Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 198

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 198

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Bhagavat: કોઈ પણ મૂર્તિ રાખી, ભાવ અને પ્રેમપૂર્વક સેવા કરો. ચિત્રસ્વરૂપ કરતાં મૂર્તિસ્વરૂપ સારું છે. સેવા કરો, ત્યારે એવી
ભાવના રાખો કે આ સાક્ષાત્ પરમાત્મા છે. સેવાના આરંભમાં ધ્યાન કરો. સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો, સુંદર સિંહાસન બનાવો. ધ્યાન
સાથે ભાવના કરો કે ભગવાન વૈકુંઠમાંથી આવે છે, મારા ઘરમાં જે સેવ્ય સ્વરૂપ છે, તેમાં ભગવાન પ્રવેશ કરે છે. સેવામાં બેસો
ત્યારે કોઈ પણ આવે તેની સાથે બોલશો નહિ. દેહનું ભાન હોય તો નમસ્કાર કરજો. પરમાત્માથી કોઈ શ્રેષ્ઠ નથી. પરમાત્મા
સમાન કોઈ નથી તો શ્રેષ્ઠ તો કયાંથી હોય?

Join Our WhatsApp Community

સેવા એટલે સેવ્યમાં મનને પરોવી રાખવું તે, તમે શરીરને જેમ પ્રેમ કરો છો એવો ઠાકોરજીના ( Thakorji ) સ્વરૂપમાં પ્રેમ રાખજો,
પરમાત્માના અનંત ઉપકાર છે. પ્રભુએ અનેકવાર મારું રક્ષણ કર્યું છે. હું ભગવાનનો દાસાનુદાસ છું, સેવામાં દાસ્યભાવ મુખ્ય છે.
નાથ, તમારો નોકર છું, અધમ છું. પણ તમારો છું. દાસ્યભાવ હ્રદયને જલદી દીન બનાવે છે. સેવામાં દૈન્ય આવે તો હ્રદય જલદી
પીગળે છે, શ્રીકૃષ્ણ ( Sri Krishna ) સેવામાં હ્રદય ન પીગળે ત્યાં સુધી, સેવા સફળ થતી નથી. દાસ્યભાવ વગર સેવા ફળતી નથી. સેવા સ્નેહથી કરો. સમર્પણ ભાવથી કરો. મૂર્તિમાં ભગવતભાવ ન જાગે ત્યાં સુધી પ્રત્યેક પદાર્થમાં ઇશ્વરભાવ જાગશે નહીં. સેવા કરતાં નિષ્ઠા
રાખો કે આ તો પ્રત્યક્ષ ઈશ્વર છે.

કોઈ દિવસ પાપ થયું હોય અને સેવા કરો તો તે દિવસે પ્રભુ નારાજ થયેલા દેખાશે. જીવ પાપ કરે છે ત્યારે ઇશ્વરને દુ:ખ
થાય છે. પરમાત્માને પરિશ્રમ થાય છે. શુદ્ધ થઇ જાવ. મન મેલું હોય ત્યાં સુધી, સેવામાં આનંદ આવતો નથી. મનમાંથી
મલિનતાને કાઢી નાંખો.

સેવામાં કેવી ભાવના અને કેવી દૃઢતા જોઈએ એ બાબતમાં નામદેવ મહારાજના ( Namdev Maharaj ) ચરિત્રમાં કથા આવે છે. નામદેવ ત્રણ વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથની ( Vitthalanath ) પૂજા હતી. પિતાને બહારગામ જવાનું થયું, નામદેવને પૂજાનું કામ સોંપ્યું. પિતા સમજાવે છે. બેટા ઘરના માલિક વિઠ્ઠલનાથ છે. તેની સેવા કર્યા વગર ખાઈએ તો પાપ લાગે. નામદેવ પિતાજીને કહે છે, બાપુજી ઠાકોરજીની
સેવા કેમ કરવી તે મને બતાવો. પિતાજી કહે છે:-આ ઘરમાં જે કાંઈ છે તે આપણું નથી, વિઠ્ઠલનાથજીનું છે. સર્વના માલિક
વિઠ્ઠલનાથ છે. પ્રસાદરૂપે ગ્રહણ કરીએ તો દોષ લાગે નહિ. ઠાકોરજીને અર્પણ ન કરીએ તો પાપ લાગે. પિતાજી સમજાવે છે, બેટા
સવારમાં વહેલો ઉઠજે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૭

વેદાંતીઓ બ્રહ્મની વાત કરે છે. જીવ બ્રહ્મ છે. જીવ ભલે બ્રહ્મરૂપ હોય, પણ આજે તો તે દાસ છે. આજે હું દાસ છું.
પરમાત્મા મને અપનાવી, બ્રહ્મરૂપ બનાવે ત્યારે ખરું પણ આજે તો હું દાસ છું. દાસ્યભાવથી જીવન સુધરે છે. મરણ સુધરે છે.
ભાગવતમાં વાત્સલ્યભાવ, મધુરભાવ વગેરે અનેક ભાવનું વર્ણન કર્યું છે. પણ તે સર્વ ભાવ દાસ્યભાવ મિશ્રિત છે. દાસ્ય વગર
જીવની દયા ઈશ્વરને આવતી નથી.

બેટા! વહેલો ઉઠજે. સ્નાન કરી પવિત્ર થઇ, ભગવાનની પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરી ઠાકોરજીને
જગાડવા. ઉત્તિષ્ઠ ગાવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્યં મંગલં કુરુ ।
પણ તે પહેલાં ભોગસામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હ્રદયમાં પ્રેમભાવ જાગે એટલે ઠાકોરજીને ભૂખ લાગે છે.
ભગવાનના ધીરે ધીરે ચરણ પખાળવાં, તેમને દુ:ખ ન થાય. યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરો.
સ્નાન કરાવી ધીરે ધીરે ઝાંખી કરજે. ખૂબ સદ્ભાવથી સેવા કરવાની. પછી ભગવાનનો શ્રૃંગાર કરવાનો. પૂછવાનું, કયું
પીતાંબર લાવું? શ્રૃંગાર કરનારો સ્વરૂપ સાથે એક બને. પ્રભુએ આપ્યું હોય તો વાપરવામાં સંકોચ ન કરવો. જેવો આનંદ યોગીઓને
સમાધિમાં મળે છે તેવો આનંદ ભક્તને ઠાકોરજીના શૃંગારમાં મળે છે. ઉઘાડી આંખે સમાધિ જેવો આનંદ મળે છે. યોગીઓને
પ્રાણાયામ, પ્રત્યાહાર કરવા પડે છે. તેમ છતાં મન કોઈવાર દગો દે છે.

કનૈયાને વારંવાર પૂછશો તો કનૈયો બોલશે. એટલો સમય જગત ભૂલશો અને પરમાત્મામાં તન્મયતા થશે, તો આનંદ
થશે. શ્રૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો. દૂધ ધરવાનું. વિઠ્ઠલનાથ શરમાળ છે. વારંવાર પ્રાર્થના કરીએ તો ઠાકોરજી આરોગે
છે. પ્રાર્થના કરવી હે નાથ! તમને જરૂર નથી. પણ આરોગો એવી મારી ભાવના છે. અનેકવાર પ્રાર્થના કરશો તો ઠાકોરજી દૂધ લેશે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
Exit mobile version