Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૫

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 255

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 255

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavatભગવાન શંકર ( Lord Shankar ) રામાયણના ( Ramayana ) આચાર્ય છે. શિવજી જગતને બતાવે છે કે ઝેર પી ગયો પણ રામનામના પ્રતાપથી એમને કાંઈ થયું નહિ. જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે. જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રીરામ, શ્રીરામ બોલો. રામ, રામ બોલવાથી તાળવામાંથી અમૃત ઝરે છે, તેથી તે ઝેર ત્રાસ આપી શકતું નથી.

Join Our WhatsApp Community

શંકરજી રામનું નામ લઇ ઝેર પી ગયા, તે ઝેર પણ અમૃત બન્યું. સંસારમાં પણ નિંદા, વ્યાધિ વગેરે ઝેર છે. સંસારનું ઝેર
બાળવા આવે, ત્યારે રામ નામનો જપ કરજો. જયારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય, ત્યારે પંદર મિનિટ શ્રીરામ, શ્રીરામ એમ જપ
કરો. સ્મશાનમાં પણ શિવજીને શાંતિ છે.

સ્મશાનેષ્વાક્રીડા સ્મરહર પિશાચા: સહચરા શ્ર્ચિતાભસ્માલેપ: સ્રગપિ નૃકરોટીપરિકર: ।

અમઙ્ગલ્યં શીલં તવભવતું નામૈવમખિલં તથાડપિ સ્મર્તૃણાં વરદ પરમં મઙ્ગલમસિ ।।

ભગવાન શિવ રામનામામૃતનું નિત્ય પાન કરે છે. શિવજી કહે છે, હું રામજીની કથા કરું છું પણ રામજી કેવા છે તે હજુ હું
જાણતો નથી. શિવજીનો આ વિનય છે. જે જાણે છે, પણ કાંઇ જાણતો નથી એમ સમજી જપ કરે છે, તે જ કંઇક જાણે છે.
અયોધ્યામાં ( Ayodhya ) રઘુનાથજીનું ( Raghunathji ) પ્રાગટય થયું છે. લક્ષ્મણ-ભરત-શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે. ચાર બાળકો કૌશલ્યાના આંગણામાં રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થાય છે.

રામચંદ્રજીએ ( Ramachandraji ) રમતગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભવ્યાં નથી. રમતમાં પણ તેમણે કોઈ દિવસ જીત લીધી નથી. તેમણે માનેલું કે મારા નાનાભાઈની જીત એ, મારી જીત છે. ભાઈઓ સાથે રમે ત્યારે વિચારે લક્ષ્મણ-ભરતની હાર થાય તો
તેઓને દુ:ખ થશે, એટલે પોતે હાર સ્વીકારે. રમતમાં પણ રામજીએ ભરતનું દિલ દુભવ્યું નથી. ભરતની આંખમાં આંસુ આવે તે
રામજીથી સહન થતું નથી.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૪

લોકો રામાયણ વાંચે છે, પણ મિલ્કત માટે કે પૈસા માટે, સગા ભાઈ ઉપર દાવો કરે છે. કોર્ટે જાય છે. મોટા ભાઈ રામ
બને તો, નાના ભાઈ ભરત, લક્ષ્મણ જેવા થશે. જો મોટો ભાઈ રામ બને અને નાનો ભાઈ ભરત બને, તો આજે પણ જગત
અયોધ્યા બની જાય. આજે પણ રામરાજ્ય થાય. ભરતને મળેલું રાજ્ય તેમણે છોડી દીધું છે. મોટાભાઇ અયોધ્યામાં નથી, એટલે
ભરત મહેલમાં રહી તપ કરે છે. ભરતજીની તપશ્ર્ચર્યાના મહાપુરુષોએ બહુ વખાણ કર્યા છે.

ભારતભૂમિ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કરશો, તેવું ફળ મળશે. તમે બીજા માટે જેવો ભાવ રાખો છો, તેવો ભાવ
બીજા તમારા માટે રાખશે. અભિમાન મૂર્ખાઓને ત્રાસ આપતું નથી. પણ જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને અભિમાન પજવે
છે. માન પાછળ અભિમાન ઊભું છે. વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનને અમાની માનદો કહ્યા છે. ભગવાન સ્વયં અમાની છે અને
બીજાને માન આપે છે. ભરતજી કૈકેયીને કહે છે. મા! મોટાભાઈ સમર્થ છે, પણ મને માન આપે છે. રામજીએ બાળલીલામાં પણ
મર્યાદાનો ભંગ કર્યો નથી. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય તેને કોઈમાં ઈશ્વર દેખાવાનો નથી.

રામજીની બાળલીલા સરળ છે. મા પાસે પણ કાંઈ માંગતા નથી. એવા ભોળા રામ છે. રામજીએ માતાને કોઈ દિવસ
પજવ્યાં નથી. કનૈયાએ વિચાર કર્યો, રામાવતારમાં મેં મર્યાદાનું પાલન બહુ કર્યું, એટલે દુ:ખી થયો. હવે શ્રીકૃષ્ણાવતારમાં
મર્યાદાનું પાલન નહીં કરું. કનૈયો માને પણ પજવે છે. મા તું મને છોડીને જઈશ નહીં. કનૈયો તો માતાને કહે છે કે તું ઘરકામ
છોડી, મને રમાડયા કર. યશોદા, બુદ્ધિ ઇશ્વરથી દૂર જાય તો દુ:ખી થાય, તેથી કનૈયો માતાને કહે છે તું મને ખોળામાં રાખી
રમાડયા કર. મને છોડીને જઇશ નહીં. યશોદાને-બુદ્ધિને શ્રીકૃષ્ણ કહે છે કે આખો દિવસ મને જ રમાડજે.
રામચંદ્રજીનો અવતાર મર્યાદા-પુરુષોત્તમનો છે. શ્રીકૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ છે. રામજીની લીલામાં મર્યાદા છે.
શ્રીકૃષ્ણલીલામાં પ્રેમ છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૯
Exit mobile version