Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 212

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 212

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Bhagavat : એક શેઠે પોતાની વહીમાં લખેલું, ગંગા યમનાની ( Ganga Yamuna ) મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે. છોકરા દરિદ્ર થયા. તેઓએ વહીમાં પિતાજીના હાથનું આ લખાણ વાચ્યું. તેઓ વિચારવા લાગ્યા, આ રૂપિયા મળે કેવી રીતે? તેઓને કંઈ સમજણ પડતી નથી. જૂના મુનિમ ફરતા ફરતા ત્યાં આવ્યા. પુત્રોએ પૂછ્યું. આ વહીમાં જે લખેલું છે તેનો અર્થ શો? મુનિમે કહ્યું. તમારા ઘરમાં ગંગા-યમુના
નામની બે ગાયો છે. તે જે જગ્યાએ બાંધવામાં આવે છે તેની વચ્ચે આ રૂપિયા છે. આ દૃષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે
ગંગા-યમુના એ ઈંગલા પિંગલા બે નાડીઓ. તેની મધ્યમાં સુષુમ્ના નાડી હોય છે. કોઈ ગુરુ આ સુષુમ્ના નાડીને જાગ્રત ન કરી
આપે ત્યાં સુધી બ્રહ્મનાં ( Brahma )  દર્શન થતાં નથી. જ્ઞાનીઓ લલાટમાં તેજોમય બ્રહ્મનાં દર્શન કરે છે. વૈષ્ણવો ( Vaishnavas ) હ્રદયસિંહાસન ઉપર ચર્તુર્ભુજ નારાયણનાં (  Chaturbhuj Narayan ) દર્શન કરે છે. સાધુ થવું કઠણ નથી. સરળ થવું કઠણ છે.

Join Our WhatsApp Community

(૧૫) પંચમહાભૂતોમાં ઈશ્વરની ભાવના કરવી એ સર્વનો ધર્મ છે.

(૧૬) શ્રીકૃષ્ણ કથાનું ( Sri krishna story ) શ્રવણ કરવું એ સર્વનો ધર્મ છે.

(૧૭)શ્રીકૃષ્ણકીર્તન,સ્મરણ,સેવા,પૂજા,નમસ્કાર અને તેના પ્રતિ દાસ્ય,સખ્ય અને આત્મસમર્પણ, એ સર્વના ધર્મો
છે.

હું પરમાત્માનો છું, એવું સતત ચિંતન કરવાથી જીવને પરમાત્મા અપનાવે છે. સતત યાદ રાખો. ભગવાન એક ક્ષણ
મારાથી દૂર જતા નથી. ઈશ્વરને જે સાથે રાખે છે તે નિર્ભય બને છે. પરમાત્માને આત્મસમર્પણ કરવું એ સર્વનો ધર્મ છે. તે પછી
વિશિષ્ટ ધર્મો બતાવ્યા છે. (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય, (3) વૈશ્ય(૪) શૂદ્ર, આ ચારે વર્ણો ઈશ્વરના અંગમાંથી નીકળ્યા છે. આ
બધા, એક ઈશ્વરના સ્વરૂપમાં રહેલા છે, તેવી ભાવના રાખો. ચાર વર્ણ અને ચાર આશ્રમ બતાવ્યા છે. 
જેની દ્રષ્ટિ બ્રહ્મમય છે એવી અદ્વૈત નિષ્ઠા થયા પછી, તે ભેદભાવ ન રાખે તો ચાલે. શાસ્ત્રમાં હરિજનની ( Harijans )  કયાંય નિંદા કરી નથી. પણ સર્વ પોતપોતાના ધર્મ પાળે અને કર્તવ્ય નું પાલન કરે. બ્રાહ્મણના છ ધર્મો બતાવ્યા:- અઘ્યયન, અધ્યાપન, દાન લેવું, દાન આપવું, યજ્ઞ કરવો અને કરાવવો. ક્ષત્રિયોએ પ્રજાનું રક્ષણ કરવું, વૈશ્યોએ ગૌરક્ષા, કૃષિ અને વ્યાપાર દ્વારા પોતાની આજીવિકા ચલાવવી, શુદ્રોએ આ ત્રણ વર્ણની સેવા કરવી.

એ પછી સ્ત્રીઓના ધર્મનું વર્ણન કર્યું. સ્ત્રી પતિમાં ઈશ્વરનો ભાવ રાખે. સ્ત્રીને મુક્તિ જલદી મળે છે. સ્ત્રીનું હ્રદય
લાગણીપ્રધાન અને આર્દ્ર હોય છે. તે શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પ્રેમમાં જલદી પીગળે છે. સ્ત્રી પતિમાં ઈશ્વરની ભાવના રાખે. પતિવ્રતા સ્ત્રી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે દેવોને બાળક બનાવી શકે છે, સતી અનસૂયાની જેમ.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૧

તે પછી આશ્રમોના ધર્મો બતાવ્યા છે. ચાર આશ્રમ બતાવ્યા છે મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે. હાલના સંજોગો જોતાં

૨૩ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, ૨૪ થી ૪૦ વર્ષની ઉંમર સુધી ગૃહસ્થાશ્રમમાં રહે, ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર સુધી
વાનપ્રસ્થાશ્રમાં રહે અને ૫૦ વર્ષની ઉંમર પછી સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરે, બ્રહ્મચર્ય એ સરવાળો છે. ગૃહસ્થાશ્રમ એ બાદબાકી છે.
વાનપ્રસ્થાશ્રમમાં સંયમને વધારી ફરીથી શક્તિને વધારવાની છે. શક્તિનો ગુણાકાર કરવાનો છે. સંન્યાસાશ્રમ એટલે ભાગાકાર,
નૈષ્ઠિક બ્રહ્મચારી કાયમને માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે. વર્ણાશ્રમની મર્યાદાઓ ક્રમે ક્રમે જીવને ઈશ્વર પાસે લઈ જવાનાં
પગથિયા છે.

બ્રહ્મચારી ( Brahmachari ) મિતભાષી બને. વધારે ખાય એ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. બ્રહ્મચારીનો આહાર અતિ સાત્ત્વિક હોય.
જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે, તે ઈન્દ્રિયો ઉપર જરા પણ વિશ્વાસ ન રાખે. મોટા મોટા ઋષિઓ ભૂલા પડયા છે. તો
સાધારણની તો વાતજ શું? ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે જેણે બ્રહ્મચર્ય પાળવું તેણે સ્ત્રીનો સહવાસ ન રાખવો. આગળ
વ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિની કથા આવશે. કામાંધને વિવેક રહેતો નથી. માટે અતિ સાવધાન રહેવાની જરૂર છે. જ્ઞાનીને
પણ મોહ થાય છે. ડહાપણ આવે છે પણ કાયમ માટે ટકતું નથી. કામનું મૂળ સંકલ્પ છે. લૌકિક કામનાથી કામ વધે છે. અલૌકિક
કામનાથી કામ ઘટે છે. કામમાંથી ક્રોધનો જન્મ થાય છે. કામ એકાંતમાં પજવે છે. એકાંતમાં ખૂબ ભજન કરો. જગતમાં જેટલા
અનર્થો થયા છે, તે કામમાંથી થયા છે. કામ મરે તો કનૈયો દૂર નથી. મનુષ્ય જગતને જોવાની દૃષ્ટિ બદલે તો કામનો વિનાશ
થાય.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
Exit mobile version