Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 338

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 338

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavatયશોદા દોડતાં થાકી ગયાં. કનૈયો હાથમાં આવતો નથી. ખૂબ થાકી ગયાં એટલે લાકડીનું વજન સહન થતું નથી.
યશોદાએ લાકડી ફેંકી દીધી. લાલાને એટલું જ જોઈતું હતું. મા લાકડી-અભિમાન ફેંકી દે. માએ લાકડી ફેંકી દીધી એટલે કનૈયો
ઊભો રહી ગયો અને સામો દોડતો આવવા લાગ્યો. યશોદા શ્રીકૃષ્ણ ( Shri Krishna ) સન્મુખ જુએ છે, એટલે લાલો પકડાય છે. લાલાનું મુખ જોઈને દોડે, તો જ લાલો પકડાય. કારણ કે લાલાના મુખમાં ધર્મ છે. त्यक्त्वा यष्टिं। 

Join Our WhatsApp Community

યશોદાજીએ ( Yashoda ) લાકડી ફેંકી દીધી. અભિમાન દૂર કર્યું. નિઃસાધન બન્યાં એટલે શ્રીકૃષ્ણ ભગવાન પકડાયા. તે બતાવે છે કે
ભક્તિમાં દૈન્યભાવ જોઇએ. વ્યવહારમાં પણ દૈન્યભાવ જોઈએ. જીવ અહંતા-મમતા ન છોડે, ત્યાં સુધી ભગવાન મળતા નથી.
જીવ હું પણું, અભિમાન ન છોડે, ત્યાં સુધી ભગવતદર્શન થતું નથી. જયાં સુધી હું છે, ત્યાં સુધી ભગવાન મળતા નથી. જ્યાં
 હું ; છે, ત્યાં હરિ નથી. અને જયાં હરિ છે, ત્યાં હું નથી. કનૈયો રડવા લાગે છે. માએ કહ્યું, તું ખોટું રડે છે. હું તને જાણું છું.
બાળકોને થયું, મંડળના અધ્યક્ષ પકડાયા છે. બાળકો યશોદા પાસે આવે છે. બાળકોએ કહ્યું, મા! લાલાને બાંધીશ નહિ. લાલાએ ચોરી કરી પોતે કાંઇ ખાધું નથી. મા! બધું માખણ અમને ખવડાવ્યું છે. મા! અમારો કનૈયો બહુ કોમળ છે. તું લાલાને બાંધીશ નહિ. યશોદાનું હ્રદય પીગળ્યું છે. યશોદાને વિચાર થયો, આને બાંધું એ ઠીક નથી. કનૈયો બધાંને વહાલો છે. પણ હું શું કરું? લાલાને ચોરી કરવાની આદત પડી છે, તે આદત છોડાવવી છે. લાલાને બે કલાક બાંધીશ. પછી છોડી દઈશ.

યશોદાએ નિશ્ચય કર્યો, આજે તો લાલાને બાંધીશ. યશોદા બાળકોને ધમકાવે છે. માને ક્રોધ આવ્યો છે. બાળકોને ડર
લાગ્યો, યશોદા લાલાને બાંધશે. બાળકો વિનવે છે. મા! લાલાને બાંધીશ નહિ.

યશોદા કનૈયાને ખાંડણિયા પાસે લાવ્યાં, બાળકો ઘરે ગયાં. ગોપીઓને ખબર આપી. ગોપીઓ દોડતી આવી. મા!
છોકરો ન હતો ત્યારે તું રડતી હતી અને આજે લાલાને બાંધવા તૈયાર થઈ છે ? મા! હું ગરીબ છું. લાલો રોજ મારા ઘરે આવીને
ગોળી ફોડે છે, છતાં મને તેને બાંધવાનો વિચાર પણ આવતો નથી. મા! હું ગરીબ છું છતાં તને જોઈએ તો પાંચ ગોળી દહીં
આપીશ, પણ કનૈયાને છોડી દે. એક ગોળીને માટે મારા લાલાને બાંધે છે. તને શું કહું? શુકદેવજીને ( Shukdevji ) આ ગમ્યું નહિ. એટલે
યશોદાજીને માટે અત્રે ગોવાલણ શબ્દ વાપર્યો છે. એક ગોળી ફોડી તેમાં શું થયું? મા! લાલાને બાંધીશ નહિ. યશોદાએ ગોપીઓને
ઠપકો આપ્યો. છોકરો મારો છે. તમે પંચાત ન કરો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૭

શુકદેવજી વર્ણન કરે છે:-રાજન્! કાળના પણ કાળ શ્રીકૃષ્ણ આજે યશોદાથી ડરે છે. કૃષ્ણ થરથર કાંપે છે.
યશોદાજી બાળકૃષ્ણને ( Bal krishna ) ખાંડણિયા સાથે દોરડીથી બાંધવા લાગ્યાં, પણ જે દોરડીથી બાંધવા જાય તે દોરી બે આંગળ
ઓછી પડે. બીજી દોરી જોડી તે પણ બે આંગળ ઓછી થાય. ત્રીજી જોડી, તે પણ બે આંગળ ઓછી થાય.

તદપિ દ્વયઙ્ ગુલં ન્યૂનં યદ્ યદાદત્ત બન્ધનમ્ ।। 

આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરી લાવે, જેમ જોડતાં જાય, તેમ બે બે આંગળ ટૂંકી પડતી જાય.

કેટલાક મહાત્માઓ કહે છે કે દોરીને શ્રીકૃષ્ણનો સ્પર્શ થયો. એટલે દોરીનો સ્વભાવ બદલાયો છે. યજ્ઞ કરવાથી સ્વભાવ
સુધરતો નથી, તીર્થયાત્રા કરવાથી સ્વભાવ સુધરતો નથી, બ્રાહ્મણોને ( Brahmins ) જમાડવાથી સ્વભાવ સુધરતો નથી. જે મનથી પ્રભુનું ધ્યાન કરે છે, મનથી પરમાત્માને મળે છે, તેનો સ્વભાવ સુધરે છે. ભગવદ સ્પર્શ વગર સ્વભાવ બદલાતો નથી. બ્રહ્મ થયા પછી બંધન
શાનું ? દોરીએ બાંધવાનો સ્વભાવ છોડી દીધો છે. આ દોરીઓને કૃષ્ણની દયા આવી છે. વૈષ્ણવો કહે છે કે, દોરીમાં ઐશ્વર્ય
શક્તિએ પ્રવેશ કર્યો છે. ઇશ્વર જ્યાં જાય ત્યાં ઐશ્વર્ય સાથે આવે છે. ઐશ્વર્ય શક્તિને દુઃખ થાય છે કે એક સાધરણ ગોવાલણ
પ્રભુને બાંધે. ગોપીઓ યશોદાજીને કહે છે. મા! ગમે તેમ કર, આ લાલાના ભાગ્યમાં બંધન લખ્યું નથી. તે તો અમને સંસારના
બંધનમાંથી છોડાવવા આવ્યો છે.

ઐશ્વર્યશક્તિ તો પરમાત્માને સ્વામી માને છે. વાત્સલ્ય ભક્તિ કહે છે, હું પરમાત્માને બાંધીશ. ઐશ્ર્વર્યશક્તિ કહે છે કે
હું મારા પતિને બાંધવા નહીં દઉં, ઐશ્ર્વર્યશક્તિ અને વાત્સલ્યશક્તિનો આ મધુર ઝગડો છે. પ્રભુએ ઐશ્ર્વર્યશક્તિને કહ્યું કે
ગોકુળમાં હું ઈશ્વર નથી, ગોકુળમાં ( Gokul ) હું યશોદાનો બાળક છું. હું દ્વારકા આવીશ ત્યારે તારો પતિ થઇને આવીશ. અત્રે તો હું
યશોદાનો દીકરો છું. ઐશ્વર્યશક્તિને હુકમ કર્યો કે તું જા અહીંથી. માને બાંધવાની ઈચ્છા છે, તો મા ભલે બાંધે. ગોકુળમાં પ્રેમ
પ્રધાન છે. દ્વારકામાં ઐશ્વર્યશક્તિ પ્રધાન છે. વ્રજમાં તારે આવવાની જરૂર નથી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૯
Exit mobile version