગતી હશે. તેથી હાથમાં શસ્ત્રો રાખીને ઊભા છે. મારો કનૈયો
શસ્ત્ર રાખતો નથી. લાલાના એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં માખણ-મીસરી હોય છે. શસ્ત્ર રાખનાર દેવ શ્રેષ્ઠ કે કનૈયો
શ્રેષ્ઠ?

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૬

વાંસળીનો શબ્દ કાને સંભળાય તો રાધે કૃષ્ણ ( Radhe Krishna ) , રાધે કૃષ્ણ કરતાં પાગલ બને છે. શ્રીકૃષ્ણની વેણુ માધુરી દિવ્ય છે. ગોપી કહે છે,

મુરલી બજાકે મેરો મન હરિ લિન્હો. બીજી ગોપી પ્રેમભર્યો ઠપકો આપતી કહે છે:-મુરહર ! રન્ધનસમયે મા કુરુ મુરલીરવ મધુરમ ।
હે મુરારે, ભોજન બનાવવાના સમયે તો કૃપા કરીને, આ મધુર મોરલીની તાન ન છેડો. કનૈયા, તારી મુરલીનો ધ્વનિ
સાંભળી મારા ચૂલામાં સૂકાં લાકડાં રસભીનાં બની રસ વહાવવા લાગે છે, જેથી અગ્નિ બુઝાઇ જાય છે. અગ્નિ બુઝાઈ જાય તો હું
રસોઇ કેવી રીતે કરું?

મારા લાલાની વાંસળી જેના કાનમાં ગઈ તે, કાયમનો તેનો ગુલામ બની જાય છે. તેથી સખી મેં માની લીધું છે કે આ
કનૈયો સૌથી મોટો છે.

શ્રીકૃષ્ણની રૂપમાધુરીએ અનેકોને આકર્ષ્યા છે. નિર્ગુણ બ્રહ્મના ઉપાસક મધુસુદન સ્વામી પણ શ્રીકૃષ્ણની મનોહર
રૂપછટા પાછળ પાગલ થયેલા તેઓએ કહ્યું છે:-

અદ્વૈંતવીથીપથિકૈરુપાસ્ય: સ્વરાજયસિંહાસન લબ્ધદીક્ષા: ।
શઠેન કેનાપિ વયં હઠેન દાસીકૃતા: ગોપવધુવિટેન ।।

અદ્વૈતમાર્ગના અનુયાયીઓ દ્વારા પૂજનીય તથા સ્વરાજયરૂપી સિહાંસન ઉપર પ્રતિષ્ઠિત હોવાનો અધિકાર
પ્રાપ્ત કરી ચૂકેલા, એવા અમને ગોપીઓની પાછળ ફરવાવાળા કોઈ શેઠે જબરજસ્તીથી (ઈચ્છા ન હોવા છતાં પણ) પોતાના
ચરણોમાં અમને ગુલામ બનાવી દીધા છે.
રસખાની પણ એ રૂપમાધુરી ઉપર પાગલ બન્યા હતા. તેઓએ કહ્યું છે,

યા લકુટી અરુ કામરિયાપર, રાજ તિહૂં પુરકો તજિ ડારૌ ।

આઠહુ સિદ્ધિ નવો નિધિકો સુખ,નન્દકી ગાય ચરાઈ બિસારૌ ।।
શ્રીકૃષ્ણની રૂપમાધુરી દિવ્ય છે. શ્રીકૃષ્ણ વૈકુંઠના નારાયણ કરતાં પણ શ્રેષ્ઠ લાગે છે.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version