પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: અંબરીષ રાજા ( Ambarish Raja ) મહાન ભક્ત હતા. તેમનું મન શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ભગવાનનાં ચરણકમળમાં, વાણી ભગવદ્ગુણોનું વર્ણન કરવામાં, હાથ હરિમંદિરને સાફસૂફ કરવામાં, પગ ભગવાનના ક્ષેત્ર આદિની પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં, અને નેત્રો મુકુંદ ભગવાનની મૂર્તિઓનાં દર્શન કરવામાં વ્યસ્ત રહેતાં. મસ્તકથી તેઓ ભગવાન શ્રીકૃષ્ણને વંદન કર્યા કરતા. ભગવાનની સેવામાં શરીરને ઘસે છે, તેનું દેહાભિમાન ઓછું થાય છે.
ભક્તિમાર્ગમાં ધન મુખ્ય નથી. મન મુખ્ય છે. સેવાનો અર્થ છે સેવ્ય. શ્રીકૃષ્ણમાં મનને પરોવી રાખવું. સેવાનો સંબંધ
મન સાથે છે. શરીરથી જે ક્રિયા કરો, તેને મનનો સહકાર ન મળે તો તે વ્યર્થ છે. અંબરીષની સેવાનો ક્રમ બતાવ્યો છે. સેવાની
શરુઆત મનથી થાય છે. મન સૂક્ષ્મ છે. તે એકી સાથે જગત અને ઈશ્વર સાથે સંબંધ રાખી શકે નહિ. મનને મનાવો તો તે માને
છે. બીજા કોઈ ઉપદેશ કરશે, તો અસર થશે નહીં. તમે પોતે મનને સમજાવશો તો અસર થશે. તમારા મનને બીજો કોણ
સમજાવશે?
અંબરીષ રાજાના ઈષ્ટદેવ ( Ishtadev ) દ્વારકાનાથ ( Dwarkanath ) છે. રાજા હતા છતાં સેવા જાતે કરે છે. ઘરમાં અનેક નોકરો હતા. પણ ઠાકોરજીનો હું દાસ છું. તેમની સેવા મારે જાતે કરવી જોઇએ. ઘરમાં અંબરીષ સન્યાસીના જેવું જીવન ગાળે છે, તેથી શ્રી શુકદેવજી અંબરીષની
કથા કરે છે.
દાસ્યભાવ સેવામાં મુખ્ય છે. જે ભોજન કરે, તેનું પેટ ભરાય છે. ભજન કરે, જે સેવા કરે તેને ફળ મળે છે. ચાર વસ્તુમાં
બદલી નહીં ચાલે, ભોજનમાં બદલી નહીં ચાલે, મરણમાં બદલી નહીં ચાલે, પરણવામાં બદલી ચાલતી નથી અને ઠાકોરજીની સેવામાં બદલી
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૫
ચાલતી નથી. અંબરીષ ચક્રવર્તી સાર્વભૌમ રાજા છે, છતાં ભગવાનની સેવા જાતે કરે છે. ઠાકોરજીના ( Thakorji ) મંદિરમાં બુહારીની સેવા જાતે કરે. વૈષ્ણવોના ( Vaishnav ) ચરણની રજ મંદિરમાં પડતી હોવાથી બુહારીથી વૈષ્ણવની ચરણરજ મળે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે અંબરીષ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે, ઉઘાડા પગે અને ચાલતા જાય છે. અંબરીષ રાજા જેવી ભક્તિ તો આપણાથી થાય નહિ, પણ
તેનું થોડુંક તો અનુકરણ કરવું જોઈએ.
એકવાર તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવા માટે એક વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનો નિશ્ર્ચય કર્યો.
ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે (૨)
મારે એકાદશી નું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિ નું ધરવું છે
મારે વ્રજ ભૂમિ માં જઈ વસવું છે……ધન્ય એકાદશી.
મારે એકાદશી નું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવન ને પ્યારું છે
એ તો પ્રભુ પદ માં લઈ જનારું છે…. ધન્ય એકાદશી.
મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજી માં નાહવું છે
મારે ભવસાગર તરી જાવું છે ……….. ધન્ય એકાદશી.
જેણે એકાદશી ના વ્રત કીધા છે, તેના પાંચ પદાર્થ સીધા છે
તેને પ્રભુ એ પોતાના કરી લીધા છે….. ધન્ય એકાદશી.
મારે દ્વારિકા પુરી માં જાવું છે, મારે ગોમતીજી માં નાહવું છે
મારે રણછોડ રાય ને નીરખવા છે……. ધન્ય એકાદશી.
