પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા. પગમાં જોડા પહેરે નહીં તેથી, અનેક કાંટા વાગેલા હતા. ભગવાન સુદામાના પગના કાંટાઓ કાઢે છે. એક કાંટો વધારે ઊંડો પેસી ગયેલો હતો. કાંટો છે સુદામાના પગમાં, પણ ખુંચે છે શ્રીકૃષ્ણના હૈયામાં. ભગવાને રુક્મિણીને કહ્યું, દેવી, કાંટો કાઢવા માટે સોય લાવો. સોય લાવતા વાર થઇ. શ્રીકૃષ્ણ પોતાના દાંતો વડે કાંટો કાઢવા લાગ્યા, સુદામા કહેવા લાગ્યા, મિત્ર, તું આ શું કરે છે? આ રાણીઓ જોશે તો તેમને ક્ષોભ થશે. રાજાધિરાજ થઈ તું આમ કાંટો કાઢે તે યોગ્ય નથી. કૃષ્ણે કહ્યું, મિત્ર તું શું બોલે છે? હું તો તારો સેવક છું. તારો કનૈયો સંપત્તિમાં સાનભાન ભૂલ્યો નથી. ભગવાને દાંતો વડે કાંટો કાઢયો. આજે શ્રીકૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારકાનો રાજા છું, હું ઇશ્વર છું. સુદામાના મનમાં એક કાંટો હતો, કે હું ગરીબ છું, પણ સુદામા નિષ્પાપ હતા. તેથી ભગવાને તેનો કાંટો દાંતો વડે કાઢયો છે. ગરીબ થવું એ ગુન્હો નથી, પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા એ ગુન્હો છે, એ પાપ છે. સ્નાન થયું, શ્રીકૃષ્ણ સુદામાને નવું પીતાંબર પહેરવા આપે છે. ભોજન થયું. તે પછી ભગવાન સુદામાને પલંગ ઉપર બેસાડે છે. પૂછે છે, મિત્ર રસ્તામાં તને બહુ કષ્ટ પડયું હશે, મિત્ર, સાચું કહું તો હું તો સંસારથી કંટાળી ગયો છું. આપણે ગુરુકુળમાં હતા તે વખતે જે આનંદ મળતો હતો તેવો આનંદ હવે નથી મળતો. પ્રવૃત્તિધર્મ એવો છે કે તેમાં વિકાર, લોભ વગેરે આવે છે. ભગવાન હવે નિવૃત્તિ લેવા માગે છે. તેથી સુદામા સાથે આ પ્રમાણે બોલે છે. મિત્ર, નાનપણથી તને રમવાની ટેવ નથી. હું તને પરાણે રમવા લઈ જતો, મિત્ર, તને યાદ છે કે એક દિવસ આપણે દર્ભ સમિધ લેવા ગયા હતા. તે દિવસે વરસાદ પડેલો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૨
આપણે આખી રાત એક ઝાડ ઉપર રહ્યા હતા. પછી શામળિયાજી બોલિયા, તને સાંભરે…..રે હાજી, નાનપણાનો નેહ, મને કેમ વીસરે…. રે આપણ બે મહિના પાસે રહ્યા, તને સાંભરે… રે હાજી, સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે…રે આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે.રે મળી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે…. …રે આપણ સૂતા એક સાથરે, તને સાંભરે… ……રે સુખ દુ:ખની કરતા વાત, મને કેમ વીસરે…… રે પાછલી રાતના જાગતા, તને સાંભરે… ………રે હાજી, કરતા વેદની ધૂન, મને કેમ વીસરે…… રે ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તને સાંભરે… રે કોઈ એકને જાચવા મુન, મને કેમ વીસરે…. .. રે ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભરે…….. રે લઈ આવો કહ્યું કાષ્ટ, મને કેમ વીસરે…….. રે ખાંધે કુહાડા ધર્યા, તને સાંભરે…………….. રે ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે…. … રે વાદ વધો બેઉ બાંધવે, તે તને સાંભરે……… રે હાજી, ફાડયું મોટું ખોડ, મને કેમ વીસરે…… રે ત્રણ ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે……… રે હાજી, આવ્યાં બારે મેહ, મને કેમ વીસરે….. રે શીતળ શરીર થાયે ઘણું, તને સાંભરે……… રે ટાઢે ધ્રજો આપણી દેહ, મને કેમ વીસરે…… રે નદીએ પૂર આવ્યાં ઘણાં, તને સાંભરે…….. રે ઘન વરસ્યો મુસળધાર, મને કેમ વીસરે….. . રે પછી ગુરુજી શોધવા નીસર્યા, તને સાંભરે…. રે કહ્યું સ્ત્રીને તેં કીધો કેર, મને કેમ વીસરે…. …રે આપણ હ્રદિયા સાથે ચાંપિયાં, તને સાંભરે….રે ગુરુ તેડી લાવ્યાં ઘેર, મને કેમ વીસરે…… …રે આપણ તે દહાડાના જૂજવા, તને સાંભરે… …રે ફરીને મળિયા આજ, મને કેમ વીસરે…….. ..રે તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભરે… રે હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે….. રે મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રી હરિ પછી દરિદ્ર ખોવા દાસનું, સોમદ્રષ્ટિ શ્યામે કરી તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ચણા હતા. તે સુદામા ખાતા હતા. ખાવાનો અવાજ સાંભળી શ્રીકૃષ્ણે પૂછ્યું મિત્ર તું શું ખાય છે? સુદામાએ વિચાર્યું, ચણા ખાઉં છું એમ કહીશ તો થોડા આપવા પડશે. એટલે કહ્યું, હું કાંઈ ખાતો નથી. આ તો ઠંડીના લીધે દાંત કડકડ થાય છે. સુદામા ખોટું બોલ્યા. જે એકલો ખાય છે. તે દરિદ્રી થાય છે. સુદામા દરિદ્રી થયેલા. શ્રીકૃષ્ણ જાતે સુદામાની ચરણ સેવા કરે છે. રુક્મિણી વગેરે રાણીઓ આશ્ચર્યમાં પડી જાય છે. આવો પ્રેમ તો પતિદેવે બીજા કોઈ ઉપર બતાવ્યો નથી. બ્રાહ્મણ મહાભાગ્યશાળી છે.
