Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 256

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 256

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  કનૈયો કહે છે:-રામાવતારમાં ( Rama Avatar ) બહુ મર્યાદાઓ પાળી. સરળ રહ્યો પણ જગતે મારી કદર કરી નહીં. એક પત્નીવ્રત પાળ્યું તો પણ જગતે મારી નિંદા કરી. આ શ્રીકૃષ્ણાવતારમાં ( Shri Krishna Avatar ) મેં મર્યાદાઓ ખીંટીએ મૂકી દીધી છે. હવે પુષ્ટિ પુરુષોત્તમ છું. જીવ મારી પાસે આવે તો દરેક જીવને અપનાવવા હું તૈયાર છું, હવે શ્રીકૃષ્ણાવતારમાં દરવાજા ખુલ્લા છે. જેને આવવું હોય તે આવે. ઈશ્વર જેને બાંધે, અપનાવે, તે જીવ માયામાં તણાય તો પણ ભગવાન તેને બચાવે છે, તેનું રક્ષણ કરે છે.

Join Our WhatsApp Community

શ્રીકૃષ્ણની ( Shri Krishna ) બાળલીલા જુદી છે. એક ગોપી કનૈયાને માખણ ચોરતાં પકડે છે. કનૈયો કહે:-છોડ, તારા પતિના સોગન.
તારા બાપના સોગન ગોપી કહે:-હું તને બાંધીશ. કનૈયાને થાંભલા પાસે ઉભો કરી, પેટ પાસેથી દોરીથી બાંધ્યો. ગોપી લાલાને
પૂછે છેઃ-તને કાંઈ ત્રાસ થાય છે? કનૈયો રડવાનો ઢોંગ કરે છે. કહે છે મને બહુ દુ:ખ થાય છે. દોરી જરા ઢીલી કર. ગોપી વિચારે
છે, લાલાને દોરીથી મક્કમ રીતે બાંધવો ઠીક નથી. મારા લાલાને દુ:ખ થાય, ગોપી સહેજ દોરી ઢીલી કરે છે. બંધન ઢીલું થતાં
કનૈયો છટકી જાય છે, ગોપીને કહે છે, બે છોકરાંની મા થઇ છતાં તને બાંધતાં આવડયું નહિ.

શ્રીકૃષ્ણ ગોપીને બાંધે છે. મનથી શ્રીકૃષ્ણનો સ્પર્શ કરો તો હ્રદય પીગળે છે. ત્યારે પ્રત્યક્ષ શ્રીઅંગનો સ્પર્શ થાય, ત્યારે
કેટલો આનંદ થતો હશે. ગોપીનો બ્રહ્મસંબંધ થયો, કનૈયા તેં મને ખરેખર બાંધી દીધી. કનૈયા, મને છોડ, છોડ, કનૈયો કહે મને
છોડતાં આવડતું નથી. પરમાત્મા જેને બાંધે છે તેને કોઈ દિવસ છોડતાં નથી. તે જીવને તે પોતાની પાસે જ રાખે છે. ઈશ્વર જલદી
કોઈને બાંધે નહિ. અને એકવાર બાંધે પછી છોડે નહીં. જીવ તો બાંધ્યા પછી પણ છોડે છે. જીવ તો સ્વાર્થથી જ સંબંધ રાખે છે
અને સ્વાર્થ પૂરો થતાં સંબંધ પણ પૂરો થાય છે પણ ઈશ્વર એકવાર બાંધ્યા પછી, છોડતા નથી.

પ્રેમ માગશો નહીં. પ્રેમ બીજાને આપજો. સર્વ સાથે પ્રેમ કરનાર સર્વેશ્વરને ગમે છે. વિકાર, વાસના,સ્વાર્થ આવે ત્યારે પ્રેમ ખંડિત
થાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો, કોઇ દિવસ દુ:ખી થતો નથી.

કૃષ્ણલીલામાં શુદ્ધ પ્રેમ છે. રામજીની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. શ્રીકૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદાનું
પાલન કરે છે.

લાલો ઊભો રહે તો પણ વાંકો. તેથી તેને બાંકેબિહારી કહે છે. શ્રીકૃષ્ણ વાંકા સાથે વાંકા છે.
શ્રીકૃષ્ણ તો:- યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી,

બાળક સાથે બાળક, સંન્યાસી સાથે સંન્યાસી છે.

શ્રીકૃષ્ણઃ- જગત અસત્ય છે, એમ ત્યારે કહ્યું કે જ્યારે સોનાની દ્વારકા ડૂબતી હતી. શુકદેવજી ( Shukdevji ) કે જેની લંગોટી પણ છૂટી
ગઈ છે, તેવા મહાત્મા પણ શ્રીકૃષ્ણ લીલામાં પાગલ બને છે. શ્રીકૃષ્ણની બાળલીલા એવી દિવ્ય છે કે શુકદેવજી જેવા પણ તેનું
વર્ણન કરતાં પાગલ બને છે. મહાયોગીઓ હસતા નથી, એટલે એમને રડવાનો પ્રસંગ આવતો નથી. મહાયોગીઓને પણ
શ્રીકૃષ્ણલીલામાં આનંદ આવે છે. શ્રીકૃષ્ણ ભોગી નથી, મહાયોગી છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૫

ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. રામજીમાં બે કળા ઓછી છે એમ ન માનો. બન્ને અવતાર પરિપૂર્ણ છે. શ્રીકૃષ્ણ પુષ્ટિનો-
પ્રેમનો આનંદ બતાવે છે.

રામચંદ્રજીની બાળલીલા ઓછી છે. તે પછી રામચંદ્રજી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા. સંસાર માયા છે. એ
માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડે છે. કોઈ સદ્ગુરુનો અનુગ્રહ ન થાય, ત્યાં સુધી મન કાયમને માટે પવિત્ર થતું
નથી. સંસારમાં આવ્યા પછી સ્વરૂપ વિસ્મરણ થાય છે. સંસારમાં આવ્યા પછી પરમાત્માને પણ ગુરુની જરૂર પડી છે. શ્રીરામ એ
પરમાત્મા છે. તેને માયાનો સ્પર્શ થાય નહીં. છતાં જગતને આદર્શ બતાવવા ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા, અને ગુરુજીની
સેવા કરી. વિદ્યાભ્યાસ કરીને આવ્યા.

રામચંદ્રજી સોળ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી તેમને વૈરાગ્ય થયો. વૈરાગ્ય દૂર કરવા
માટે વશિષ્ઠજીએ યોગવશિષ્ઠ મહારામાયણ ( Maharamayana ) દ્વારા શ્રી રામ ને આપેલો ઉપદેશ કર્યો. યોગવશિષ્ઠ રામાયણનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે તો દરકે ત્રણ ચાર વખત વાંચવું જોઈએ. ભલે બીજું ન વાંચો. વશિષ્ઠજી ઉપદેશ કરે છે:-વૈરાગ્ય અંદર રાખજે. પ્રારબ્ધ
ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું
નથી, પણ ઘરની વસ્તુમાં રહેલી આસક્તિ બાધક થાય છે.

રાજમહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાનાં છોડી દો, તો પણ લંગોટીની જરૂર પડશે. સારું
ખાવાનું છોડી દો, તો પણ કંદમૂળ તો ખાવાં પડશે. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ,લોભ, આસક્તિ વગેરે છોડવાનાં
છે.
વૈરાગ્ય અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહિ, સાધુ થવાની જરૂર નથી. સરળ થવાની જરૂર છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૯
Exit mobile version