Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 222

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 222

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Bhagavat :  સમુદ્રમાંથી પ્રથમ ઝેર નીકળ્યું. મનને સ્થિર રાખી પ્રભુ પાછળ પડશો એટલે ભગવાન પહેલું ઝેર આપશે. ઝેર સહન
કરશો એટલે અમૃત મળશે. મહાપુરુષોએ ઝેર પચાવ્યું. દુઃખ સહન કર્યું. એટલે તેમને અમૃત મળ્યું છે.

Join Our WhatsApp Community

જીવનપંથ શરૂ થાય એટલે પ્રથમ ઝેર મળશે. યુવાનીમાંથી મંથન શરૂ થાય છે. પહેલાં વિષયો મળશે. વિષયો ઝેર જેવા છે.
નિંદા અને કર્કશવાણી તે જ ઝેર છે. નિંદા અને નરક એક છે. નિંદારૂપી ઝેર સહન કરશો તો અમૃત મળશે. પ્રતિકૂળ
પરિસ્થિતિ એ ઝેર છે. ઝેર એ દુઃખ છે.

ઝેર ( Poison ) ની વાસ દૈત્યો અને દેવોથી સહન થતી નથી. પ્રભુએ આજ્ઞા કરી કે શંકરને ( Shankar ) ઝેર પચશે માટે તેમને બોલાવો. જેને માથે જ્ઞાનગંગા હોય તેને ઝેર પચે છે. આ સંસારનું ઝેર બધાને બાળે છે. પરંતુ જેના માથા ઉપર જ્ઞાનગંગા હોય તેને ઝેર બાળતું નથી.
શંકર ભગવાનની જેમ જ્ઞાનગંગાને માથે રાખશો તો ઝેર સહન થશે. શિવજીની પૂજા ઝેર સહન કરવાની શક્તિ આપે છે. શિવજી
જ્ઞાન આપે એટલે ઝેર સહન કરવાની શક્તિ મળે છે. નિંદા શબ્દરૂપ હોવાથી તેનો સંબંધ આકાશ સાથે છે. આત્મા સાથે નહિ એમ
માની નિંદા સહન કરો.

દેવોએ શિવજીને ઝેર પીવા પ્રાર્થના કરી. શિવજીએ પાર્વતીની આજ્ઞા માંગી. દેવી! હું ઝેર પી જાઉં? પાર્વતી કહે:-આ
લોકો સ્વાર્થી છે. તેમને તમારી પડી નથી. ઝેર પીવાથી તમને કંઈ થાય તો?

શિવજી બોલ્યા:-બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય.

બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે તે શિવ. પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે એ જીવ, બીજાનું સુધારવા જે
પોતાનું બગાડે એ શિવ, પોતાનું સુધારવા જે બીજાનું બગાડે એ જીવ. શિવજી ભગવતસ્મરણ ( Bhagwatsmaran ) કરતાં ઝેર પી ગયા.
ઝેર ગળામાં રાખવાનું હોય, પેટમાં ન ઉતારાય. કોઈને કડવા શબ્દો કહેવાની ઈચ્છા થાય એટલે ગળા સુધી આવતાવેંત
ગળા પાસે અટકાવી દેવાના, ઝેરને બહાર ન કઢાય. તેમ ઝેરને પેટમાં પણ ન ઉતારાય. નિંદાને ધ્યાનમાં ન લાવવી. કોઈએ દ્વેષ
કર્યો હોય તેને યાદ રાખવો નહિ. પેટમાં સંઘરી રાખવો નહિ.

કોઈ દિવસ ઝેરને પેટમાં રાખશો નહિ. કર્કશવાણી એ ઝેર છે. શિવજીએ ઝેર કંઠમાં રાખ્યું છે.

એક મહાત્મા કહેતા હતા,(ભાગવતમાં ( Bhagwad gita ) લખ્યું નથી), કે શિવજી ઝેર પીતા હતા. ત્યારે થોડું ઝેર નીચે પડચું. તે
કેટલાકની આંખોમાં અને કેટલાકના પેટમાં ગયું.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૧

ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. ભગવાનુ નામ ઝેરને અમૃત બનાવે છે. એટલે તો શિવજી ભગવાનનું
નામ દેતાં દેતાં ઝેર પી ગયા, સંસારમાં ઝેર પણ છે અને અમૃત પણ. ઝેરને પચાવે તેને અમૃત મળે છે. કૃષ્ણકીર્તન ( Krishnakirtan ) એ અમૃત છે. સોળમા વર્ષથી જીવનમાં મંથન શરૂ થાય છે. મનમાં વાસનાનું ઝેર ઉત્પન્ન થાય છે. તે વખતે મનને મંદરાચળ જેવું સ્થિર
કરો, તો તે મંથનમાંથી-સંસારમાંથી ભક્તિ અને જ્ઞાનરૂપી અમૃત નીકળશે. તે પીવાથી પછી મનુષ્ય મરતો નથી. તે અમર બને
છે. આ પ્રમાણે ભક્તિ જ્ઞાન જેને મળે, તેનું મરણ થતું નથી.

ભક્તતુકારામ, શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી , મીરાંબાઈ હજુ અમર છે, તેમને કોઇ ભૂલી શકતું નથી. તેમના નામો સર્વ
યાદ કરે છે.

ભગવાન ઝેર પહેલાં આપે છે અને પછી અમૃત આપે છે. ભગવાન પાછળ જે પડે છે તેની ભગવાન કસોટી કરે છે.
જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા. સાધુ પુરુષોનું વર્તન તેવું જ હોય છે. સજ્જન પુરુષ પોતાના પ્રાણનું બલિદાન
આપીને પણ પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, ત્યારે સંસારના પ્રાણીઓ મોહ માયાથી મોહિત થઇ પરસ્પર વેર રાખી રહ્યા છે.
પરોપકારી સજ્જન પ્રજાનું દુઃખ ટાળવા માટે પોતે દુઃખ સહન કરે છે. સર્વના માટે હું દુ:ખ સહન કરીશ પણ મારા માટે
કોઈને સહન કરવું ન પડે. સાધુ પુરુષો બીજા લોકોનાં દુ:ખથી દુ:ખી થાય છે, પરંતુ એ દુ:ખી નથી. આ સર્વના હ્રદયમાં બિરાજી
રહેલા પરમાત્માનું પરમ અરાધન છે. સાધુ પુરૂષો કેવા હોય છે તે તુલસીદાસની ( Tulsidas ) વાણીમાં જોઇએ.

સંત હ્રદય નવનીત સમાના । કહા કબિન્હ પરિ કહૈના જાના ।।
નિજ પરિતાપ દ્રવઇ નવનીતા । પરદુ:ખ દ્રવહિ સંત સુપુનીતા ।।

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version