પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: મનનો નિરોધ ત્યારે થાય કે જ્યારે મનમાં બિલકુલ કોઈના પ્રત્યે વિરોધ ન હોય. મનમાં વિરોધ ન રાખો. વાસના ન રાખો. એ નિરોધમાં વિઘ્ન કરે છે. તેના વિનાશથી મનનો નિરોધ થાય છે. નિરોધમાં વિધ્ન કરનાર વિરોધ અને વાસના છે. જગતના કોઇ જીવ સાથે વિરોધ ન રાખો. જગતના ભોગપદાર્થો ભોગવવાની વાસના ન રાખો. નિરોધ થાય એટલે અનાયાસે જીવને મુક્તિ મળે છે. શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) અનાયાસે મનનો નિરોધ થાય છે. જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવતસ્મૃતિ એ નિરોધ છે. વાસનાની કથા પૂતનાચરિત્રમાં આવી છે. વાસના આંખમાં, કાનમાં હોય છે. માટે આંખને કૃષ્ણની ( Shri Krishna ) રૂપમાધુરીમાં સ્થિર કરો. કાનને કૃષ્ણકથામાં સ્થિર કરો.
ઘડીભર માની લો કે આ સંસાર સુંદર છે. તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે, તેનો કોઇએ વિચાર કર્યો
છે? માટે પ્રથમ તેનો વિચાર કરો.
મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળોએ જાય છે, પણ ત્યાં જવાની કંઈજ જરૂર નથી. કારણ કે ખરું સૌંદર્ય
અંતરમાં-ઈશ્ર્વરમાં છે. તે સૌંદર્ય જોવા પ્રયત્ન કરો.
અનન્ય ભક્તિ પરમાત્માના કોઇપણ સ્વરૂપ સાથે તન્મય થાવ તો તમને મુક્તિ મળશે. ભાગવત એમ કહેતું નથી કે ફકત શ્રીકૃષ્ણમાં જ તન્મય થાવ. ઇશ્વરના કોઈપણ સ્વરૂપમાં તન્મય થાવ. તમને જે ગમે તે ઇશ્વરનું સ્વરૂપ તમે અપનાવો. એકમાં અનન્ય ભક્તિ રાખો અને અન્યને અંશરૂપ માની તેમને વંદન કરો. આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં રાગ-દ્વેષ આવશે નહિ. તે જ અનન્ય ભક્તિ. શ્રીકૃષ્ણકથા ( Shri Krishna Katha ) અનાયાસે મુક્તિ આપનારી છે. મુક્તિ આત્માને મળતી નથી. મુક્તિ મનને મળે છે. આત્મા તો હંમેશા મુક્ત જ છે. બંધનવાળું મન જ છે. તેથી મનને મુક્તિ મળે છે. અને તે પછી મુક્ત આત્માનો અનુભવ થાય છે.
આત્માને બંધન નથી, તો મુક્તિ કયાંથી? મન વારંવાર વિષયોનું ચિંતન કરે છે. તેથી વિષયોમાં મન ફસાય છે. તેથી
મનને બંધન આવે છે.
આત્મા પરમાત્માનો અંશ છે. તેથી આત્માનું બંધન કાલ્પનિક છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૭
છે. જીવ ઈશ્વરનો અંશ છે. ગીતા માં કહ્યં છે:– મમાંશો જીવલોકે।
એક મણ ખાંડમાંથી એક તોલો ખાંડ લઈ લો તો તેથી એક મણ ખાંડ નહિ રહે. ગુલાબના ફૂલમાંથી કોઈ એક પાંખડી લઈ લો તો તેનાં સ્વરૂપનો ભંગ થશે. તે અખંડ ફૂલ નહીં કહેવાય, તે જ પ્રમાણે ઇશ્વર નિત્ય્ છે તેના ટુકડા થઈ શકે નહીં.
ઉપાસના માટે અંશ અને અંશીના ભેદ છે. પણ તે છે તો એકજ. તાત્ત્વિક દ્દષ્ટિથી જીવ ઇશ્વરનો અંશ છે એ બરોબર
નથી, પણ ઉપાસનામાં અંશ અંશીનો ભેદ છે. વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે.
બિંદુઓનો સાગર છે. પણ બિંદુ એ સાગર નથી.
જીવ ઈશ્ર્વરરૂપ છે. આ થયો શંકરાચાર્યનો અદ્વૈતવાદ. રામાનુજાચાર્ય ( Ramanujacharya ) વગેરે આચાર્યો માને છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. બીજા આચાર્યો કહે છે કે જીવ સ્તબ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે.
અંશઅંશીના ભેદમાં તેઓ માને છે પણ તેઓ અંશઅંશીને એક જ સમજે છે.
વલ્લભાચાર્યજી વગેરે વૈષ્ણવ આચાર્યો ( Vaishnava Acharyas ) કહે છે:-જીવ અંશ સમાન નહિ પણ અંશ જ માનો. ઇશ્વર અંશી છે. જીવ અંશ છે. ઈશ્વર સાગર જેવા છે. સિંધુમાંથી એક બિંદું પાણી બહાર કાઢો તો સિંધુના સ્વરૂપનો ભંગ થશે નહિ. ઈશ્વર સિંધુ જેવા છે. જીવ
બિંદુ જેવો છે-ઈશ્ર્વરનો અંશ છે.
ભક્ત પહેલાં દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈતને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઈશ્વરની સેવા કરવા ભક્ત કાલ્પનિક દ્વૈત રાખે
છે.
આ બન્ને સિદ્ધાંતો સત્ય છે. ખંડનમંડનની ભાંજગડમાં સાધકે પડવું નહિ.
ગમે તે મતને માનો જીવ ઈશ્ર્વરરૂપ છે, કે જીવ ઈશ્વરનો અંશ છે. જો જીવ ઈશ્વરનો અંશ છે તો માયા તેને કેવી રીતે
બાંધી શકે?
માયાને સત્ કે અસત્ કંઈ પણ કહી શકાય નહિ.
સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું, સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય છે.