Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 348

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 348

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  ભગવાને વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો. એક સમયે શ્રી હરી ગોપબાળકો સાથે વાછરડાઓ
ચરાવવા વનમાં આવ્યા, વનમાં તેઓ જાતજાતની રમતો રમવા લાગ્યા. 

Join Our WhatsApp Community

આ ગોપબાળકોના ભાગ્યનું કોણ વર્ણન કરી શકે? જેનાં દર્શન યોગીઓને પણ દુર્લભ છે, તે પરબ્રહ્મની સાથે તેઓ રહ્યા
છે. તેવામાં અઘાસુર ત્યાં આવ્યો. અઘાસુર કંસે ( Kansa ) મોકલ્યો હતો. અઘાસુર, પૂતના અને બકાસુર નો નાનો ભાઈ હતો.

અઘાસુર મોટા અજગરનું રૂપ લઈને આવ્યો અને સર્વ ગોપબાળકોને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં તે સૂતો છે. અઘાસુર
અજગરના મુખને આ કોઈ પર્વતની ગુફા છે એમ માની, બાળકો તેમાં પ્રવેશ કરવા તૈયાર થયાં છે. કનૈયા તું સાથે આવે તો અમને
બીક લાગતી નથી. લોકો આજકાલ પૈસાને સાથે રાખે છે, પણ પરમાત્માને સાથે રાખતા નથી. એકલા કયાંય ન જશો. ઠાકોરજીને ( Thakorji )  સાથે રાખજો. ઠાકોરજીને સાથે રાખવાના એટલે ભગવાનની મૂર્તિને સાથે લઇને ફરવાનું? ના, ના, તો તો ઠાકોરજીને પરિશ્રમ
થાય. ઠાકોરજીના સાનિધ્યનો સતત અનુભવ કરો. મનથી પરમાત્માનું સતત સ્મરણ કરો. બાળકોને નિષ્ઠા છે કે અમારો કનૈયો
સાથે હોય તો વાંધો નથી. શ્રીકૃષ્ણના ( Shri Krishna ) મુખ સામે જોતા, હસતા અને તાળીઓ પાડતાં ગોપબાળકો અજગરના મુખમાં પેસી ગયાં. ગોપબાળકોને બચાવવા ભગવાને પણ અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો.

અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો ત્યારે, બાળકો તાળી પાડતા ગયાં. ભાગવતમાં સમાધિભાષા મુખ્ય છે. લૌકિક અને પરમત
ભાષા ગૌણ છે. એટલે ભાગવતનો ( Bhagwad Gita ) અર્થ જેને સમાધિનો અભ્યાસ છે તે સમજી શકશે. વિલાસીને ભાગવતનો અર્થ સમજાવવો મુશ્કેલ
છે. તાળી એ નાદબ્રહ્મ છે. નાદબ્રહ્મ અને નામબ્રહ્મ એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય.

અંદર જઇ, ભગવાને વિશાળરૂપ ધારણ કર્યું એટલે અઘાસુરના ( Aghasura ) પ્રાણ બ્રહ્મરન્ધ્રમાંથી બહાર નિકળ્યા અને બાળકો તેમ જ
વાછરડાંઓ બહાર આવ્યા.

અઘાસુરનો અર્થ જોઈએ. અઘ એટલે પાપ ( sin ) . અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. પાપમાં, પાપ સાથે જે રમે છે તે અઘાસુર.
પાપ કરવામાં જે સુખ માને તે અઘાસુર. કેટલીકવાર જોવામાં આવે છે કે પાપી સુખ ભોગવતો હોય છે. પણ આ તેના પૂર્વજન્મના
કોઈ પુણ્યનું ફળ છે એમ માનવું, બાકી પાપનું પરિણામ દુ:ખ જ છે. પાપ કરનારો કોઇ દિવસ સુખી થતો નથી અને સુખી થવાનો
નથી. કોઈ પુણ્યશાળી જીવ દુ:ખી દેખાય તો સમજવું કે તે તેના અગાઉના જન્મના કોઇ પાપનું ફળ ભોગવે છે. પુણ્યનું ફળ દુ:ખ નથી.
મનુષ્યને પાપ કરી રહ્યો છે, એવું ભાન થાય છે. પણ તે પાપને છોડી શકતો નથી. પાપના પંજામાંથી છૂટવું કઠણ છે.

અતિશય પુણ્યનું જોર વધતું નથી, ત્યાં સુધી પાપની આદત છુટતી નથી. પાપની આદત બહુ ખરાબ છે. પાપને મનમાં ઘર કરવા
દેશો નહિ. મનુષ્ય શરીર કરતાં જીભથી વધારે પાપ કરે છે. કેટલાક જીભ કરતાં આંખથી વધારે પાપ કરે છે. આંખ કરતાં પણ ઘણા
મનથી વધારે પાપ કરે છે. જ્યાં સુધી ઇન્દ્રિયોને પાપ કરવાની આદત છે, ત્યાં સુધી તેને ભક્તિરસ મળશે નહિ. ઈન્દ્રિયોમાં
ભક્તિરસ ભરવો હોય તો ઇન્દ્રિયોને નિષ્પાપ કરો. પાણીથી ભરેલા લોટામાં દૂધ ભરવું હશે તો પાણીને બહાર કાઢી નાખવું જ
પડશે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૭

ઇન્દ્રિયોમાં આત્મા એટલો મળી જાય છે કે ઇન્દ્રિયો પાપ કરે છે. તે, તે જુએ છે પણ તેને રોકતો નથી.

મનમાં પાપનો વિચાર આવે તે જ ક્ષણે તેને કાપી નાંખો. જેના પેટમાં પાપ આવ્યું તેને પાપ છોડશે નહીં. કદાચ પાપ
થઈ જાય તો પ્રભુ પાસે રડી પડો. પ્રભુ મારા પાપની ક્ષમા કરો.

અઘાસુર અજગરરૂપે આવેલો. મનુષ્ય સાવચેત ન રહે તો પાપ તેને ગળી જાય છે.

પારકી પંચાત જેવું પાપ નથી. મનુષ્ય પોતાનું જ સુધારે, બીજાનું બગડતું હોય તો તેની મનુષ્ય દરકાર કરતો નથી.
પાપની એક વખત આદત પડી પછી તે છૂટશે નહિ. મનુષ્ય પાપમાંથી છૂટતો નથી. પાપ શરીરમાં પ્રવેશ કરશે તો પછી
તમને છોડશે નહિ. જેના મનમાં, ઘરમાં પાપ છે ત્યાં પરમાત્મા આવતા નથી.

અજગરના મુખમાં પેઠેલાં ગોપબાળકો જાતે બહાર નીકળી શકતા નથી. શ્રીકૃષ્ણ તેઓને બહાર કાઢે છે. અજગરના
મુખમાં ગયેલો કોઈ જાતે બહાર નીકળી શકે નહીં. અજગરના મુખમાં ગયેલાને બહારનો માણસ બહાર ખેંચી શકે. પાપમાંથી
ભગવાન બચાવી શકે.

પાપ અને સાપ સરખાં જ છે. સાપ કરડે કે તરતજ જે અંગ ઉપર સાપ કરડયો હોય તેને કાપી નાખવામાં આવે તો, ઝેર
શરીરમાં પ્રસરતું નથી, અને બચી જવાય છે. તે જ પ્રમાણે પાપનો વિચાર મનમાં આવે તે જ ક્ષણે, તેને કાપી નાંખો તો પાપમાંથી
બચી જવાય છે, તો જ પાપ જશે. જો પાપ થોડો વખત પણ મનમાં ઘર કરશે તો પછી તેને અટકાવવું મુશ્કેલ થઈ પડશે.
પાપનો વિચાર કરવાથી તે દૃઢ થશે. પાપ ધરતીથી આકાશ સુધી વ્યાપેલું છે. અઘાસુરનો એક હોઠ ધરતી પર અને બીજો
હોઠ આકાશને અડકતો હતો તેમ.

મન સાથે છે એટલે વનમાં પણ. અર્થાત જ્યાં પણ જશો ત્યાં, પાપ કરવાનો પ્રસંગ આવશે જ.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version