Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૯

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 349

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 349

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  વાસનામાં ખેંચાયેલો જીવ અંતરાત્મા ના પાડે તો પણ પાપ કરે છે. અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે, ત્યારે પાપ થઈ જાય છે. પાપના પેટમાં, અજગરના ( python ) મુખમાં જાય તે બહાર આવી શકતો નથી. પાપ લલચાવનારું હોય છે. અમુક વખતે પાપ કરવાનો પ્રસંગ આવે, પા૫ કર્યા વગર ન જ રહેવાય, પાપ કર્યા વગર છૂટકો કે ઉપાય ન જ હોય ત્યારે પાપ કરતી વખતે ભગવાનને સાથે રાખીને જ પાપ કરવાનું, હું પા૫ કરવાનું કહેતો નથી. જો જો અર્થનો અનર્થ કરતા નહીં. જીવનમાં કયારેક એવા પ્રસંગો આવશે કે તમારે પા૫ ન કરવું હોય છતાં પાપ થઈ જશે. તેવા સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં પાપ કરવાનું. પાપને કાપી નાંખશો તો પાપનો નાશ થશે. પાપને હૈયામાં રાખશો તો તેનો નાશ થશે નહીં.

Join Our WhatsApp Community

કોઇપણ ક્રિયા શબ્દોચ્ચાર વગર થતી નથી. કદાચિત જીભથી નહીં તો મનથી તો ઉચ્ચાર થાય જ છે. પાપ કરતાં બે
મિનિટ પહેલા તે પાપનો જીભથી અથવા મનથી ઉચ્ચાર થાય છે, તે જ ક્ષણે તેને કાપી નાંખો. પહેલાં વિચાર બગડે છે. પછી
વાણી બગડે છે અને અંતે વર્તન બગડે છે. પાપ પહેલાં મનમાં, પછી વાણીમાં અને પછી વર્તનમાં આવે છે. પાપ મનમાં આવે
ત્યારે મનમાં ધિકકારો. તમારા તનને તમે સજા કરો. પાપ મનમાં આવે ત્યારે સ્નાન કરો ઠંડા જળથી અને પછી પરમાત્માનું
કીર્તન કરો. પ્રાર્થના કરો. નાથ! આ કામ મને પજવે છે, આ ક્રોધ મને છોડતો નથી, આ લોભ મને વશ કરે છે, નાથ! કૃપા કરો.
સાચા હ્રદયથી પ્રાર્થના કરશો તો, પ્રભુ રક્ષણ કરશે.

સંતો સતત પ્રભુના નામનો ઉચ્ચાર કરે છે, તેથી તેમનાથી પાપ થતું નથી.

અઘાસુરના ( Aghasura ) પેટમાં જવું પડે તો ભલે જાવ, પણ તાળી પાડતા જાવ.

બધા સમજે છે કે અસત્ય બોલવું એ પાપ છે. કોઇને દુભાવવું એ પાપ છે. પણ પાપ થઈ જાય છે. પહેલો સિદ્ધાંત મુખ્ય
છે. પાપને કાપી જ નાંખો. પાપ મારે હાથે થવાનું જ છે એમ લાગે એટલે, મારું મન હવે હાથમાંથી છટકી જાય છે. અને મનથી,

શરીરથી પાપ થવાનું છે એમ લાગે, ત્યારે ભગવાનના નામનું કિર્તન કરો. પરમાત્માને સાથે રાખી પાપ કરે, તેની પાપની ( sin ) વાસના છૂટે છે. પાપની આદત છોડવાનો આ જ એક ઉપાય છે. ભગવાનની પ્રાર્થના કરવાનો, નાથ મારી આ પાપની વાસનાનો વિનાશ કરો. બાળકો તાળી પાડતાં એટલે કીર્તન કરતાં અઘાસુરના પેટમાં ગયા. પાપ કરો ત્યારે પરમાત્માને સાથે રાખો. મેં પાપ કર્યું પણ આપ સાથે હતા એટલે મને સજા કરો અને ક્ષમા પણ કરો.

મનુષ્યને ખબર પડે છે કે પોતે કામી અને ક્રોધી છે.

ઈરાદાપૂર્વક પાપ કરે, એ અઘાસુર. પાપમાં જે સુખ માને, પાપમાં જે રમે એ અઘાસુર.

પાપ કર્યા વગર ન જ રહેવાય તો ( Shri Krishna ) શ્રીકૃષ્ણને-પરમાત્માને સાથે રાખીને પાપ કરજો, તો ભગવાન તમને બચાવશે.
ઉત્તમ સિદ્ધાંત તો એ છે કે કદાપિ પાપ ન કરવું અને પાપના વિચાર પણ ન કરવા.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૮

પ્રારબ્ધ કર્મણામ્ ભોગાદેવ ક્ષય: ।

કોઈ મહાપુરૂષ, સંતપુરૂષ કૃપા કરે તો જ પાપની વાસના છૂટે છે.

અંતરાત્માની પાપ કરવાની ઈચ્છા ન જ હોય તેમ છતાં પાપ થઈ જાય છે. ગીતામાં ( Bhagwad Gita ) પણ અર્જુનનો આ જ પ્રશ્ર્ન છે. આ
સનાતન પ્રશ્ન છે. ભગવાનને તે પૂછે છે:-

અથ કેન પ્રયુક્તોડયં પાપં ચરતિ પુરુષ: ।

અનિય્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત: ।।

મનુષ્યને ઈચ્છા ન હોય તેમ છતાં કોના વડે તે પાપમાં પ્રવૃત્ત થાય છે, અને પાપ કરે છે? પાપ કરવાની ઈચ્છા ન હોવા
છતાં તેને પાપ કેમ કરવું પડે છે?

ભગવાન સમજાવે છે:-રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ મનુષ્યના મોટા શત્રુઓ છે. તે તેને પાપ કરવા
તરફ ઘસડી જાય છે. માટે સત્ત્વગુણ વધારી રજોગુણ ઓછા કરો.

ભાગવતમાં સમાધિભાષા પ્રધાન છે, લૌકિક ભાષા ગૌણ છે.

તાળી પાડતાં વ્રજવાસી બાળકોનો પહેલા નાદબ્રહ્મમાં લય થાય છે અને પછી પરબ્રહ્મમાં મનનો લય થાય છે.
રોજની લીલાકથા રોજ બાળકો માતાને સંભળાવતા હતા, પણ આ અઘાસુર વધની કથા એક વર્ષ પછી બાળકો માતાને
સંભળાવે છે.

અઘાસુરનો વધ ભગવાને પાંચ વર્ષની ઉંમરે કરેલો. તેમ છતાં આ અઘાસુર વધની કથા ગોપબાળકોએ પોતાની
માતાઓને ભગવાનના છઠ્ઠે વર્ષે કહી એટલે કે એક વર્ષ પછી કહી.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version