Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 228

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 228

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

 

Join Our WhatsApp Community

Bhagavatજ્ઞાની પુરુષો આકારને જોતા નથી. જ્ઞાની પુરુષો સૃષ્ટિને નિર્વિકારભાવે જુએ છે આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. ગોરો-કાળો એવી ભેદબુદ્ધિ છે, ત્યાં સુધી વિકાર વાસના રહેશે. અદિતિ એ બ્રહ્મવૃત્તિ છે. બ્રહ્માકારવૃત્તિ થાય તો પરમાત્મા મળે છે.

સર્વમાં એક જ વસ્તુ છે. એકમાંથી અનેક થયા છે. સ્વપ્નમાં એકમાંથી અનેક થાય છે. તેવી રીતે જાગૃત અવસ્થામાં પણ
છે સર્વનાં મૂળમાં એક જ છે. તેથી સર્વમાં એકને નિહાળો. અદિતિને પતિમાં પણ પરમાત્માના દર્શન થયા હતાં. જે વસ્તુનું મન વારંવાર ચિંતન કરશે તેનો આકાર મનમાં સ્થિર થઇ જશે. વ્યાપારીનું મન દ્રવ્યાકાર થયેલું હોય છે. તેને સ્વપ્નમાં પણ રૂપિયા જ દેખાય છે. જેમ લોભીની ચિત્તવૃત્તિ દ્રવ્યાકાર થાય છે, તેમ ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનાકાર થાય છે. એક જ સ્વરૂપનું વારંવાર ધ્યાન કરો, સ્મરણ કરો, ચિંતન કરો. પૂજન સર્વ દેવોનું કરો, પણ ધ્યાન એક દેવનું જ કરો.

જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જાય ત્યાં પૈસાને જ જોશે. એક શેઠ કાશ્મીર ગયા હતા. ત્યાં પુષ્કળ ગુલાબના ફૂલ
જોયાં, શેઠના મનમાં દ્રવ્યનો ભાવ હતો. ગુલાબના ફૂલો જોયાં એટલે શેઠને થયું, અહીં ગુલકંદની ફેકટરી ખોલી હોય તો વેપાર
સારો ચાલે. શેઠના મનમાં એવો ભાવ જાગ્યો નહીં કે આ ફૂલમાં મારા શ્રીકૃષ્ણ ( Shri Krishna ) બિરાજે છે. પ્રભુ અવ્યકત રૂપે ફૂલમાં પ્રવેશ કરે છે તેથી સુગંધ છે. ઈશ્વર અવ્યકત રૂપે જળમાં, સ્થળમાં, પાતાળમાં રહેલા છે. તેથી સર્વ વસ્તુને ભગવદ્ભાવથી જુઓ, શેઠના મનમાં દ્રવ્ય નો ભાવ હતો. ગુલાબના ફૂલો જોયાં એટલે શેઠને થયૂં ગુલકંદની ફેકટરી ખોલી હોય તો વેપાર સારો ચાલે.

દ્રષ્ટિ ભગવતમય બનાવશો, તો દ્રષ્ટિ જયાં હશે ત્યાં ભગવાન દેખાશે. ગોપીની દ્રષ્ટિ પરમાત્મામાં જ હતી. તે જ્યાં જાય
ત્યાં તેને કનૈયો જ દેખાય છે. શ્રીકૃષ્ણ મથુરામાં બિરાજતા હતા. ત્યારે પણ ગોપીઓને શ્રીકૃષ્ણ ગોકુળમાં જ દેખાતા. ઉદ્ધવને કહે
છે. તું કોનો સંદેશો લાવ્યો છે? કનૈયો તો મારી સાથે જ છે, ને તું તેનો સંદેશો લાવ્યો છે? ગોપીઓની વૃત્તિ કૃષ્ણાકાર હતી.

જિત દેખો તિત શ્યામમઈ હૈ ।
શ્યામ કુંજ બન જમુના શ્યામા,શ્યામ ગગન ઘનઘટા છાઇ હૈ ।।
સબ રંગન મેં શ્યામ ભરો હૈં, લોગ કહત યહ બાત નઈ હૈ ।
નીલકંઠ કો કંઠ શ્યામ હૈ, મનો શ્યામતા ફૈલ ગઇ હૈ ।।

ગોપીઓને ( Gopi ) ખબર નથી કે શ્રીકૃષ્ણ એમને છોડીને ગયા છે. જ્યાં જાઉં ત્યાં કનૈયો મારી સાથે જ છે. આ ગોપીપ્રેમ છે. જીવને
બીક લાગે છે, કારણ કે તે ઇશ્વરના સાનિધ્યનો સતત અનુભવ કરતો નથી.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૭

બ્રહ્માકાર વૃત્તિ-અદિતિનો સંબંધ કશ્યપ સાથે થયો. કશ્યપ શબ્દનો અર્થ જુઓ. તે શબ્દને ઉલટાવો તો થશે પશ્યક.
ઉપનિષદમાં ‘ક’ નો અર્થ કર્યો છે ઇશ્વર. ‘ક’ એટલે ઇશ્વર અને ‘પશ્ય’ એટલે જોવું. સર્વમાં એક ઇશ્વરને જુએ તે કશ્યપ.
કશ્યપની વૃત્તિ બ્રહ્માકાર-બ્રહ્મમય બની, એટલે ભગવાનને પ્રગટ થવું પડયું.

ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, પણ સાધક છે,બાધક છે ગૃહાસક્તિ. ગૃહસ્થાશ્રમમાં ( homestead ) કામાસક્તિ, દ્રવ્યાસક્તિ,
વિષયાસક્તિ બાધક છે. સંસારની કોઈ વસ્તુમાં સાચુ સુખ નથી. સાચો આનંદ ફક્ત એક ઇશ્વર માં જ છે. સંસારમાં સાચું સુખ છે
એમ માનશો ત્યાં સુધી મન ભક્તિમાં લાગશે નહિ. સંસારના વિષયોમાં સાચું સુખ હોય તો બધું છોડી, મનુષ્યને નિંદ્રાની જરૂર શા
માટે લાગે? વિષયોનો ત્યાગ કરી મનુષ્યને નિંદ્રાની ઇચ્છા થાય છે, તે બતાવે છે કે વિષયોમાં સુખ નથી. જેમ અન્નનું સેવન રોજ
કરો છો, તેમ વારંવાર સત્સંગની જરુર છે.

જડ પ્રકૃતિ ઇશ્વરના પ્રકાશ વગર કાંઈ કરી શકતી નથી. ભગવાન ગીતામાં કહે છે:-

અજોડપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્ર્વરોડપિ સન્।
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા।। 

હું અવિનાશી સ્વરૂપ અજન્મા હોવા છતાં, સર્વ ભૂતપ્રાણીઓનો, ઈશ્વર હોવા છતાં, પોતાની પ્રકૃતિને આધીન રહીને,
યોગ માયાથી હું પ્રગટ થાઉં છું.

સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ આપે છે, પરંતુ તે દુઃખ દૂર નહિ કરી શકે. સર્વસ્ય ચાહમ્ હ્રદિ સન્નિવિષ્ટો ।

ઇશ્વર સર્વ અંતર્યામીરૂપે હ્રદયમાં બિરાજે છે, તેમ છતાં જીવ દુઃખી છે. કેવળ સ્વરૂપ ચૈતન્ય અજ્ઞાન, તેમજ દુઃખનું નિવારણ નહિ કરી શકે. પરંતુ બ્રહ્માકાર ( Brahmakar ) વૃત્તિ અજ્ઞાનનું તેમજ દુઃખ નિવારણ કરશે. અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર થશે ત્યારે વામનજી ભગવાન ( Vamanji Bhagwan ) પ્રગટ થશે. અદિતિએ પયોવ્રત કર્યું, રાત્રે અદિતિને સ્વપ્નમાં ચર્તુભુજ નારાયણના દર્શન ( Chartubhuja Narayana )  થયાં છે. સ્વપ્નમાં વંદન કરી, સ્તુતિ કરી, લક્ષ્મીપતિ જગતપતિ તત્ત્વદ્રષ્ટિથી મારા પણ આપ પતિ છો. ભગવાને કહ્યું, મારા ચર્તુભુજ સ્વરૂપને નિહાળશો અને ચર્તુભુજ સ્વરૂપનું સતત ધ્યાન પતિના શરીરમાં કરશો, તો હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ.

અદિતિ શબ્દ વેદમાં વારંવાર આવ્યો છે. અદિતિ એટલે અભેદબુદ્ધિ- ( celibacy ) બ્રહ્માકારવૃત્તિ. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરે
એટલે તે આકારનું સ્વરૂપ મનમાં ઠસી જાય છે. અદિતિ અને કશ્યપ નારાયણનું ઘ્યાન કરે છે. અદિતિ-કશ્યપની વૃત્તિ
નારાયણાકાર બની ગઇ, ત્યારે નારાયણ ( Narayan ) પધાર્યા. 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version