Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 262

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 262

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavatલક્ષ્મણ ( Lakshman ) રામજીની ( Ram ) ચરણ સેવા કરે છે. લક્ષ્મણે મનમાં વિચાર કર્યો, આ ચરણની સેવા આવતી કાલથી, મને મળશે કે કેમ? આવતી કાલે મોટાભાઈનાં લગ્ન થશે. ચરણ સેવા કરવાનો અધિકાર ભાભીનો થશે. આજે સેવા કરવાનો છેલ્લો દિવસ છે.

Join Our WhatsApp Community

કાલથી મારી સેવા જશે. રામજીની સેવા ન કરું ત્યાં સુધી મને ચેન પડતું નથી. સેવા અને સ્મરણ વગર ચેન ન પડે તે ( Vaishnav ) વૈષ્ણવ.
સેવા અને સ્મરણ માટે જ જે જીવે છે તે વૈષ્ણવ છે. મને સેવા નહી મળે. આ વિચાર મનમાં આવતાં જ અતિશય દુ:ખ થયું.
લક્ષ્મણ બહુ અકળાયા, તે વખતે લક્ષ્મણનું હ્રદય બહુ ભરાઇ આવ્યું. વ્યાકુળ થયા, આંખમાંથી આંસુ નીકળ્યાં પ્રભુએ જોયું. આજે
મારો લક્ષ્મણ રડે છે. લક્ષ્મણને પૂછ્યું. લક્ષ્મણ તું કેમ રડે છે? આજે તને શું થયું? લક્ષ્મણ, તને મા યાદ આવે છે? લક્ષ્મણ તું
રડે છે, ત્યારે મને બહુ દુ:ખ થાય છે.

આ રામજીનો આદર્શ પ્રેમ હતો, લક્ષ્મણજી સંકોચને લીધે બોલી શકતા નથી. લક્ષ્મણનો હ્રદયપ્રેમ રામજી જાણે છે.
લક્ષ્મણને કહ્યું:-લક્ષ્મણ, ભલે મારાં લગ્ન થાય, લગ્ન પછી વામચરણની સેવા સીતા ( Sita ) કરશે અને જમણા ચરણની સેવા તું કરજે.
લક્ષ્મણ! તને જોયા વગર મને નિંદ્રા આવતી નથી. ભલે મારું લગ્ન થાય પણ હું તને છોડવાનો નથી. લક્ષ્મણ, કદાચ તારી
ભાભીને છોડી દઈશ પણ તને હું કદી નહીં છોડું.

રામ સર્વના અંતર્યામી છે. પણ લક્ષ્મણ રામના અંતર્યામી છે. દ્વિતીય આંતરાત્માન.
રામજીનો બંધુપ્રેમ એવો હતો. બીજે દિવસે પ્રાત: કાળ થયો. લક્ષ્મણ પહેલા ઉઠયા.

સ્ત્રીનો ધર્મ છે કે પતિ શયન ન કરે તે પહેલાં શયન ન થાય. તેના ભોજન પહેલાં ભોજન ન થાય. સેવકનો પણ તે પ્રમાણે ધર્મ છે.
વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા. પૂજા માટે ફૂલ-તુલસી લેવા રામ-લક્ષ્મણને બગીચામાં મોકલ્યા.

રામ-લક્ષ્મણ પૂજા માટે બગીચામાં ફૂલ-તુલસી લેવા આવ્યા છે. માળીને કાકા કહીને બોલાવ્યો, માળીએ પાછળ જોયું
રામ-લક્ષ્મણ ઊભા હતા. માળીએ ક્હ્યું હું તો તમારા ઘરનો અધમ નોકર છું. રામજીએ કહ્યું, તમે ઘરના નોકર છો, પણ ઉંમરથી
મોટા છો. વિનય જોઇ માળી વારંવાર વંદન કરે છે. રામ સર્વને માન આપતા હતા. તેથી રામ વનમાં ગયા ત્યારે, અયોધ્યાની સમગ્ર
પ્રજા રડી તેમાં શું આશ્ર્ચર્ય. રામલક્ષ્મણ તુલસીજીને વંદન કરે છે. નિત્ય તુલસીજીને વંદન કરનારને, કોઈ રોગ થતો નથી.
તુલસીજીને પ્રણામ કર્યા વગર, તુલસી તોડશો નહિ. તુલસીને નખથી તોડશો નહિ. જયારે તોડો, ત્યારે પ્રણામ કરીને
કહો કે ઠાકોરજીનાં ( Thakorji ) ચરણારવિંદમાં તમને પધરાવવા માટે તોડવાની આજ્ઞા આપો. તુલસી એ રાધાજીનો અવતાર છે. સાયંકાળ પછી તુલસીને સ્પર્શ કરવો નહિ. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસીજીની અને પાર્વતીજીની પૂજા કરે કે જેથી સૌભાગ્ય અખંડ રહે.
તે સમયે સીતાજી ત્યાં પધાર્યા, સીતા રામજીની દ્રષ્ટિનું મિલન થયું.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૧

યા, દ્રષ્ટા નિસિલાધ સઘ શમની દ્રષ્ટા વપુ: પાવની રોંગાણા
મમિવંદિતા નરસગ્ની સીત્કાન્તક ત્રાસિવી પ્રત્યાસત્કિ વિધાયિ
ન ભગવત: કૃષ્ણસ્ય સંરોપિતા, ન્યસ્તાત્વ ચ્ચરણે

વિમુક્તિ ફલદા તસ્યૈ તુલસ્યૈ નમ: ।।

સીતાજીએ જગદંબાને વંદન કરી માંગ્યું. મને રામજી જેવા પતિ મળે. સીતાજી પ્રાર્થના કરે છે.

જય જય ગિરિવર રાજકિશોરી, જય મહેશ મુખચંદ ચકોરી
દેવી પૂજી પદ કમલ તુમ્હારે । સુર નર મુનિ સબ હોહિ સુખારે ।।

રામલક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા. બોલ્યા જેનો સ્વયંવર થવાનો છે તે રાજકન્યા પણ ત્યાં બગીચામાં આવી હતી.
રામજીનો સ્વભાવ સરળ છે. તેમનામાં છલકપટ નથી. સરલ સ્વભાઉ છુઆ છલ નાહિ।

વિશ્વામિત્રે કહ્યું:-બેટા! હું બધું જાણું છું, એ તો સીતાજી ત્યાં રોજ આવે છે એટલે મેં તને ત્યાં મોકલ્યો હતો.
સીતાજી મારા રામને નિહાળે.

સ્વયંવર થયો. જનકજીએ રાજસભા માં જાહેર કર્યું મારી દીકરી ત્રણ વરસની હતી ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને
રમતી હતી. માટે જે આ ધનુષ્યનો ભંગ કરશે, તેને, હું મારી કન્યા પરણાવીશ. ( Ravan ) રાવણ પણ ત્યાં આવેલો. વિના કારણ કલહ કરે
તે રાવણ. પોતાની જય પોતે બોલાવે. આત્મપ્રશંસા કરે તે રાવણ. સીતાસ્વયંવરમાં રાવણ પોતાની જય પોતે બોલાવે છે. રાવણ
વિનાકારણે સીતા સ્વયંવર વખતે જનકરાજા સાથે ઝઘડો કરવા લાગેલો. ધનુષ્ય ઊંચકવાનો પ્રયત્ન કરી, પોતે પોતાની જય
બોલ્યો, પોતાના વખાણ પોતે કરે તે રાવણ.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version