પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Join Our WhatsApp Community
Bhagavat: ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર ।
તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુવીર ।।
આ દોહો હનુમાનજી ( Hanuman ) બોલ્યા હતા. તુલસીદાસજી ( Tulsidas ) રામજીને ( Ram ) ઓળખી શકતા નથી. તેથી પોપટ થઈ હનુમાનજી આ દોહો
ત્રણ વખત બોલ્યા હતા.
જરા વિચાર કરો, પાપનું મૂળ ચિત્તમાં છે. પાપ થાય છે અજ્ઞાનથી, આ ચિત્તમાં રઘુનાથજી ( Raghunath ) આવે, ત્યારે ચિત્ત વિશુદ્ધ
બને છે.
ગુહક સાથે છે. તે બધી સેવા કરે છે. રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા તે વાતની ભીલ, કિરાત વગેરે લોકોને ખબર પડી. લોકો
રામચંદ્રજીનાં ( Ramchandra ) દર્શન કરવાં આવ્યાં છે. રામનાં દર્શન કરતાં જડ ચેતન બને છે અને ચેતન જડ બને છે. કુશળ સમાચાર એકમેકને
પૂછ્યા. લોકો કહે છે, તમારાં દર્શનથી અમારું કુશળ થયું છે. રામજીનાં દર્શન માત્રથી તેઓનું પાપ છૂટી ગયું. સ્વભાવ બદલાયો,
તેઓનું જીવન સુધરી ગયું. તેઓ કહે છે, અહીંનાં વન, પહાડ, ગુફા, અમારાં જોયેલાં છે. આપ કહેશો ત્યાં તમને અમે લઈ જઈશું.
અમે તમારા સેવકો છીએ.
રામજી ચિત્રકૂટમાં બિરાજ્યા ત્યારથી ચિત્રકૂટનાં વૃક્ષો ફળફૂલથી નમી ગયા છે. રોજ ઋષિમુનિઓ ભગવાનનાં દર્શન
કરવા આવે છે.
રઘુનાથજીનું ચરિત્ર કોણ વર્ણવી શકે? તેનો પાર નથી એક એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે.
ચરિતં રઘુનાથસ્ય શતકોટિપ્રવિસ્તરમ્ ।
એકૈકમક્ષરં પુસાં મહાપાતકકાનાશનમ્ ।।
આ તરફ઼ સુમન્તને અયોધ્યા જવા આજ્ઞા આપી, ગુહક ચિત્રકૂટથી પાછા આવ્યા ત્યાં સુધી સુમન્ત મંત્રી ગંગા કિનારે જ
છે. અયોધ્યાની પ્રજા પૂછશે કે, તમે રામને કયાં મૂકી આવ્યા? તો હું શું જવાબ આપીશ? મને લાગે છે, દશરથ રાજાના પ્રાણ હવે
ટકશે નહિ. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે. ઘોડા પણ સમજે છે કે એમના ધણી એમને છોડીને
ગયા છે. ઘોડાઓ ખડ ખાતા નથી. પાણી પણ છોડયું છે. જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થાય, તેના માતા-પિતાને કેટલું દુઃખ
થતું હશે? તેઓ હવે શી રીતે જીવશે? ગુહકે આવીને કહ્યું:-સુમન્તજી! તમે જ્ઞાની છો. ચાર ભીલોને આજ્ઞા કરી કે મંત્રીને અયોધ્યા
પહોંચાડી આવો. મંત્રી સુમન્ત કૈકેયીના મહેલમાં મધ્ય રાત્રિએ આવ્યા છે. મહારાજને ન જોતાં બોલવા લાવ્યા, મહારાજ કયાં છે?
મહારાજ કયાં છે?
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૨
કૌશલ્યાના મહેલમાં લઈ જાવ. એટલે દશરથજીને કૌશલ્યાના મહેલમાં લઈ જવામાં આવેલા.
રામવિરહમાં જેની આંખમાંથી બે આંસુ ન નીકળે, ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી.
દાસી સુમન્તને કૌશલ્યાના મહેલમાં લઈ જાય છે. રામવિયોગના પાંચ દિવસ પૂરા થયા છે. દશરથજીના મુખ ઉપર
મૃત્યુની છાયા દેખાય છે. મંત્રીએ આવી દંડવત્ પ્રણામ કર્યા. દશરથજીએ ( Dashrath ) આંખો ઉઘાડી પૂછ્યું, મારો રામ કયાં છે? મારો રામ કયાં
છે? મારા રામને કયાં મૂકી આવ્યા? સીતાજી પાછાં આવ્યાં કે નહી? મારો રામ હોય ત્યાં મને લઇ જાવ.
દશરથ વ્યાકુળ થઈને સુમન્તને પૂછે છે. સુમન્તની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છે.
સુમન્ત કહે:-મહારાજ! આપ જ્ઞાની છો, ધીરજ રાખો. હું રામજીનો સંદેશો લઇને આવ્યો છું. હું કેવો નિર્દય કે રામજીના
વિયોગમાં જીવતો પાછો આવ્યો છું. મને શ્રી રામએ કહ્યું છે કે મારા પિતાજીને મારાં પ્રણામ કહેજો. તેમના પ્રતાપથી અમે કુશળ
છીએ.
સીતાજીએ ( Sita ) મને કહેલું, મંત્રીજી! આપ મારા પિતા જેવા છો. હું અયોધ્યા નહિ આવી શકું. મારા પતિ વગર હું જીવી શકીશ
નહિ. મારા સસરાજીના ચરણમાં મારાં પ્રણામ કહેજો.
પછી તો કેવટ નાવિકે સેવા કરી. નિષાદરાજે ઘણી સેવા કરી. હું ત્યાંથી પાછો આવ્યો છું. મારા જેવો નિષ્ઠૂર કોણ હશે?
સુમન્તનાં વચનો સાંભળતાં જ રાજા પૃથ્વી ઉપર હે રામ! હે રામ! બોલતા ઢળી પડયા છે. કૌશલ્યા વ્યાકૂળ થયાં છે છતાં
રાજાને ધીરજ આપે છે.
રામવિરહ મોટો સાગર છે. તે સાગરની પાર ઉતરવું છે. તમે કર્ણધાર હિંમત હારી જશો તો બધાનું શું થશે?
દશરથજીએ કહ્યું, મારી છાતી દુ:ખે છે. મને શ્રવણકુમારના માતાપિતાએ શ્રાપ આપ્યો હતો કે ‘પુત્રવિયોગમાં તારું
મરણ થશે’. શ્રવણની કથા સંભળાવી, દશરથજી વિલાપ કરે છે. મારો રામ હોય ત્યાં મને લઇ જાવ. રામ જેવા દીકરાને મેં
પત્નીના કહેવાથી વનવાસ આપ્યો.
મધ્યરાત્રિનો સમય હતો. રાજાએ રામ, રામ કહી દેહનો ત્યાગ કર્યો.
રામ રામ કહિ રામ કહિ રામ રામ કહિ રામ ।
તનુ પરહરિ રઘુવર વિરહં રાઉ ગયઉ સુરધામ ।।