પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: યશોદા ( Yashoda ) સેવા કરે છે, ત્યારે તેની આંખ શ્રીકૃષ્ણ ઉપર છે. શ્રીકૃષ્ણનું ( Shri Krishna ) સ્મરણ કરતાં માનું હ્રદય પીગળ્યું છે. એટલે વક્ષસ્થળનું વસ્ત્ર ભીનું બન્યું છે.
બારમાં સ્કંધના બારમા અધ્યાયમાં કહ્યું છે કે, યશોદામાના કાનના કુંડળ સાંખ્ય અને યોગ છે. આ યશોદાનો શૃંગાર
નથી, પણ ભક્તિનો શ્રૃંગાર છે. યશોદામૈયાના કુંડળ એ સાંખ્ય અને યોગ છે. સાંખ્ય અને યોગની મદદ વિના ભક્તિ થઈ શકતી
નથી. સાંખ્ય અને યોગની મદદ મળે તો ભક્તિ સ્થિર થાય છે. મનુષ્યના ઉપર દુ:ખના પ્રસંગો આવે છે, ત્યારે તે પ્રભુની ભક્તિ
કરે છે. પણ તેમાં સ્થિરતા રહેતી નથી. તેથી યોગ અને સાંખ્ય વિના ભક્તિ અધૂરી છે. યશોદાનું એક કુંડળ યોગ અને બીજુ કુંડળ
સાંખ્ય છે. યોગશાસ્ત્ર ( Yoga Shastra ) મનને એકાગ્ર બનાવે છે. યોગ મનને એકાગ્ર બનાવવા માટે ઉપયોગી છે. સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યા વગર, આ ચેતન આત્મા જડ શરીરથી જુદો પડશે નહિ. સાંખ્યશાસ્ત્ર મનને શુદ્ધ કરે છે, મનનો મેલ દૂર કરે છે. આ બંનેની જરૂર
છે. ખૂબ ભક્તિ કરવી હોય, તો આત્માને શરીરથી જુદો પાડો અને મનને ખૂબ એકાગ્ર કરો. શરીરનો આનંદ એ મારો નથી. જડ
શરીરથી ચેતન આત્મા જુદો છે, એમ વારંવાર વિચાર કરો.
યશોદાજી રોજ તો મંગલગીત ગાય ત્યારે લાલો જાગે છે. આજે ઈચ્છા હતી કે માખણ તૈયાર થયા પછી જગાડીશ.
બુદ્ધિ ઈશ્વરથી દૂર ન જાય, બુદ્ધિ-યશોદા વિષયોમાં જાય તો વિષયોમાં ફસાય. એટલે કનૈયો માને કહે છે, તું મને
છોડીને જઈશ નહીં. બુદ્ધિ ઈશ્વરથી દૂર વિષયોમાં જાય તો તે વિપત્તિમાં ફસાય, એ ઇશ્વરને ગમતું નથી. એટલે તો શ્રીકૃષ્ણ
યશોદાજીને કોઇ કામ કરવા દેતા ન હતા.
આજે યશોદાજી દધિમંથનમાં તન્મય થયાં છે. યશોદાની વાણીમાં શ્રીકૃષ્ણ છે. હ્રદયમાં શ્રીકૃષ્ણ અને મનમાં શ્રીકૃષ્ણ
છે. આ યશોદાની કથા નથી, ભક્તિની કથા છે.
તન, મન અને વચન એક બન્યા, એટલે કે યશોદાજી મનસા, વાચા અને કર્મણા ઈશ્વરની સેવા કરવા લાગ્યાં, તેથી
કૃષ્ણ આપોઆપ જાગ્યા. રોજ તો શ્રીકૃષ્ણને મંગલગીત ગાઇને જગાડવા પડતા હતા, આજે લાલાને જગાડવાની જરૂર પડી નથી.
અનન્યભક્તિ કનૈયાને જગાડે છે. તે પ્રમાણે શ્રીકૃષ્ણ આજ આપોઆપ જાગે છે. શ્રીધરસ્વામીએ કહ્યું છે:-કનૈયાને જગાડવો છે. યશોદાના હ્રદયમાં કનૈયો જાગે છે. આપણા હ્રદયમાં સૂતો છે. તેને જગાડવાનો છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૨
સાચા વૈષ્ણવના ( Vaishnav ) હ્રદય, પ્રેમમાં પીગળે ત્યારે જ ઠાકોરજી જાગે છે. વૈષ્ણવ દુ:ખી થાય તો લાલાને શાંતિથી નિદ્રા
આવતી નથી.
શુદ્ધ પ્રેમને પરિશ્રમનો અનુભવ થતો નથી. યશોદા જેવી જો તમે ભક્તિ કરશો, તો તમારા હ્રદયમાં
સૂતેલો કનૈયો, તમારી ભક્તિ જોઈને તે અવશ્ય જાગશે જ.
યશોદાજીની નિષ્કામ ભક્તિ જોઇ ભગવાન સકામ બન્યા છે. ભક્તિનો ઉભરો આવે તો ભગવાન સકામ સત્યકામ બને
છે.
ઉપનિષદમાં ભગવાનને નિષ્કામ કહ્યા છે, શુકદેવજી ( Shukdevji ) ભગવાનને સકામ કહે છે.
તાં સ્તન્યકામ આસાધ મથ્નન્તી જનનીં હરિ: ।।
તે વખતે ભગવાન શ્રીકૃષ્ણ, ધાવવાની ઈચ્છાથી, દહીં વલોવતી પોતાની માતા પાસે આવ્યા.
ઇશ્વર કંઇ જ ખાતા નથી, પણ ભક્તના હ્રદયની આ ભાવના છે. ભક્તનું હ્રદય પ્રેમમાં આદ્ર બને, ત્યારે જ ભગવાનને
ભૂખ લાગે છે.
વૈષ્ણવનું હ્રદય પ્રેમથી ઉભરાય ત્યારે ભગવાનને ભૂખ લાગે છે. ભગવાનને ભૂખ લાગતી નથી. તરસ લાગતી નથી. પણ
કોઇ વૈષ્ણવના હ્રદયમાં ભાવ જાગે તો શ્રીકૃષ્ણને ભૂખ લાગે છે.
કનૈયો ઊઠયો, મા કયાં છે? ધીરે ધીરે પાછળથી આવ્યો અને માની સાડીનો છેડો ખેંચ્યો, મા તો એવા તન્મય થયાં છે
કે લાલો કયારે આવ્યો તેની ખબર નથી. કનૈયો કહે છે, મા! તું કામ છોડી દે. મને ગોદમાં લે. મને ભૂખ લાગી છે.
યશોદા સાધક, દધિમંથન સાધન છે, શ્રીકૃષ્ણ સાધ્ય છે. સાધક સાધન એવી રીતે કરો કે, સાધ્ય આપોઆપ આવીને
મળે. સાધનામાં તન્મય થયેલાને સાધ્ય આવીને જગાડે છે.
