Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૫

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 215

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 215

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

 

Join Our WhatsApp Community

Bhagavat : વિદ્વાનો કહે છે:-આ શરીર રથ છે. ઈન્દ્રિયો ( senses ) તેને જોડેલા ઘોડા છે. ઈન્દ્રિયોનું નિયંતા મન એ ઘોડાઓની લગામ છે. શબ્દાદિ વિષયો જુદા જુદા માર્ગો છે. બુદ્ધિ એ રથને હાંકનારો સારથિ છે.અને ચિત્ત એ રથને બાંધવાનું ઈશ્વરે સર્જેલું મોટું બંધન છે. દશ પ્રાણો એ રથની ધરી છે. ધર્મ-અધર્મ એ રથના બે પૈડાં છે. અહંકારી જીવ એ રથમાં બેસનારો છે. ૐ કાર એ જીવનું ધનુષ્ય છે. શુદ્ધ જીવ એનું બાણ છે. પરબ્રહ્મ એનું તાકવાનું નિશાન છે. રાગ, દ્વેષ, લોભ, શોક, મોહ, ભય, મદ, માન, અપમાન, અસૂયા, માયા, હિંસા, મત્સર, રજોગુણ, પ્રમાદ, ક્ષુધા અને નિદ્રા વગેરે શત્રુઓ છે.

આ મનુષ્ય શરીરરૂપી રથ જયાં સુધી પોતાને વશ છે અને ઈન્દ્રિય વગેરેથી બરાબર સશક્ત છે, તેટલામાં જ મનુષ્યે
ગુરુઓના ચરણોની સેવા કરી, તીક્ષ્ણ જ્ઞાનરૂપી તલવાર લઈ કેવળ શ્રીભગવાનનું બળ રાખીને રાગદ્વેષાદિ શત્રુઓને જીતવા અને
તે પછી શાંત થઈ સ્વાનંદરૂપી સ્વરાજયથી સંતુષ્ટ થવું જોઈએ. પછી શરીરરૂપી રથને પણ છોડી દેવો.

પરંતુ જો એમ ન કર્યું તો તે રથમાં બેઠેલા પ્રમાદી જીવને દુષ્ટ ઈન્દ્રિયરૂપી ઘોડાઓને બુદ્ધિરૂપી સારથી અવળે માર્ગે લઈ
જઈ, વિષયોરૂપી ચોરોની વચ્ચે લાવી મૂકે છે. જેથી તે ચોરો, ઘોડો અને સારથી સહિત જીવ રૂપી રથને અંધકારથી વ્યાપ્ત અને
મહાન મૃત્યુનો જેમાં ભય છે,એવા સંસાર રૂપી કુવામાં ફેંકે છે. માટે ગૃહસ્થે રોજ થોડો સમય પણ ભગવાનનું ધ્યાન ધરવું.
વેદમાં બે પ્રકારનાં કર્મો કહેલાં છે. પ્રવૃત્તિ કર્મથી, મોક્ષ મનુષ્ય સંસારમાં પાછો ફરે છે અને નિવૃત્તિ કર્મથી મોક્ષ મેળવે છે.
ગૃહસ્થ હું કમાઉં છું એવું અભિમાન ન રાખે, દ્રવ્ય મારું છે એવું અભિમાન ન રાખે, દ્રવ્ય સર્વનું છે. ગૃહસ્થ ભાવાદ્વૈત સિદ્ધ કરે, પતિ પત્ની સત્સંગ કરે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૪

એકાંતમાં બેસી હરિકીર્તન કરે, કીર્તનથી કલિનાં દોષનો વિનાશ થાય છે. અર્થને ધર્મથી ( religion ) કમાવે, મજામાં સાથ સૌ આપે

છે. સજા એકલા જીવાત્માને થાય છે.

સમાપ્તિમાં ધર્મરાજા ( Dharmaraja ) એ નારદજીની ( Naradji ) પૂજા કરી.

ઈતિ સપ્તમ: સ્કંધ: સમાપ્ત:

હરે રામ હરે રામ રામ રામ હરે હરે

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.

।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૬
Exit mobile version