Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 320

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 320

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat

Join Our WhatsApp Community

ડકો મારો, કદી ન એમ કરનાર રે… આડી…
મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો બહાર રે,
દૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે…. આડી….
શાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,

નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે….. આડી….

 

વત્સાન્ મુગ્ચન્ કવચિદસમયે ક્રોશસંજાતહાસ: સ્તેયં સ્વાદ્વત્ત્યથ દધિ પય: કલ્પિતૈ: સ્તેયયોગૈ: ।
મર્કાન્ ભોક્ષ્યન્ વિભજતિ સ ચેન્નાત્તિ ભાણ્ડં ભિન્નત્તિ દ્રવ્યાલાભે સ ગૃહકુપિતો યાત્યુપક્રોશ્ય તોકાન્ ।।

એક સખી કહે છેઃ-મા, તને શું કહું? ગાય દોહવાનો સમય ન થયો હોય, તો પણ વાછરડાંઓને કનૈયો છોડી દે છે.
દુધ દોહવાના સમયે, વાછરડાંને છોડે એ તો સાધારણ ગોવાળ છે. પણ આ તો ગોવાળના પણ ગોવાળ છે. સમય ન
થયો હોય તેમ છતાં વાછરડાંને છોડે એ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) . કૃષ્ણ તો કસમયે વાછરડાંઓને, એટલે જીવોને છોડે છે, મુકત કરે છે.
વાછરડાંનો અર્થ થાય છે વિષયાસક્ત જીવ. વત્સ એટલે વિષયોમાં ફસાયેલો જીવ.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૯

વત્સાન્ સંસારાસક્ત વિષયાસક્ત જીવાન્ સંસાર બન્ધનાત્ મુંચતિ.

શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. એક ક્રમમુક્તિ અને બીજી સદ્યોમુક્તિ.

કનૈયો તો પુષ્ટિપુરુષોત્તમ છે. કનૈયો તો ક્રમે ક્રમે મુક્તિ કરવાને બદલે કસમયે, જીવ લાયક ન થયો હોય તો પણ તેને
મુક્તિ આપે છે. શ્રીકૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે તેને ક્રમ પ્રમાણે નહિ, તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિમાર્ગ-કૃપામાર્ગ છે.
ક્રમમુક્તિ એટલે કે શૂદ્રજાતિમાં જન્મેલી વ્યક્તિ શૂદ્રજાતિમાં ચોરી અને વ્યભિચાર વગેરે પાપો ન કરે તો અને બધા
વર્ણોની સેવા કરે, શૂદ્રના ધર્મનું પાલન કરે તો પછી તેનો બીજો જન્મ વૈશ્ય જાતિમાં થાય છે. વૈશ્ય જન્મ થયા પછી, તે જન્મમાં
નીતિનું બરાબર પાલન કરે તો, વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય છે. ક્ષત્રિય ધર્મનું ( Kshatriya ) બરાબર પાલન કરે, એટલે મર્યા પછી બ્રાહ્મણ ( Brahmin )  થાય. બ્રાહ્મણ જન્મમાં તે સદાચારી હોય તો, તે પછીના જન્મે, અગ્નિહોત્રી બ્રાહ્મણ થાય છે. તે પછી બ્રહ્મનિષ્ઠ યોગી ( Brahmanishtha Yogi ) તરીકે જન્મે. યોગી ઉત્તરોત્તર સદવર્તન રાખે, યોગાભ્યાસ કરે, બ્રહ્મચિંતન કરે, તેને પણ બે ત્રણ જન્મ લેવા પડે છે. ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ બધાં કર્મો બળે, એટલે જીવ શુદ્ધ થાય છે. તેને મુકિત મળે છે. આ ક્રમ મુક્તિનો માર્ગ છે.

પરંતુ સદ્યોમુક્તિમાં કોઇ ક્રમ નથી. ઠાકોરજી ( Thakorji ) જે જીવ ઉપર કૃપા કરે, તેને વૈકુંઠમાં ( Vaikuntha ) લઈ જાય. કોઈ વૈશ્ય ભગવદ્ભક્તિ કરે છે, શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે, તો તે વૈશ્યને ઉઠાવીને ભગવાન ગોલોકધામમાં લઈ જાય છે. શ્રીકૃષ્ણ તો દૂધ દોહવાનો સમય ન થયો હોય તો પણ વાછરડાઓને-જીવોને બંધનમાંથી છોડાવે છે. શ્રીકૃષ્ણ તો અનુગ્રહ પુષ્ટિ પુરુષોત્તમ છે. જે જીવ ઉપર કૃપા કરે
છે, તેને તરત મુક્ત કરે છે. રાજા ધારે તો કોઇ વ્યક્તિને રાજા બનાવી શકે છ, તેમ ઠાકોરજી બંધનમાંથી કસમયે પણ મુક્તિ આપે,
તો તેમાં શું આશ્ર્ચર્ય. પરમાત્મા પ્રમેયબળથી કોઈ વૈષ્ણવને ( Vaishnav ) તરત મુક્તિ અપાવી શકે છે. શ્રીકૃષ્ણ સદ્યોમુકિત આપે છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version