પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
રામ રામ કહિ રામ કહિ રામ રામ કહિ રામ । તનુ પરિહરિ રઘુવર વિરહ રાઉ ગયઉ સુરધામ ।। રામનો વિયોગ થતાં તરતજ દશરથજીએ પ્રાણ ત્યાગ કર્યો. દશરથનો પ્રેમ સાચો હતો, રામના વિયોગમાં તેમના પ્રાણ ગયા હતા. દશરથજી રામના વિયોગમાં જીવ્યા નહીં. આનું નામ સાચો પ્રેમ. મારા વિયોગમાં તમો જીવો છો. મારી વાતો કરો છો. તમારો પ્રેમ બહાર નથી એટલે મને લાગે છે કે તમારો પ્રેમ સાચો નથી. જો તમારો પ્રેમ સાચો હોત તો તમે પણ દશરથજીની જેમ મારા વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો હોત. તમારો પ્રેમ સાચો હોય તો મારા વિયોગમાં તમારા પ્રાણ કેમ ગયા નહિ? ગોપી ગીત.શ્ર્લો.૯. :-આ સાંભળી ગોપીઓ આર્તસ્વરે ગાવા લાગી:- નાથ આપ એવું બોલો છો? અમારા પ્રાણ તો કયારના જવાના હતા પણ તમારી કથામૃતનું અમે પાન કરીએ છીએ, એટલે તે લોભે અમારા પ્રાણ જતા નથી. અમારા પ્રાણ તો જવાના હતા, પણ તમારા નામામૃત અને કથામૃત અમારા પ્રાણને ટકાવે છે. તમારી કથા અમારા પ્રાણ જતાં અટકાવે છે. નાથ! તમારી વાત મને યાદ આવે છે. તમે વચન આપેલું કે હું તમને મળીશ. અમને તે આશા છે, તેથી અમારા પ્રાણ જતા નથી. વૈષ્ણવ આશાથી જીવે છે. જીવનનાં છેલ્લા શ્ર્વાસ સુધી આશા રાખે છે કે મને પરમાત્મા મળશે. પ્રભુ! તમારી લીલાકથા અમૃતસ્વરૂપ છે. કથામૃત પાપનો નાશ કરે છે. તમારી કથા કેવળ સાંભળવાથી જ લાભ થાય છે. એનું શ્રવણ પણ મંગલ છે. બીજી કથા સાંભળવાથી આનંદ થતો નથી. ભગવાનની કથા સાંભળવાથી આનંદ થાય છે. વિરહથી દુઃખી થયેલા લોકો માટે તો તે જીવનરૂપ છે. જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓએ, ભક્ત કવિઓએ એનાં ગાન કર્યાં છે. તે કથા સારાએ પાપ-તાપ તો મિટાવે છે, પણ સાથોસાથ સાંભળવા માત્રથી પરમ કલ્યાણ કરે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૯
તે અતિસુંદર, અતિમધુર અને શાંતિદાયક છે. સ્વર્ગનું અમૃત તો પુણ્યને બાળે છે, ત્યારે તમારી કથા તો પાપોને બાળનારી છે. જેઓ તમારી આ લીલાકથાનું ગાન કરે છે, તેઓ જ ખરી રીતે આ લોકમાં મોટામાં મોટા દાની છે. રામજીએ જ્યારે હનુમાનજીને પૂછ્યું કે હે તાત! કહો, જાનકીજી મારા વિરહમાં કેવી રીતે રહે છે અને પોતાના પ્રાણની શી રીતે રક્ષા કરે છે? અર્થાત્ આ બંને વાતો અસંભવ છે. ત્યારે હનુમાનજીએ કહ્યું હતું:-નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ ।। લોચન નિજ પદ જંત્રિત જાર્હિ પ્રાન કેહિ વાટ ।। તમારું નામ રાત-દિવસ પહેરો દેવાવાળું-રક્ષક છે, અને તમારું ધ્યાન એ બારણા છે. અને નેત્રો પોતાના ચરણોમાં લગાડેલા રાખે છે. તો પ્રાણ હવે કયા માર્ગથી બહાર નીકળી શકે? આપ પૂછો કે તે કેવી રીતે જીવે છે? વિયોગ, વિરહમાં તેના પ્રાણ નીકળી ગયા હોત પણ પ્રાણને નીકળવાનો રસ્તો મળતો નથી. તમારું નામ અને ધ્યાન છૂટે તો તરત જ તેમના પ્રાણ નીકળી જાય.પણ તમારામાં એનો એવો પ્રેમ છે કે તમારું નામ અને ધ્યાન છૂટતું નથી, તેનો વિયોગ થતો નથી, એટલે પ્રાણ નીકળી શકતા નથી. એટલે તેમના પ્રાણનું રક્ષણ થાય છે. આથી બતાવ્યું છે કે જાનકીજીનાં મન, વચન, કર્મ ત્રણે આપમાં સ્કંધ દસમો [પૂર્વાધ] શ્રીમદ્ ભાગવતપ્રકાશ 112 લાગેલા રહે છે. તમારું નામ અને ધ્યાન તેના પ્રાણ ટકાવે છે. પ્રભુનું કથારૂપી અમૃત વિરહદશામાંથી પ્રાણને જતા અટકાવે છે. ભગવાનની કથા પણ ભગવાનની માફક છ ગુણથી યુકત છે. તે મોક્ષ આપનારી છે અને પરમાનંદરૂપ છે, તે અમૃત જ છે. તે તપ્તામાં શાંતી આપે છે. સંસારના તાપથી પીડિત થયેલાંના દુ:ખ નિવારણ જ્ઞાન અને વૈરાગ્ય કરે છે. વળી જ્ઞાનીઓ કથામૃત દ્વારા સ્તુતિ કરે છે. તે પાપને દૂર કરનાર છે. આથી વીર્યધર્મનું જ્ઞાન થાય છે. શ્રવણને કલ્યાણકારક છે. આથી કથામૃતમાં યશ ધર્મ છે, તે લક્ષ્મી યુકત છે. તે સર્વત્ર વ્યાપક છે. આમાં ઐશ્વર્ય ગુણ છે. ભગવાનમાં ઐશ્વર્ય , વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને શ્રી એ છ ગુણો છે. તેમ કથામૃતમાં આ છ ગુણો છે.