Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૯

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૯

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૯

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

અન્યપૂર્વા:-સંસારમાં જન્મ્યા પછી કોઈ સ્ત્રી, પુરુષ સાથે લગ્ન કરી, સંસારસુખ ભોગવ્યા પછી, સંસારસુખમાં સૂગ અનુભવે અને પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગે, તે અન્યપૂર્વા ગોપીઓ. દાખલા તરીકે તુલસીદાસ. તુલસીદાસ મહારાજ એક વખત મધ્યરાત્રિના સમયે પિયર ગયેલી પત્નીને મળવા ગયા હતા. ત્યારે પત્નીની ટકોરથી સાવધાન થયા. એક જ વસ્તુમાં જે આસક્ત હોય અને તે આસક્તિને જો પ્રભુમાં પલટાવી દેવામાં આવે, તો તે વસ્તુની આસક્તિ છૂટી જાય છે. અનેક વસ્તુઓમાં આસક્તિ હોય તો આ શક્ય નથી. તુલસીદાસજી માત્ર સ્વપત્નીમાં જ આસક્ત હતા. એમને મન પરસ્ત્રી માતા સમાન હતી. તેથી જ્યારે પત્નીએ ટકોર કરી કે તરત તેમની આસક્તિ પ્રભુ ભક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. કામાસક્તિ, પ્રભુઆસક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. કેટલાકને રોજ થપ્પડ પડે છે, તો પણ સુધરતા નથી. અનન્યપૂર્વા:-જન્મસિદ્ધ પૂર્ણ વૈરાગ્યવાળા શુકદેવજી-મીરાં વગેરે. ચીરહરણલીલા:-એક વખત વ્રજની કુમારિકાઓ યમુનાને કિનારે વસ્ત્રો મૂકી નગ્ન થઇને જળમાં સ્નાન કરવા લાગી. તે સમયે શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા અને તેઓનાં વસ્ત્ર લઈ નજીકના કદંબના ઝાડ ઉપર ચઢી ગયા. અને કુમારિકાઓને કહ્યું, કે અત્રે આવીને તમે તમારાં વસ્ત્રો લઈ જાવ. કૃષ્ણે તેઓને કહ્યું:-જળમાં નગ્નપણે નહાઈને તમે જળના દેવનો અપરાધ કર્યો છે. એટલે બે હાથ જોડી નમસ્કાર કરી તમારા વસ્ત્રો લઈ જાવ. વ્રજ કુમારીકાઓએ તેમ કર્યું. શ્રીકૃષ્ણે વસ્ત્ર પાછા આપ્યાં. આ લીલાનું રહસ્ય:-શરીરનું ભાન ભૂલશો, તો પ્રભુ પાસે જઈ શકાશો. 'હુ' સ્ત્રી છું. એવી ભાવના કુમારિકાઓના મનમાં રહી, તે "હું પણા"નું સૂચક છે. તે અહંકાર સૂચવે છે. તે હું પણાનો-અહંકારનો ત્યાગ કરવા શ્રીકૃષ્ણ તેમને કહે છે. અહંકારનો પડદો દૂર કરી, સર્વસ્વ પ્રભુને અર્પણ કરવાનો એમાં ઉદ્દેશ છે. 

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૮

પોતાની જાતને પણ ભૂલી મારી પાસે આવો, એમ ભગવાન કહે છે. સંસ્કારશૂન્ય તેમજ સંસારશૂન્ય નિરાવરણ થઈને મારી પાસે આવો. દ્વૈતનો પડદો દૂર કરશો, તો ભગવાન મળશે. શરીરને જેમ વસ્ત્ર ઢાંકે છે તેમ આત્માને વાસના ઢાંકે છે. ભગવાન તમારી પાસે છે, તેમ છતાં દેખાતા નથી. વાસનાનો પડદો દૂર થાય, એટલે ભગવાન મળે છે. ગુરુ આ વાસનાનો પડદો દૂર કરી આપે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે આ વાસનાનો પડદો છે એટલે ભગવાનનો અનુભવ થતો નથી. આ અજ્ઞાનના પડદાને લીધે પરમાત્મા દેખાતા નથી. આત્મા આપણી અંદર છે; પણ તે વાસનાના પડદામાં ઢંકાયેલો છે. તે વાસનાના આવરણને દૂર કરીને પ્રભુને મળવા જવાનું છે. આવરણને દૂર કરશો તો જ પ્રભુ મળશે. બુદ્ધિગત વાસના, સિદ્ધ સદ્ગુરુ કૃપા કરે અથવા પરમાત્મા કૃપા કરે તો જ દૂર થાય છે. બુદ્ધિમાં સુતેલો કામ, કૃષ્ણમિલનમાં વિઘ્ન કરે છે. વૃત્તિઓના આવરણનું નષ્ટ થઈ જવું, એ ચીરહરણલીલા અને તે પછી જીવનું આત્મામાં રમણ-મિલન એ રાસ. એટલે તો ચીરહરણલીલા પછી રાસલીલા આવે છે. કામવાસના જાય, એટલે ઈશ્ર્વર સાથે અદ્વૈત પ્રાપ્ત થાય. લૌકિક વસ્ત્રોની ચોરી નથી, પરંતુ બુદ્ધિગત કામવાસનાની ચોરી છે. શું શ્રીકૃષ્ણને ગોપીઓને નગ્ન જોવાની ઇચ્છા હતી? વિચારો, શ્રીકૃષ્ણ વ્યાપક હોવાથી જળમાં પણ શ્રીકૃષ્ણ છે. એટલે ગોપીઓને શ્રીકૃષ્ણ મળેલા. પણ વાસનાનું, અજ્ઞાનનું આવરણ હોવાથી, શ્રીકૃષ્ણનો તેમને અનુભવ થતો નથી. બુદ્ધિગત વાસનાનું વસ્ત્ર પ્રભુ કૃપા કરીને દૂર કરે છે. અને પ્રભુ, કૃપા કયારે કરે? જયારે પ્રભુના બનીએ ત્યારે. ભગવાન કહે છે:- ન મય્યાવેશિતધિયાં કામ: કામાય કલ્પતે । ભર્જિતા ક્વથિતા ધાના પ્રાયો બીજાય નેષ્યતે ।। ભા.સ્કં.૧0.અ.૨૨.શ્ર્લો.૨૬. જેણે પોતાની બુદ્ધિને મારામય કરી હોય, (મારામાં જ સ્થાપી હોય) તેઓને વિષયભોગનો સંકલ્પ, સાંસારિક વિષયભોગ માટે થતો જ નથી, પણ તે સંકલ્પ મોક્ષદાયી જ થાય છે. શેકેલા ધાન્યનું બી નષ્ટ થઈ જાય છે અને તેથી તે ફરીથી અંકુરિત થતું નથી. તેવી રીતે જેમની બુદ્ધિમાંથી વાસનારૂપી અંકુર નષ્ટ થયો, તેમની બુદ્ધિમાં કામવાસના રહેતી નથી. તેમની બુદ્ધિમાં કામવાસના અંકુરિત થતી નથી, સ્ફૂરતી નથી. ગોપીઓને પ્રભુએ કહ્યું:- હે વ્રજકુમારિકાઓ! તમારામાં કામવાસના રહી નથી. તમારા હ્રદયનો શુદ્ધભાવ હું જાણું છું. પણ તમારે હજુ મારું ધ્યાન કરવાનું છે. મનનો સૂક્ષ્મ મળ આ ધ્યાનથી દૂર થશે, અને પછી તમે મને મળશો. તમે શરદઋતુની રાત્રિએ મારી સાથે રમશો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
Exit mobile version