Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૧

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 231

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 231

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Bhagavat: એક ક્ષણ પણ ગાફેલ થશો નહિ. ગાફેલ થશો તો કામ છાતી ઉપર ચઢી બેસશે, જ્ઞાની જૈમિની ગાફેલ થયા. તારું લગ્ન
થયેલું છે કે નહિ એમ તે સ્ત્રીને પૂછવાની શી જરૂર હતી? પરોપકાર માટે ઋષિઓનો અવતાર હોય છે. તેમણે બીજી પંચાત કરવાની
શી જરૂર હતી?

Join Our WhatsApp Community

કામને કારણે મોટા મોટા જ્ઞાનીઓ ભૂલા પડયા, તો અપણા જેવા સાધારણ મનુષ્યોનું તો શું? તેથી તો ભર્તૃહરિએ કહ્યું
છે:-

વિશ્ર્વામિત્ર પરાશર પ્રભૃતયો વાતામ્બુપર્ણાશના
સ્તેડપિ સ્ત્રીમુખપઙ્કજં સુલલિત દૃષ્ટૈવ મોહં ગતા: ।
શાલ્યત્રં સધૃતં પયોદધિયુતં ભુઞ્જન્તિ યે માનવા:
તેષામિન્દ્રિયનિગ્રહોયદિભવેત્ વિન્ધ્યસ્તરેત્ સાગરમ્ ।।

કેવળ ઝાડનાં પાંદડાં અને જળ પીને નિર્વાહ કરનાર ઋષિઓને ( sages ) પણ કામે થપ્પડ મારી છે. તો લૂલીના લાડ કરનાર અને
સીનેમા ની છબીઓમાં નિત્ય નટીઓનાં દર્શન કરનાર આજના માનવી કહે કે તેણે કામને જીત્યો છે, તો તે વાત વાહિયાત છે.
જેને બ્રહ્મચર્ય ( celibacy ) પાળવું હોય તે પેટમાં અજીર્ણ ન થવા દે. વાલની દાળ, ભૂસું અને ભજીયા ખાનાર શું બ્રહ્મચર્ય પાળતો
હશે? શ્રીકૃષ્ણને ( Shri Krishna  )  દુર્બળતા ગમતી નથી. નરસિંહ મહેતા ( Narasimha Mehta) એ કહ્યું છેઃ- હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને. શ્રુતિ પણ કહે
છે:-નાયમાત્મા બલહીનેન લભ્ય: ।

માટે બ્રહ્મચર્યનું પાલન કરો. બળવાન બનો.

સ્ત્રીના મુખ કે કેશને તાકીને નિહાળશો નહિ. આંખમાં કે મનમાં વિકાર આવે તો સ્નાન કરી ગાયત્રી મંત્રનો ( Gayatri Mantra ) જપ કરવો.
મનરૂપી હાથને સત્કર્મરૂપી અંકુશ જ વશમાં રાખી શકે.

તે પછી વામનજી ભિક્ષા લેવા જાય છે. ૐ ભગવતિ ભિક્ષાંદેહિ. જગદંબા પાર્વતી માતા ભિક્ષા આપે છે. ગુરુજીને તે ભિક્ષા
અર્પણ કરી ગુરુજીએ કહ્યુ:-ભિક્ષા ઓછી લાવ્યો.

વામનજી મહારાજ ( Vamanji Maharaj ) કહે:-ગુરુજી! મને મોટો યજમાન બતાવો. વધારે ભિક્ષા લાવીશ.

ગુરુજીએ કહ્યું:-નર્મદા કિનારે બલિરાજા મોટો યજ્ઞ કરે છે તે વધારે ભિક્ષા આપશે ત્યાં તું જા.

વામનજી મહારાજે પ્રયાણ કર્યું. પગમાં પાવડી છે. હાથમાં કમંડલ છે, કેવળ લંગોટી પહેરી છે. બીજા હાથમાં છત્ર અને
દંડ છે. કમર ઉપર ગુંજાની મેખલા અને ગળામાં યજ્ઞોપવીત ધારણ કર્યું છે. બગલમાં મૃગચર્મ અને શિર પર જટા છે. મુખ ઉપર
બ્રહ્મતેજ છે.

બિલકુલ પરિચય ન હોય અને માથું નમે તો માનજો કે એ ઇશ્વરનો અંશ છે. પરિચય નથી છતાં વામનજીને રસ્તામાં સર્વ
નમસ્કાર કરે છે. વામનજી મહારાજ નર્મદાના કિનારે યજ્ઞસ્થળે આવ્યા. મોટા મોટા ઋષિઓ વિચાર કરે છે, કે આવો બ્રહ્મતેજસ્વી
જોયો નથી. બ્રહ્મતેજને કોઈ છુપાવી શકે નહિ. આ સૂર્ય નારાયણ તો ઉપરથી ઊતર્યા નથી ને? આ કોઈ બ્રાહ્મણકુમાર લાગે છે.
શંકર સ્વામીને પૂછવામાં આવ્યુ કે જગતમાં ભાગ્યશાળી કોણ?

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૦

શંકર સ્વામીએ ( Shankar Swamy ) જવાબ આપ્યો:-કૌપીનવંત: ખલુ ભાગ્યવન્ત: ।

જે લંગોટી પહેરે છે, જે જિતેન્દ્રિય છે, જે સદા સર્વદા પ્રભુ સાથે વાતો કરે છે. ઇશ્વરમાં જે રમે છે, તે મોટો ભાગ્યાશાળી
છે. પૈસા સાથે રમે, શરીર સાથે રમે એ ભાગ્યશાળી નથી.

બ્રાહ્મણો ( Brahmins ) વિચાર કરતા હતા તે સમયે, યજ્ઞમંડપમાં વામનજીએ પ્રવેશ કર્યો. યજ્ઞના પ્રધાન આચાર્ય શુક્રાચાર્ય ઊભા

થયા. આ કોઈ બ્રહ્મતેજસ્વી બ્રાહ્મણ છે. આ કોઇ મહાન લાગે છે. યજ્ઞના મહાન આચાર્ય શુક્રાચાર્યે તેમજ મોટા મોટા ઋષિઓએ
વામનજી મહારાજને માનપૂર્વક આવકાર્યા.

બ્રહ્મતેજથી બ્રાહ્મણોને માન મળે છે. બ્રાહ્મણોને જ્ઞાનથી માન મળે છે. ક્ષત્રિયોને બળથી માન મળે છે. વૈશ્યોને પૈસાથી
માન મળે છે. શેઠ કથામાં મોડા આવે તો પણ તેને આગળ આસન આપવામાં આવે છે. ભલેને શેઠે ગમે તેટલાં કાળાંધોળાં કર્યા
હોય. શેઠને નહીં, તેની લક્ષ્મીને માન છે. શૂદ્રોને વયથી માન મળે છે. શૂદ્રમાં મોટા તે ગણાય છે કે જે વયમાં મોટા છે.
ચારે વર્ણોની દિવાળી પણ અલગ અલગ છે. બળેવ એ બ્રાહ્મણની દિવાળી. ક્ષત્રિયની દિવાળી એ વિજયાદશમી. વૈશ્યોની
દિવાળી લક્ષ્મી પૂજન અને શૂદ્રોની દિવાળી હોળી ગણાય.

બ્રહ્મચારીનું સ્વાગત કર્યું છે. પધારો પધારો. બ્રાહ્મણો ઉઠીને ઊભા થયા છે. બલિરાજાની નજર ખેંચાય છે. આ કોણ
આવ્યું છે. મેં ઘણા બ્રાહ્મણોની સેવા કરી છે. પણ આવો કોઇ જોયો નથી. વામનજી મહારાજને ઘરની અંદર લઈ ગયા. સુંદર
સિંહાસન ઉપર વામનજીને બેસાડયાં. રાણીને કહ્યું મારે આમની પૂજા કરવી છે. પૂજાની તૈયારી કરો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૬
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૪
Exit mobile version