Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૭

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 237

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 237

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat : ભગવાનને પ્રાર્થના કરો:-તમારાં ચરણ મારા મસ્તક ઉપર પધરાવો.

Join Our WhatsApp Community

બલિરાજા ( Baliraja ) બોલ્યા છે:-પદં તૃતીયં કુરુ શિર્ષ્ણિ મે નિજમ્ ।। 

મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ પધરાવો.

મસ્તકમાં બુદ્ધિ અને બુદ્ધિમાં કામ સૂક્ષ્મ રીતે રહેલો હોય છે તેથી તેના નાશ માટે બલિએ મસ્તક ઉપર ચરણ પધરાવવા
કહ્યું. એમ કરવાથી સકામ બુદ્ધિ નષ્ટ થાય છે.

જીવ અને ઈશ્વરના મિલનમાં વિઘ્ન કરનાર કામ છે.

મને બોલતા આવડયું નહિ. ક્ષમા કરો. આપ ખરેખર અમો અસુરોના પરોક્ષ ગુરુ છો. કેમકે અનેક રીતે મદાંધ થયેલા
અમોને મોટાઈથી પાડી અમારી આંખો આપે ખોલી છે.

એવામાં બલિરાજાના પિતામહ પ્રહલાદજી ( Prahladji )  ત્યાં આવી પહોંચ્યા. પ્રહલાદજી ભગવાનને કહે છે

ત્વયૈવ દત્તં પદમૈન્દ્રમૂર્જિતં હ્રતં તદેવાદ્ય તથૈવ શોભનમ્ ।
મન્યે મહાનસ્ય કૃતો હ્યનુગ્રહો વિભ્રંશિતો યચ્છ્રિય આત્મમોહનાત્ ।।

મારા પૌત્ર આ બલિને આપે ઈન્દ્રપદ આપેલું અને તે પાછું લઈ લીધું અને તેને લક્ષ્મીજીથી ( Lakshmiji ) ભ્રષ્ટ કર્યો. તે તો આપે એના
ઉપર મહાન અનુગ્રહ કર્યો છે. એમ હું માનું છું.

દાન આપનારમાં અભિમાન ન આવવું જોઈએ. જે વંદન કરે છે એ પ્રભુને બંધનમાં રાખે છે.

શરીર અર્પણ કરવાનું એટલે અહંકાર-હું પણું-અભિમાન અર્પણ કરવાનું. દાન આપનારો દીન ન બને, તો તે દાન
સફળ થતું નથી.

જ્યારે બલિરાજામાં દૈન્ય આવ્યું ત્યારે પરમાત્માનું હ્રદય પીગળ્યું, બલિરાજાને કહ્યું, તેં મને સર્વસ્વનું દાન આપ્યું,
એટલે હું તારો ઋણી થયો છું. દૈન્ય આવ્યું એટલે પરમાત્મા ઋણી થયા.

સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રને આપ્યું,પણ પાતાળનું રાજ્ય તને આપું છું. આજથી હું તારા પ્રત્યેક દ્વારે પહેરો ભરીશ.
બલિરાજાના કાનમાં ઇશ્વર, આંખમાં ઈશ્વર છે. બલિરાજા કહે છે, સ્વર્ગના રાજ્ય કરતાં આ સુતળપાતાળનું રાજ્ય સારું છે. અહીં
ભગવાનનું સતત સાન્નિધ્ય છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૬

આ ચરિત્રમાં થોડું રહસ્ય છે. બલિ એ જીવાત્મા છે. વામન એ પરમાત્મા છે.

બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય ( Shukracharya ) એટલે કે જે શુક્રની સેવા કરે છે, વીર્યનું રક્ષણ કરે છે, જે સંયમી છે, જે બ્રહ્મચર્ય ( celibacy ) પાળે છે, તેને કોઈ મારી શકતું નથી. બલિરાજાને કોઈ મારી શકે નહિ. વામન ભગવાન પણ બલિરાજાને મારતા નથી. કંસ વગેરેને માર્યા
પણ બલિને મારતા નથી. બલિ નિષ્પાપ છે. શુક્રાચાર્યની સેવા કરે છે, તે સદાચારી છે. ભક્ત શુક્રની સેવા કરી બલિ બને, ત્યારે
ભગવાન આંગણે આવે છે. તમે બલિ થશો તો ભગવાન તમારા આંગણે આવશે. બલિ બળવાન છે. બળવાન જ ભગવાનને માર્ગે
જઈ શકે છે.

પરંતુ બળવાન કોણ? જે અંદરના શત્રુઓને મારે તે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરને મારે તે.
જીવાત્મા બલિ ખૂબ બળવાન બને તો પરમાત્મા તેને ત્યાં આવે છે. શરીરબળ, બુદ્ધિબળ, જ્ઞાનબળ કરતાં પ્રેમબળ
સર્વથી શ્રેષ્ઠ છે. પ્રેમબળ આગળ બીજાં બળ ગૌણ છે. બલિ તે જ છે જે, એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે. સર્વ બળ કરતાં પ્રેમ
બળ અતિ શ્રેષ્ઠ હોવાથી પરમાત્મા સાથે જ પ્રેમ કરો. દ્રવ્યબળ કે જ્ઞાનબળથી પરમાત્માને જીતી શકાય નહિ. પ્રેમબળથી
પરમાત્માને જીતી શકાય છે. પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે, તો જગતના પદાર્થો સાથેનો પ્રેમ છોડવો પડશે. પરમાત્મા સાથે પ્રેમ
ત્યારે થાય કે, જ્યારે જીવ જગતના પદાર્થો સાથેનો પ્રેમ છોડે. પરમાત્મા સાથે પ્રેમ કરશો અને સંયમને વધારશો એટલે તમે બલિ
થશો. અને ત્યારે વામનરૂપે ભગવાન તમારે ત્યાં આવશે. માગતા ભગવાનને સંકોચ થયો, તેથી વામન થઈને આવ્યા.જીવ
પ્રેમબળ વધારે તો ભગવાન દુર્બળ થઈને આંગણે આવે છે.

એક માજી કથા સાંભળવા નીકળ્યાં. તેનો બાળક રડવા માંડે છે. મા બાળકને રમકડાં આપે છે. છતાં બાળક છાનો રહેતો
નથી. માજીનાં કપડાં ખેંચે છે. બાળકને રડતો મૂકી, માતા કથા સાંભળવા જતી નથી. બાળકના પ્રેમ આગળ માજી દુર્બળ છે.
આગળ જતાં છોકરો મોટો થતાં પરણે એટલે, માનો પ્રેમ ભૂલી જાય છે. મોટો થયા પછી છોકરાનો પ્રેમ વિસરાય છે. એટલે હવે
છોકરો કથામાં જવા ના કહેશે તો મા તેનું માનશે નહિ. હવે મારા પર તને પહેલાં જેટલો પ્રેમ નથી. બાળક હોય ત્યારે બાળકનો
સોળ આની પ્રેમ માતા પર હોય છે. તમે પ્રેમબળ વધારશો, તમે બલિ થશો, તો પરમાત્મા તમારા આંગણે આવશે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૬
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૪
Exit mobile version