પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ગોકુળલીલામાં વાત્સલ્યભાવ પ્રધાન છે. પૌગંડલીલામાં સાંખ્યભાવ પ્રધાન છે. ગોપીઓ સાથેની લીલામાં માધુર્યભાવ
પ્રધાન છે. ઐશ્ર્વર્યશક્તિને કહ્યું, તું દ્વારકા જા, ઐશ્વર્યશક્તિએ દોરડામાંથી વિદાય લીધી.
ઘરનાં બધાં દોરડા ખલાસ થયાં. હવે શું થાય? કૃષ્ણ ( Krishna ) તો બંધાતા નથી. યશોદાજી ( Yashoda ) આશ્ર્ચર્ય પામ્યાં, આ જોઇને ગોપીઓ હસવા લાગી. જાણે કહેતી ન હોય કે ભગવાન એમ કંઇ બંધાતા હશે?
ભગવાન કહે છે-મારા અને તમારા વચ્ચે બે જ આંગળનું અંતર છે. અહંતા અને મમતારૂપી બે આંગળનું અંતર છે.
જેનામાં અહંતા અને મમતા હોય, તે મનને કદી પણ બાંધી શકે નહીં.
અહંતા-મમતા હોય તો ભગવાન કહે છે કે, તારા અને મારા વચ્ચે બે આંગળ અંતર રહે છે. મને કોઈ બાંધી શકતું નથી.
ત્રિગુણાત્મક માયાદોરી પરમાત્માને બાંધી શકતી નથી. ભગવાન તો પ્રેમરૂપી દોરીથી જાતે બંધાય છે. પોતાની મરજીથી
બંધાય છે.
શ્રીકૃષ્ણે ( Shri Krishna ) જોયું કે માતાજી પરિશ્રમથી ખૂબ જ થાકી ગયાં છે અને પરસેવાથી રેબઝેબ થઈ ગયાં છે. માતાનો પરિશ્રમ જોઈ
ભગવાનથી ન રહેવાયું. તેથી કૃપા કરી, પોતે જાતે માતાનાં બંધનમાં બંધાઈ ગયા. ભગવાન કહે છે- હું કૃપા કરું, તો જ બંધાઉં.
દ્રષ્ટ્વા પરિશ્રમં કૃષ્ણ કૃપયાડડસીત્ સ્વબન્ધને ।।
ભગવાન કહે છે:-હું લૌકિક દોરડાંથી બંધાતો નથી. હું પ્રેમની દોરીથી જ બંધાઉં છું લૌકિક બંધનથી ભગવાન બંધાતા
નથી.
ભક્તોનો પ્રેમ જ પ્રભુને બાંધી શકે. બીજું કોઈ નહિ.
ઈશ્વર કૃપા ન કરે ત્યાં સુધી આ જીવ ઇશ્વરને બાંધી શકે નહિ.
શ્રીકૃષ્ણ જાતે બંધાયા. જીવ તો સ્વાર્થને લીધે બંધનનો સ્વીકાર કરે છે, ત્યારે આજે પરમાત્મા તો નિસ્પૃહી હોવા છતાં
બંધનનો સ્વીકાર કરે છે. ભગવાન જ્યારે બંધાય ત્યારે જીવ બંધનમાંથી છૂટે અને તેનો ઉદ્ધાર થાય.
શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિ ભગવાનને બાંધે છે. જ્ઞાન અને યોગ ભગવાનને નહિ બાંધી શકે.
ઈશ્વર જ્યાં સુધી પ્રેમદોરીથી બંધાતા નથી ત્યાં સુધી, માયામાંથી છૂટી શકાતું નથી. એ બતાવવા દામોદર લીલા છે.
દોરડાં વડે પેટ આગળથી બંધાયા એટલે શ્રીકૃષ્ણનું નામ પડયું દામોદર ( Damodar ) .
પરમાત્માને જયાં સુધી પ્રેમથી ન બાંધો, ત્યાં સુધી સંસારનું બંધન રહે છે.
ઇશ્વરને બાંધશો તો તમે જન્મમરણનાં બંધનમાંથી છૂટી જશો. ઈશ્વરને બાંધે એ બંધનમાંથી છૂટે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૮
છોડતો નથી. ઈશ્વર નિરાગ્રહી છે. જીવ દુરાગ્રહી છે. જીવ પોતાનો કક્કો છોડતો નથી. જીવ માત્રનો સ્વભાવ દુરાગ્રહી છે. જીવ
નિરાગ્રહી બને, ત્યારે ઈશ્ર્વરનો બને છે.
ભગવાન ભક્તોના આગ્રહ આગળ પોતાનો આગ્રહ છોડે છે. તે ભક્તોના આગ્રહને માન આપે છે. જીવ કદાપિ પોતાનો
આગ્રહ છોડતો નથી. માતાનો પરિશ્રમ જોઈ કનૈયો જાતે બંધાયો. આ રીતે કૃષ્ણે પોતે ભક્તાધીન છે, એમ સ્પષ્ટ બતાવ્યું, ઈશ્વરે
પોતાનો આગ્રહ છોડી દીધો.
ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા શ્રીકૃષ્ણે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી શસ્ત્ર ધારણ કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ
હાથમાં ચક્ર લઈ ભીષ્મપિતાને ( Bhishma Pita ) મારવા દોડયા. આ જોઈ ભીષ્મપિતાએ પોતાના ધનુષ્ય બાણ ફેંકી દીધાં. ભગવાન બોલ્યા, ‘તોડી પ્રતિજ્ઞા મોરી મેં તુમ્હારી પ્રતિજ્ઞા કાજ.’ તારી પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા, મેં મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો.
પણ પૂર્ણ પ્રેમ વગર પરમાત્મા બંધાય નહિ. મનુષ્યનો પ્રેમ ખંડિત છે, વિખરાયેલો છે. થાડો સ્નેહ તે ઘરમાં કરે છે, થોડો
સ્નેહ તે ધનમાં, થોડો પત્નીમાં, થોડો સ્નેહ સંતાનોમાં અને થોડો પ્રેમ કપડામાં. આ અનેક ઠેકાણે વિખરાયેલો પ્રેમ ભેગો કરી
ઠાકોરજીને અર્પણ કરે તો, ઠાકોરજી ( Thakorji ) બંધાય છે. પ્રભુએ બતાવ્યું કે સંસારમાં આવી મમતા હશે, તો તારા અને મારા વચ્ચે બે
આંગળનું અંતર રહેશે. તું મને મળી શકીશ નહિ.
શ્રીકૃષ્ણને યશોદા ઉપર દયા આવી. બાલકૃષ્ણે વિચાર્યું, મા મને બાંધવાથી રાજી થતી હોય, મારા બંધાવાથી માને
આનંદ મળતો હોય તો, મને બંધાવામાં શું વાંધો છે? બાલકૃષ્ણ બંધાયા છે, યશોદાની ઈચ્છા પૂરી થઈ.
પરમાત્માને કોણ બાંધી શકે? જ્ઞાની પુરુષો અને ભકતો ભગવાનને પ્રેમના બંધનથી બાંધી શકે છે. બિલ્વમંગળ જેવા
તેમને હ્રદયમાં બાંધે છે.
