Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૯

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat-Purpose

Bhagavat-Purpose

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

જીવ નિરાધાર થતો નથી, એટલે તેને સર્વેના આધારરૂપ ભગવાન મળતા નથી. ગોપીઓ ધ્યાન વગેરે બધુજ કરે છે. તેમ છતાં માને છે કે અમારાથી કાંઇ થતું નથી. આવી ભાવના જે રાખે તે વ્રજભક્ત. જીવ નિરાધાર થતો નથી. સાધનની ઠસક રાખે છે. કનૈયા! તારું ધ્યાન કેવી રીતે કરવું તે અમે જાણતાં નથી. અમે યોગ સાધન કાંઇ જાણતાં નથી. ગામડામાં રહેનારી અમે અબલા ગોપીઓ, તારા શરણે આવ્યાં છીએ. અમે નિઃસાધન ભક્ત છીએ. નિઃસાધન ભકતોનો તારા ઉપર પહેલો હક્ક છે. સર્વ સાધન કરે, તેમ છતાં જેને સાધનનું અભિમાન સ્પર્શ કરતું નથી તે નિઃસાધન ભકત. સત્કર્મ કર્યા પછી, સાધન કર્યા પછી અભિમાન વધે છે. એટલે દરેક સત્કર્મની પૂર્ણાહુતિ વખતે મંત્ર બોલવાનો હોય છે. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન । સાધન કરો પણ, હ્રદયથી દીન બનો. મનુષ્ય હ્રદયથી દીન બનતો નથી તેથી તે કૃષ્ણને ગમતો નથી. હું નિરાભિમાની છું એમ બોલવું એ પણ અભિમાન છે. હ્રદયથી દૈન્ય તો ત્યારે આવે છે કે જ્યારે જ્યાં નજર જાય, ત્યાં ભગવતભાવ જાગે છે. વ્રજભકતો માટે તારો અવતાર છે. તો તારું તે પરમ સુંદર સાંવળું સાંવળું મુખકમળ અમને દેખાડ. જલરુહાનનં ચારુ દર્શન । મારાં દર્શન થયા પછી તમારી ઇચ્છા શી છે? આ અંતરંગમાં સંયોગ અને બહિરંગમાં વિયોગ છે. એટલે શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેમ લાગે છે. ગોપી ગીત.શ્ર્લો.૭. ગોપીઓ બોલી:-હે કામ વિનાશક! અમારી સર્વ કામનાઓનો વિનાશ કરવાની શક્તિ તમારા હાથમાં છે:- ન: કૃન્ધિ હ્રચ્છયમ્ ।। અમારા કામનો નાશ કરો, ગોપીઓ કામસુખની ઈચ્છા નથી કરતી, પરંતુ કામસુખનો વિનાશ ઇચ્છે છે. સંત-ગુરુના હાથમાં કામનો વિનાશ કરવાની શક્તિ હોય છે. તમારો હાથ મસ્તક ઉપર આવશે એટલે અમારી બુદ્ધિમાંથી કામના-વાસના દૂર થશે. એક ગોપી બોલી:-

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૮

તમારા ચરણને હ્રદયમાં અને હાથ મસ્તક ઉપર પધરાવો. પ્રભુ:-મારા ચરણ એવાં સુલભ છે કે દરેકના હ્રદય પર હું મૂકવા જાઉં? ગોપીઓ:-હે કનૈયા, ગાયોને તમારાં ચરણ સુલભ છે તો શું અમને નહિ? અમે ગાય કરતાં પણ દીન બનીને, તમારી પાસે આવ્યાં છીએ. તમારા ચરણ તો તૃણચરાનુગં છે, ઘાસ ચરતી ગાયોની પાછળ ભમનારાં છે. તમારાં ચરણ ગાયને સુલભ છે. કારણકે તમે ગાય પાછળ ફરો છો. એટલે તમારાં ચરણનાં દર્શન કરતાં કરતાં ગાયો ચાલે છે. ગાયોને તમારા ચરણ સુલભ અને ગાય કરતાં દીન બનેલી ગોપીને તમારા ચરણ દુર્લભ? ભગવાન:-ગાયોને મારા ચરણ સુલભ છે, એટલે શું મને ગોવાળ સમજો છો? ગોપીઓ:-ના,ના, અમે તમને ઓળખીએ છીએ. તમે શ્રીનિકેતનમ્ છો. તમારાં ચરણ લક્ષ્મીજીના રહેવાના સ્થાનરૂપ છે. એટલે કે આપ લક્ષ્મીપતિ છો. તમારાં ચરણ તો લક્ષ્મી ગોદમાં રાખીને નિત્ય સેવે છે.તમારા ચરણ મંગલમય છે. શ્રીકૃષ્ણ:-હું મારા ચરણ તમારા હ્રદયમાં પધરાવવા તૈયાર છું, પણ મને ડર લાગે છે. તમારા હ્રદયમાં અભિમાન છે. અભિમાનરૂપી ઝેર છે. ત્યાં મારાં ચરણ કેમ પધરાવું? તે અભિમાનરૂપી વિષ મને વળગી જાય તો? એટલે મારાં ચરણ પધરાવતો નથી. ગોપીઓ:-તમે અમને બનાવો છો? આપ તો ફણિ ફણાર્પિતં છો. તમે તો ઝેરી કાલિયનાગની ફણા ઉપર નાચનારા છો. કાલિયનાગની ફણા ઉપર આરૂઢ થયા ત્યારે તેનું ઝેર તમને વળગ્યું નહીં, તો અમારાં હ્રદયમાં રહેલું અભિમાનરૂપી ઝેર તમને શું વળગવાનું હતું? હવે બહાના બતાવો છો. ભલે, માની લો કે અમારાં હ્રદયમાં ઝેર છે, પણ ઝેરને પણ અમૃત કરવાની શક્તિ તમારાં ચરણમાં છે. તમારાં ચરણ, અમારા હ્રદયના અભિમાનરૂપી ઝેરને પણ અમૃત બનાવશે. તમારાં ચરણ અમારાં હ્રદયમાં સ્થાપો, એટલે અમારું અભિમાન અમૃત બની જાય. તમારાં ચરણ અભિમાન તો શું પણ, નમન કરનારના સર્વ પાપોનો નાશ કરનાર છે:- પ્રણતદેહીનાં પાપકર્શનં ગોપીઓ વીનવે:-હે નાથ! તમારાં અધરામૃતના પાન વડે અમને જિવાડો. અધર સીધૂનાડડપ્યાયયસ્વનઃ । શ્રીકૃષ્ણ:-તમે તો જીવી રહ્યાં છો અને જીવાડો એવી માગણી કરો છો? તમે અમને જીવાડો વગેરે જૂઠ્ઠાં વચનો બોલી રહ્યાં છો. તમારા પ્રેમમાં મને કાંઈક કપટ જેવું લાગે છે. મેં તો સાંભળ્યું છે કે દશરથજીએ રામના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો હતો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૦
Exit mobile version