Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 236

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 236

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat

Join Our WhatsApp Community

ક્રીડાર્થમાત્મન ઈદં ત્રિજગત્કૃતં તે સ્વામ્યં તુ તત્ર કુધિયોડપર ઈશ કુર્યુ: ।
કર્તુ: પ્રભોસ્તવ કિમસ્યત આવહન્તિ ત્યક્તહ્નિયસ્ત્વદવરોપિતકર્તૃવાદા: ।। 

વામનજી ( Vamanji ) કહે છે:-તારા રાજ્યમાં મારા બે પગ સમાયા છે. ત્રીજો પગ ક્યાં મૂકું, તે મને બતાવ.
બલિરાજા ( Baliraja ) તો વિરાટરૂપ જોઈ ગભરાયા હતા. તે સમયે વિંધ્યાવલીએ કહ્યું:-આ સર્વ તમારી ક્રિયાભૂમિ છે. આ શરીર
ઉપર પણ જીવની સત્તા નથી, હકક નથી, તો સંપત્તી સંતતિ, ઉપર હક કયાંથી હોય? શરીર પણ માટીમાંથી બનેલું છે, શરીર પણ
મારું નહિ, તો સંપતિ મારી કયાંથી હોય? જીવ સમજે છે કે આ શરીરસંપત્તિ વગેરે મારું છે. વિંધ્યાવલી એ સત્ત્વગુણ છે.
ગીતાજીનો આરંભ, ધર્મ શબ્દથી કર્યો છે. ધર્મક્ષેત્રેમાં પહેલો શબ્દ ધર્મ. ગીતાજીની ( Bhagwad Gita ) સમાપ્તિ મમ શબ્દથી કરી છે. છેલ્લો
શબ્દ મમ. બે વચ્ચે ગીતા, મમ એટલે મારું. મમ-ધર્મ. ધર્મ એ જ મારો ધર્મ એટલે સત્કર્મ. મારે હાથે જેટલું સત્કર્મ કરું એટલું મારું. માત્ર સત્કર્મજ તારું છે. આ શરીર પણ તારું નથી. જીવની સાથે તેના હાથે જેટલું સત્કર્મ થયું હોય તેટલું જ સાથે આવે છે.

જેટલું સત્કર્મ કરો તેટલું જ તમારું.

ધૃતરાષ્ટ્રે કહ્યું કે-મામકા: આ મારા પુત્રો. એટલે ભગવાને એ બધાને માર્યા, ધૃતરાષ્ટ્ર ( Dhritarashtra ) બોલ્યો છે મામકા: પાન્ડવા: ।

અને અર્જુને ભગવાનને કહ્યું:-શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ હું તમારો છું તમારે શરણે આવ્યો છું. તો તેને ભગવાને
અપનાવવો પડયો. તેનો રથ હાંકયો –સારથિ બન્યા.

મનુષ્યને સમજ નથી કે પોતાનું શું છે, એટલે જ જગતમાં ખેંચતાણ થાય છે. પોતાનું શું છે એ મનુષ્ય સમજે તો તેના
ઘરમાં મારામારી થાય નહિ. દ્રવ્ય સિવાય બીજું સુખ છે કે નહીં તે મનુષ્ય જાણતો નથી. આત્માનંદ જેવી કોઈ વસ્તુ છે કે નહીં તે
મનુષ્ય જાણતો નથી.

તારે હાથે જેટલું સત્કર્મ કરે, એટલું જ તારું. આ જીવ કશાનો માલિક નથી. માલિક પ્રભુ છે. જીવ તો માત્ર મુનિમ છે. આ
શરીર ઉપર પણ જીવની સત્તા નથી. તો બીજા પદાર્થો ઉપર તો સત્તા કયાંથી હોય? યમરાજાનો હુકમ થાય એટલે, આ શરીર પણ
છોડવું પડે છે. દુનિયાના કાયદા ત્યાં કામ આવતા નથી. મૃત્યુ સમયે હું ઘણા વખતથી આમાં રહું છું તેમ કહેશો તે નહિ ચાલે. આ
શરીર પણ તમારું નથી. તન અને મનના માલિક પરમાત્મા છે, એ ભૂલશો નહિ. કોઈપણ વસ્તુ ઉપર જીવનો અધિકાર નથી.
માલિક ભગવાન છે, છતાં જીવ કહે છે મારું, મારું કહે છે તેને ભગવાન મારે છે. તારું, તારું કહે છે તો ભગવાન તારે છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૫

વિંધ્યાવલી ( Vindhyawali ) કહે છે:-નાથ, આ તમારી લીલા છે. નાથ, આપને કોઈ દાન આપી શકે નહી. મારા પતિ અભિમાનથી
બોલ્યા છે. મેં દાન આપ્યું છે, તમને કોઈ દાન આપી શકે નહીં. આપ સર્વસ્વના માલિક છો. વૈષ્ણવ સંપ્રદાયમાં તેથી તો દાનને
બદલે ભેટ કહે છે, એટલે કે ઈશ્વરનું જ ઇશ્વરને અર્પણ કરવાનું છે.

નાથ! મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ ગઈ છે. બલિમાં હજુ સૂક્ષ્મ અભિમાન રહી ગયું છે કે મેં બધું આપ્યું, તે દૂર
કરવા વિંધ્યાવલી પોતાના પતિદેવને કહે છે, ઠાકોરજીને પ્રણામ કરો. ભગવાનને કોણ આપી શકે? તેનું જ આપેલું આપવાનું છે.
આ શરીર હજુ બાકી છે. શરીર માટીમાંથી બનેલું છે. ભગવાનને કહો, ત્રીજો પગ મારે માથે પધરાવો.

મસ્તક બુદ્ધિપ્રધાન છે. બુદ્ધિમાં કામ રહેલો છે. ભગવાનનું ચરણ માથે આવે તો બુદ્ધિગત કામનો નાશ થાય છે. તન,
ધન અને મન ભગવાનને અર્પણ કરે, તેના માથે ભગવાન ચરણ પધરાવે છે. મસ્તકમાં સૂક્ષ્મ રીતે કામ રહેલો છે. પરમાત્માના ચરણ
અથવા હાથ આ મસ્તક ઉપર આવે તો સૂક્ષ્મ કામનો નાશ થાય છે. એટલે ગોપીઓ બોલી છે. શિરસિ ધેહિ નઃ શ્રીકરગ્રહમ્
ગોપીગીત

ગોપીઓ પણ ગોપીગીતમાં એ જ ભાવના કરે છે. અમારા મસ્તક ઉપર આપનો કરકમળ પધરાવો. ગોપી કોણ?

ગોપી=ઈન્દ્રિયૈ ભક્તિરસં પિબતિ સા ગોપી ।।
એક એક ઇન્દ્રિયથી ભગવતરસનું પાન કરે તે ગોપી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
Exit mobile version