Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 336

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 336

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  બ્રહ્મસંબંધ કરતાં દૂધનો ઉભરો ન આવે તે માટે સાવધાન રહો. મનુષ્ય પ્રભુસ્મરણ કરવા બેસે છે ત્યારે તેને ભોગવેલા વિષયસુખનું સ્મરણ થાય છે. એટલે ભગવાનનું વિસ્મરણ થાય છે. 

Join Our WhatsApp Community

સેવા કરતાં જગત યાદ આવે એ ઈષ્ટ નથી. લોકોને ડાકોરના રણછોડરાયજી ( Ranchhodraiji ) યાદ આવતા નથી; પણ ડાકોરના ( Dakor) ગોટા યાદ આવે છે. ડાકોરમા ગોટા સુંદર મળે છે, એમ કહી લોકો ગોટાને યાદ કરે છે.પણ ડાકોરના શ્યામસુંદરને કોઈ યાદ કરતું નથી. ઇશ્વરની સેવા કરતાં સંસારના કોઈ પણ વિષયસુખનું સ્મરણ થાય, એટલે માનજો, દૂધમાં ઊભરો આવ્યો છે. સેવામાં
હોઇએ ત્યારે આંખ કે મન બીજા કોઈને ન આપો. આંખ નીચી રાખી, માત્ર જયશ્રીકૃષ્ણ ( Jay Shree Krishna ) કરી, વાત પતાવો. આંખ આપશો તો મન ચંચળ થશે.

(૪) દશમા સ્કંધમાં ટીકાકારો પાગલ બન્યા છે. એક મહાત્માએ કહ્યું છે:-યશોદાજીને ( Yashoda ) વહાલું દૂધ ન હતું. દૂધને માટે
તેઓ દોડેલાં નહિ, દૂધ ઊભરાઈ જાય તો નુકશાન થાય, તે વિચારથી તેઓ દોડેલાં નહિ. પરંતુ ચૂલા ઉપર જે દૂધ હતું તે ગંગી
ગાયનું દૂધ હતું. યશોદાજી વિચાર કરે છે કે લાલો ગંગી ગાયનું જ દૂધ પીએ છે. ગંગી ગાયના દૂધ સિવાય બીજી ગાયનું દૂધ લાલાને
ભાવતું જ નથી-લાલો બીજી ગાયનું દૂધ પીતો નથી. તે ગંગી ગાયનું દૂધ ચૂલા ઉપર ઊભરાવા આવ્યું હતું જો તે દૂધ ઊભરાઈ
જાય, તો લાલો દૂધ માંગશે ત્યારે લાલાને હું શું આપીશ? એમ વિચારી લાલા માટે જ યશોદા દોડયાં હતાં. કનૈયાનું છે અને કનૈયા
માટે જ યશોદા દોડેલાં. પ્રિય કરતાં પ્રિયની વસ્તુ અતિ પ્રિય લાગે છે.

(૫) એક મહાત્મા કહે છે કે મને દૂધ ઊભરાવાનું કારણ જુદું જ લાગે છે. દૂધે પરમાત્માને યશોદાની ગોદમાં જોયા,
ઇશ્વરદર્શન પછી પણ મારે અગ્નિનો તાપ સહન કરવો પડે છે. મારો તાપ ઓછો થતો નથી. મારું દુ:ખ ઓછું થતું નથી, તેથી મારા
પાપ ઘણાં છે. હું જીવવા લાયક નથી, તેથી હું પાપી, અગ્નિમાં પડી, મરી જાઉં એમ વિચારી દૂધ ઊભરાયું.
યશોદાજી લાલાને મૂકી ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ગયાં.

વ્યવહારનું કાર્ય કરતાં જીવ ઇશ્વરને યાદ કરે છે, પણ જયારે ઈશ્વર ગોદમાં આવે છે, ઈશ્વર સાથે સંબંધ થાય છે ત્યારે

જીવ ઈશ્વરને છોડી વ્યવહારનું કાર્ય કરવા જાય છે. બ્રહ્મસંબંધ કરતાં સંસારનું સ્મરણ થાય, એ જ દૂધનો ઊભરો. કેટલાક માળા
કરે છે ત્યારે વિચારે છે કે આજે કયું શાક લાવવું? કોળું તો બે દિવસ ખાધું, આજે પરવળ લાવીશ. આવા જપમાં પરમાત્માનો જપ
નથી થતો. પરવળનો થાય છે. કારણ કે મનથી ચિંતન પરવળનું કરે છે.

વિયોગમાં અપેક્ષા જાગે એ ગુણદર્શન, સંયોગમાં ઉપેક્ષા જાગે એ દોષદર્શન. કનૈયો ગોદમાં આવ્યા પહેલાં યશોદાને
કૃષ્ણની ( Krishna ) અપેક્ષા અને કનૈયો ગોદમાં આવ્યા પછી ઉપેક્ષા-કનૈયો છોડીને જાય છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૫

અને હવે બશેર દૂધ ને માટે મારો ત્યાગ કરે છે!

આજે યશોદા લાલાને છોડી લૌકિક કામ કરવા લાગ્યાં. કૃષ્ણને લાગ્યું કે માતાજીનો જીવ હજી લૌકિક કામમાં જ છે. મારા
કરતાં માને સંસાર વધારે વહાલો લાગે છે. એટલે માને શિખામણ આપવા દહીંની ગોળી ફોડી. લાલાએ પથ્થર ઉપાડી ગોળી ઉપર
માર્યો, એક મણ દહીંની ગેળી ફોડી.

શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી છે કે શ્રીકૃષ્ણની ( shri Krishna ) સેવા લૌકિક ભાવથી ન કરો. અલૌકિક સેવા છોડી, તમારું લૌકિક કાર્ય
સુધારવા જશો તો ભગવાન તમારું લૌકિક કાર્ય વધારે બગાડશે. લૌકિક અને અલૌકિકની ચિંતા પ્રભુને છે. ભગવાનને તમારી ખૂબ
કાળજી છે. મનુષ્ય ફોગટ ચિંતા કરીને, હૈયું બાળે છે કે મારું શું થશે. હું સમર્થનો છું અને મારો ધણી સમર્થ છે તેમ માની નિશ્ચિંત
બની ભગવાનનું ચિંતન કરો.

ભગવતસેવા સ્મરણ કરતાં ઘરમાં કાંઈક નુકશાન થાય તો થવા દેજો. તન ઠાકોરજી પાસે અને મન રસોડામાં. એ તે કાંઇ
સેવા કહેવાય?

ભગવતસેવા મૂકીને લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે. આ બતાવવા શ્રીકૃષ્ણે
દહીંની ગોળી ફોડી. એટલે કે –વિષયાસક્તિરૂપી ગોળી ફોડી. યશોદાજીની સંસારાસક્તિ દૂર કરવા દહીંની ગોળી ફોડી છે.
સંસારાસક્તિ ગયા વગર ભગવતાસક્તિ થતી નથી.

પરમાત્માનું સ્મરણ અને સેવા છોડી લૌકિક કાર્ય કરવા જશો, સુધારવા જશો તો ભગવાનને ગમશે નહિ.
હરિ ઉપર વિશ્વાસ રાખી. ઇશ્વર સેવા, ઇશ્વર ભક્તિ કરવી જોઈએ. હરિને ભજતાં કોઈ દિવસ તમારી લાજ જવાની નથી
જ.

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે
વહાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કંસ માર્યો રે
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે
વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે
પાંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે
આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે
કર જોડી કહે પ્રેમળદાસ, ભકતોના દુઃખ હરશે રે

સંસારમાંથી આસક્તિ ન જાય, ત્યાં સુધી ભગવત્ ભક્તિ સિદ્ધ થતી નથી.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Exit mobile version