Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૩

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 203

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 203

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Bhagavat:  એક એક ઈન્દ્રિયને પ્રેમથી પોતાનામાં ખેંચી લો. ગોપીઓને પરમાનંદનું દાન કરવા શ્રીકૃષ્ણની આ લીલા છે. ગોપીઓ
મારી લીલા સાંભળે. મારી લીલા જુએ અને જગતને ભૂલી જાય. ગોપીઓને મરતાં પહેલાં પરમાનંદનું દાન કર્યું છે, રાસલીલા એ
કામવિજય લીલા છે. શ્રીકૃષ્ણ ( Sri Krishna ) ભગવાનના કામદેવ ઉપરનો વિજય છે. જગતના સર્વ વિષયોને મન ભૂલે એટલે મનનો નિરોધ થાય, મનનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણલીલાનું ( Krishna Leela ) પ્રયોજન છે, કે મનુષ્ય કોઈ પણ રીતે જગતને ભૂલે અને કૃષ્ણલીલામાં તન્મય થાય. જેમ ગોપીઓ સર્વ લીલાઓનું શ્રવણ અને સ્મરણ કરતાં તન્મય થયેલી તેમ. નારાયણ ( Narayan ) અને નરબ્રહ્મ ( Nara Brahman ) એક થાય એટલે પરબ્રહ્મ ( Parabrahma)  પ્રગટ થાય. નામામૃતથી શું અશકય છે? નામામૃતથી શું નથી મળતું?

Join Our WhatsApp Community

શ્રીરામ ( Sri Ram ) રામ જપતાં સહુ કષ્ટ જાય, શ્રી રામ રામ ભજતાં શુભ સર્વ થાય.

શ્રી રામ રામ રસના રટજો સદાય. શ્રી રામ રામ મય વિશ્વ બંધું જણાય.

એટલે તો મીરાંબાઇએ ( Mirabai ) કહ્યું છે:-મેરો મન રામહી રામ રટે રે, રામનામ જપ લીજે પ્રાણી,કોટિક પાપ કટૈ રે. અને નામજપ-રામભજનમાં કોઇ સાધનની જરૂર પડતી નથી. મીરાંબાઈએ એક બીજા ભજનમાં કહ્યું છે મારી પાસે કાંઇ સાધન નથી. હું તદ્દન નિઃસાધન છું મારે તો તારું નામ જ શ્રેષ્ઠ છે.

ડંકો નામ સૂરતકી ડોરી કલિયાં પ્રેમ ચઢાઉં એ માય,
પ્રેમકો ઢોલ વણ્યો અતિભારી, મગનહોઈ ગુણ ગાઉં એ માય,
તન કરું તાલ મન કરું ઢપલી, સોતી સૂરત જગાઉં એ માય,
કીરતન કરું મૈં પ્રીતમ આગે; સો અમરાપુર પાઉં એ માય,
મોં અબલા પર કિરપા કીજો, ગુણ ગોવિંદકા ગાઉં એ માય,
મીરા કે પ્રાણ ગિરધર નાગર, રજ ચરણોંકી થાઉં એ માય,
રામ નામ મેરે મન બસિયો, રસ રસિયો રિઝાઉ એ માય,
રામ રસિયો રિઝાઉં એ માય.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

આ બે અમૃત મેં મફત આપ્યાં છે. આ બન્ને અમૃત શ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણનું નામ સ્વર્ગના અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગના
અમૃતનું દેવો પાન કરે છે, પરંતુ તેમને શાંતિ મળતી નથી. કથામૃતપાનથી વિષયો શાંત બને છે. નામામૃત, કથામૃતનું પાન કરો.
તે વગર પૈસે મળે છે. જ્યારે જ્યારે મનમાં પાપ આવે, આંખમાં વિકાર આવે, ત્યારે ત્યારે આ બે અમૃતનું પાન કરો. બે પ્રકારનાં
અમૃતનું-નામામૃત અને કથામૃતનું પાન કરો, તો વિષયો તમને નહિ પજવે. ભોગી મનુષ્ય કોઈ દિવસ યોગી થઈ શકે નહિ.
કળિકાળમાં મનુષ્ય ભોગી છે. તે યોગી થવા જશે તો તેને સફળતા જલદી મળશે નહીં. તેથી તેઓને માટે નામામૃત અને કથામૃત એ જ સરળ ઉપાય છે.આ બે પ્રકારના અમૃતનું પાન કરવાથી, સંસાર સુખરૂપ લાગે છે. સંસાર બ્રહ્મરૂપ ભાસે છે. અજ્ઞાનીને સંસાર દુઃખરૂપ લાગે છે. કારણ એની દ્દષ્ટિમાં વિકાર હોય છે. જ્ઞાનીને સંસાર સુખરૂપ છે. કારણ તેની દ્દષ્ટિ
બ્રહ્મમય થયેલી છે.

પ્રહલાદ ( Prahlad ) કહે છે:-નાથ! તમે બે અમૃત બનાવ્યાં છે. એ સાચું, પણ મને તેનો લાભ ક્યાં છે? હું જાણું છું કે ભગવાનનું
નામ તે જ કથામૃત છે. પણ મારું મન આ કથા-કીર્તનમાં સ્થિર થતું નથી.

કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન વગર કથા અપૂર્ણ છે. અતિશય પાપી હોય, તેને શ્રીકૃષ્ણ કીર્તન આનંદ
આપતો નથી. પાપ અને અભિમાનને દૂર કરવા કથામાં જવાનું છે. અભિમાન જેવો કોઇ દુશ્મન નથી. લગ્ન, મરણ, ભોજનમાં બદલી ચાલતી નથી. તેમાં બદલી નહિ ચાલે તો ભજનમાં પણ બદલી નહિ ચાલે. ભજન પણ
જાતે જ કરવું જોઈએ.

કેવળ જાણેલું નહીં, પણ જેટલું જીવનમાં ઉતારશો, તેટલું કામ આવશે. ભાગવત માનવને મર્યા પછી મુક્તિ આપતું
નથી, તે તો મરતાં પહેલાં માનવને મુક્તિ આપે છે. ઇન્દ્રિયોના સમુદાયને શુદ્ધ કરો. ગો-ઇન્દ્રિયો, કુળ-સમુદાય ઇન્દ્રિયો શુદ્ધ
થશે એટલે તમારું હ્રદય ગોકુળ બનશે અને તેમાં પરમાત્મા બિરાજશે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version