Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૭

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 327

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 327

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  નિદ્રામાં મન નિર્વિષય બને છે, એટલે નિદ્રામાં આનંદનો અનુભવ થાય છે.

Join Our WhatsApp Community

નિદ્રા અને સમાધિમાં તફાવત છે. પરંતુ સામ્ય પણ ઘણું છે. સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે. ચિત્તવૃત્તિનો
નિરોધ થાય છે તેમ નિદ્રા પણ સંસારને ભૂલી જાવ ત્યારે આવે છે. નિદ્રામાં પણ મન સંસારના સર્વ વિષયોમાંથી હઠી જાય છે.
તેથી નિંદ્રામાં આનંદ આવે છે. પરંતુ મન નિદ્રામાં સંપૂર્ણ નિર્વિષય થઈ જતું નથી. જો તે પૂર્ણ નિર્વિષય થઈ જાય તો, તેને સમાધિ
કહે છે. નિદ્રાનું સુખ તામસીસુખ છે. નિદ્રામાં ‘હું’ પણું-અહમ્ બાકી રહી જાય છે. અહંભાવનો લય થતો નથી. ત્યારે સમાધિમાં
અહંભાવનો પણ લય થાય છે અને ‘હું’ પણું રહેતું નથી.

શ્રીમદ્ શંકરાચાર્યે શિવ માનસપૂજા સ્તોત્રમાં કહ્યુ છે:–

આત્મા ત્વં ગિરિજા મતિ: સહચરા: પ્રાણા: શરીરં ગૃહં ।
પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ: ।।
સંચાર: પદયો: પ્રદશિણવિધિ: સ્તોત્રાણિ સર્વાગિરો ।
યદ્યદ કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ ।।

હે શંભુ! તમે મારા આત્મા છો. બુદ્ધિ પાર્વતી છે. પ્રાણ આપના ગણ(પોઠિયો) છે. શરીર તમારું મંદિર છે. સંપૂર્ણ
વિષયભોગોની રચના તમારી પૂજા છે. નિદ્રા સમાધિ છે. મારું હાલવું-ચાલવું તમારી પરિક્રમા છે. તથા સંપૂર્ણ શબ્દ તમારું સ્તોત્ર
છે. આ પ્રમાણે હું જે જે કાંઇ કર્મ કરું, તે આપની આરાધનારૂપ બનો.

સમાધિમાં જેવો આનંદ મળે છે તેવો નિદ્રામાં મળે છે. નિદ્રામાં અને સમાધિમાં જગત ભૂલાય છે. નિદ્રામાં અને સમાધિમાં
સામ્ય ઘણું છે. પણ અંતર પણ ઘણું છે.

યોગીઓ ( Yogis ) આત્મસ્વરૂપમાં મનનો લય કરે છે. મનને કોઈ વિષય ન આપો તો આત્મસ્વરૂપમાં મળી જશે. મન
આત્મસ્વરૂપમાં લીન થઈ જાય એટલે મુક્તિ મળે છે.

વિષયોના ચિંતનથી મન જીવે છે અને વિષયોનો ત્યાગ કરવાથી મન મરી જાય છે. સંસારના વિષયોમાંથી મન હઠી જાય
એટલે મન શાંત બને છે. દીવામાંનું તેલ જ્યારે ખૂટી જાય છે, ત્યારે દીવો શાંત થાય છે. તેમ મનમાં સંસાર ન રહે ત્યારે મન શાંત
થાય છે. મનને કોઈ આધાર જોઇએ. મનને પ્રતિકૂળ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં લઈ જાવ.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૬

પણ અહંકારનો વિનાશ થતો નથી. નિદ્રામાં અહંભાવ ભૂલાતો નથી. સમાધિમાં અહંભાવ ભૂલાય છે. સમાધિમાં નામ અને રૂપ
ભૂલાય છે.

કનૈયાની ( Shri Krishna ) વાંસળી સાંભળી શ્રીકૃષ્ણકથાનું ( Shri Krishna Katha ) શ્રવણ કરતા, શ્રીકૃષ્ણકથાનું વર્ણન કરતાં આંખો ઉઘાડી હોવા છતાં સમાધિ લાગે છે. ગોપીઓએ કદી પણ નાક પકડી સમાધિ લગાવવાનો પ્રયત્ન કર્યો નથી. તેઓતો આપોઆપ સમાધિમાં ડૂબી જતી. આ ભોગી શરીર યોગાભ્યાસ કરી શકે નહિ. ભોગી, યોગી થવા પ્રયત્ન કરે, તો તે યોગી થવાને બદલે રોગી થઈ જાય છે. યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય. જો બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર કોઈ યોગ સિદ્ધ કરવા જાય, તો તે ખાડામાં પડે છે.
શ્રીકૃષ્ણકથા એવી છે કે જેથી અનાયાસે જગત ભૂલાય છે. જગતમાં રહીને જગતને ભૂલવું છે.

સાત દિવસમાં મુક્તિ આપનાર આ દિવ્ય ગ્રંથ છે. સાત દિવસમાં પરીક્ષિત રાજા જગતને ભૂલી જાય છે. અને શ્રીકૃષ્ણમાં
તેનું મન તન્મય થાય છે.

મોટા મોટા જ્ઞાની મહાત્માઓને ( Mahatmas ) બીક હતી કે સાત દિવસમાં તે કેવી રીતે મુક્તિ મળે?

સાત દિવસમાં રાજાનું જ્ઞાન વધે, ભક્તિ વધે, વૈરાગ્ય વધે એટલા માટે આ કૃષ્ણકથા છે. શ્રીકૃષ્ણકથામાં રાજાની
તન્મયતા થાય તો રાજાને મુક્તિ મળે.

યોગી આ જગતને ભૂલવા માટે પ્રાણાયામ કરે છે. મોટા મોટા યોગીઓ આંખ બંધ કરી જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે
પણ જગત ભૂલાતું નથી. ત્યારે ગોપીઓ જગતને યાદ કરવા માગે તો પણ જગત યાદ આવતું નથી. શ્રીકૃષ્ણકથામાં પ્રાણાયામની
જરૂર રહેતી નથી. અનાયાસે જગત ભૂલાય છે.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version