Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 220

Bhagavat : Purpose of Bhagavat and its mahatmya. – Part – 220

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Bhagavat : ગજેન્દ્ર ( Gajendra ) આ પ્રમાણે દુ:ખથી આર્દ્ર બનીને, શ્રીહરિની સ્તુતિ કરે છે. મોટા મોટા મહાત્માઓ આ ગજેન્દ્રમોક્ષનો ( Gajendramoksha )  પાઠ કરે છે. કાળ પકડે છે, ત્યારે જીવ કેવો ગભરાય છે એમ વિચારી, ગજેન્દ્ર થઇ, આ ગજેન્દ્રમોક્ષનો પાઠ કરજો. ગજેન્દ્ર જેવા આર્દ્ર થઇ ગજેન્દ્રમોક્ષનો પાઠ કરશો તો અંતકાળ સુધરશે, સ્તુતિના એક એક શ્ર્લોકમાં દિવ્ય તેજ ભર્યું છે. આ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી અંતકાળમાં પરમાત્મા લેવા આવે છે.

Join Our WhatsApp Community

પ્રાતઃકાળમાં પવિત્ર થઇ જે કોઈ ગજેન્દ્રે ભગવાનની જે સ્તુતિ કરેલી તે સ્તુતિ કરશે તેની બુદ્ધિ અંતકાળે નિર્મળ રહેશે.
અંતકાળે તેને શ્રીહરિનું ( Srihari ) સ્મરણ રહેશે.

આ સ્તુતિનો પાઠ મનુષ્યને સંકટમાંથી મુક્ત કરે છે. આ સ્તુતિ દુષ્ટ સ્વપ્નના ફળનો નાશ કરનાર છે. આ સ્તુતિનો પાઠ
કરનારને ખરાબ સ્વપ્ન નહિ આવે.

આ જીવ અંતકાળમાં બહુ ગભરાય છે. જયારે તે અચેતન બને છે, ત્યારે યમદૂતો તેને બહાર કાઢે છે. અંતકાળે અતિશય
દુઃખ થાય છે. આવા સમયે ઈશ્વરનું સ્મરણ રહેવું, થવું મુશ્કેલ છે. ઇશ્વરની કૃપા હોય તો જ તે શકય છે. માટે ગર્જેન્દ્ર સ્તુતિનો
બને તો રોજ પાઠ કરવો. બને તો મત્સ્યાવતાર ચરિત્રનો પણ પાઠ કરજો. મધ્યરાત્રિએ રાસપંચાધ્યાયીનો ( Raspanchadhyayi) પાઠ કરશો તો પ્રભુ કૃપાથી કામ તમને પીડા આપી શકશે નહીં.

ગજેન્દ્ર પ્રાર્થના કરે છે. હવે તો જે શરીરનો નાશ ન થાય તેવું દિવ્ય શરીર મને આપો. યમુના મહારાણી કૃપા કરે છે, ત્યારે
અલૌકિક શરીરનું નૂતન તત્ત્વનું દાન કરે છે. નાથ કૃપા કરીને મને અવ્યય અવિનાશી તેજોમય શરીર પ્રાપ્ત થાય. 

નાથ! જલદી પધારો. હે ગાવિંદ! હે નારાયણ! આજે દીન થયો છું. કાળના પાશથી મને છોડાવો.

આ ગજરાજને બચાવવા તેની પાસે બ્રહ્મા ( Brahma ) આદિ કોઇ પણ દેવતા ન આવ્યા. ત્યારે પરમાત્માને ઉતાવળ થઇ. તે દોડતા
દોડતા આવ્યા, નિરાધારનો આધાર મારો દ્વારકાનાથ છે. યાદ કરો તો મારા ભગવાન અંતકાળે દોડતા આવે છે. ગજેન્દ્રે જોયું
ભગવાન દોડતા આવ્યા છે. તેણે સરોવરમાંથી એક કમલ ઊંચકી ભગવાનને અર્પણ કર્યું.

તુલસી અને કમળ પરમાત્માને અતિ પ્રિય છે. પરમાત્માની નાભિમાંથી કમળ નીકળ્યું છે. કમળ બ્રહ્માજીની સૃષ્ટિનું
નથી. તે કમળનો પ્રભુએ સ્વીકાર કર્યો. સુદર્શન ચક્રથી ભગવાને મગરને માર્યો. કાળનો નાશ જ્ઞાનચક્રથી થાય છે. એવું જ્ઞાન થાય
કે સર્વમાં ભગવાન દેખાય, જેને બ્રહ્મદૃષ્ટિ પ્રાપ્ત થાય છે તે જયાં જાય ત્યાં તેને પરમાત્માના દર્શન થાય છે. બ્રહ્મજ્ઞાની મળશે પણ
શુકદેવજીની જેવી બ્રહ્મદૃષ્ટિ રાખનારા ઓછા મળશે. આવા જ્ઞાનીને સંસાર બાધક થતો નથી. અજ્ઞાનીને સંસાર બાધક થાય છે.
જ્ઞાનીને નહિ. જ્ઞાનીને માટે જગત રહેતું નથી.

અજ્ઞાનની પકડમાંથી છૂટવાનું છે. સુદર્શનચક્રથી ભગવાને મગરને મારેલો એટલે કે, સુદર્શન ભગવાનનાં દર્શનથી કાળ
મરશે. સર્વમાં ભગવદ્ દર્શન તે જ સુદર્શન. કાળ જ્યારે પકડે છે ત્યારે તેની પકડમાંથી કાળના પણ કાળ-ભગવાન જ છોડાવી
શકે છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૯

કાળમગરનો સુદર્શનથી નાશ કર્યો. એનો બીજો અર્થ એ પણ થાય કે તમારી દૃષ્ટિ સુદર્શન થશે-સારી થશે એટલે કે

સર્વમાં તમને ભગવાન દેખાશે તો તમે કાળના મુખમાંથી છૂટી જશો. એટલે કે તમે કાળને પણ જીતી લેશો. એવા જ્ઞાની પુરુષનું
કાળ પણ શું કરી શકે? સર્વમાં જેને ભાગવતભાવ જાગ્યો એ કાળના મુખમાંથી છૂટી જાય છે.

સર્વમાં શ્રીકૃષ્ણનાં ( Shri Krishna ) દર્શન કરતાં દર્શન કરનારાને પોતાના સ્વરૂપમાં પણ શ્રીકૃષ્ણ દેખાય છે. તમારા સ્વરૂપમાં પણ
શ્રીકૃષ્ણનાં દર્શન કરો તો, કાળ મારી શકશે નહિ.

ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. તેમ જે જીવ ભગવાનને શરણે જાય તેનો ઉદ્ધાર થાય.

પૂર્વ જન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન ( Indradyumna ) નામનો રાજા હતો. રાજા ધ્યાનમાં બેઠો હતો ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. રાજા ઉઠીને
ઉભા થયા નહિ. મુનિને લાગ્યું રાજા મારું અપમાન કરે છે.

ભગવાન કરતાં પણ ભગવાનના ભક્તોને વધારે માન આપજો. પથ્થરની મૂર્તિમાં સદ્ભાવ રાખવાથી તે ચેતન થાય. તો,
ચેતનમાં સદ્ભાવ રાખવાથી ઈશ્વરની પ્રાપ્તિ કેમ ન થાય?

અગસ્ત્ય મુનિને ખોટું લાગ્યું. શાપ આપ્યો, તું જડ જેમ બેસી રહ્યો તેથી તને પશુ નો (જડનો) અવતાર મળો. પૂર્વ
જન્મમાં ગજેન્દ્રે ખૂબ ભજન કરેલું એટલે ગજેન્દ્ર યોનિમાં તેને પ્રભુ યાદ આવ્યા. જે જે સંસ્કાર મનમાં દૃઢ થાય તે તે સંસ્કાર બીજા
જન્મમાં અને અંતકાળે કામ આવશે. 
ઠાકોરજીના પહેલાં સ્વપ્નમાં અનુભવ થાય છે. ગોપાળસહસ્ર નામમાં ભગવાનનું એક નામ છે ભકતાનામ્ સ્વપ્નવર્ધનઃ

ગજેન્દ્રને સારૂપ્ય મુક્તિ આપી છે. પોતા જેવું સ્વરૂપ આપ્યું છે. ગજેન્દ્ર સ્તુતિનો ગજેન્દ્રની જેમ, દીન થઈને ભાવથી પાઠ કરજો. અંતકાળમાં ઠાકોરજી તમને પણ ગજેન્દ્રની જેમ લેવા આવશે.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version