Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૫

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 275

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 275

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

 Bhagavat:   સીતારામનું ( Sitaram ) સ્મરણ કરતા ભરતજીની ( Bharat ) આંખમાંથી આંસુ નીકળતાં હતાં. ભરતચરિત્રમાં તુલસીદાસજીને ( Tulsidas )  પણ સમાધિ લાગી છે. લોકોને ખાત્રી થઇ કે ભરતજી પ્રેમની મૂર્તિ છે. બધાને આનંદ થયો. તમે રામને ( Ram ) મળવા જશો, તો અમે પણ તમારી સાથે આવીશું.  

Join Our WhatsApp Community

દરબાર પૂરો થયો. લોકો ચિત્રકુટ જવાની તૈયારી કરવા લાગ્યા, પુરુષ, સ્ત્રીઓ, બાળકો બધાંને રામચંદ્રજીના ( Ramachandra ) દર્શન
કરવાની આતુરતા હતી. પ્રાત:કાળ કયારે થશે? અમે ક્યારે જઈશું?

પ્રાતઃકાળમાં આંગણાંમાં ભીડ થઈ છે, બધાંને આશા હતી કે હવે રામસીતા ( Ram Sita ) અયોધ્યા આવશે. ભરતજીએ હુકમ કર્યોં કે
જેને આવવાની ઈચ્છા હોય તે બધા ભલે આવે. વસિષ્ઠજી ( Vasistha ) પણ આવ્યા છે. અરુંધતી સાથે રથમાં બિરાજયા છે. કૈકેયીનો ( Kaikeyi ) કળિ ઊતરી ગયો છે. તે પણ રામનાં દર્શન કરવા તૈયાર થયાં. ભરત માટે સુવર્ણનો રથ તૈયાર કરાયો, પણ ભરત રથમાં બેસતા નથી. લોકો કહે છે. તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલતા જઇશું, કૌશલ્યા ( Kaushalya ) ભરત પાસે આવ્યાં, બેટા, તું રથમાં નહિ બેસે તો, અયોધ્યાની ( Ayodhya ) પ્રજા રથમાં બેસશે નહિ. સર્વને કષ્ટ થશે. કૌશલ્યા માએ આજ્ઞા કરી. ભરતજી રથમાં બેઠા.

ભરતજી શ્રૃંગવેરપુર પાસે આવ્યા. રાજા ગુહક બેઠા હતા. સેવકોએ કહ્યું. રાજા ભરત આવે છે. સાથે ચતુરંગિણી સેના છે.
ગુહકે વિચાર્યું ભરત, રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે. અન્યથા સાથે સેના લેવાની શું જરૂર હતી? ગુહકના મનમાં કુભાવ
આવ્યો. ભીલોને તૈયાર થવા આજ્ઞા આપી કે જેથી સામે કિનારેથી કોઈ આ પાર ન આવે. એક વૃદ્ધે કહ્યું, ભરતજી લડવા જતા નથી
પણ રામચંદ્રજીને મનાવવા જાય છે. ગુહક રાજાએ વિચાર કર્યો એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. મંત્રી સાથે ગુહક
રાજા ભરતને મળવા આવ્યા. આગળ વસિષ્ઠ ઋષિનો રથ હતો. ગુહક રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વસિષ્ઠે પાછળ જોઈ કહ્યું
ભરત, રામજીનો ખાસ સેવક ગુહક તને મળવા આવ્યો છે.

ભરત વિચારે છે, રામજીનો સેવક મને મળવા આવ્યો. ભરતજીની દ્દષ્ટિ નિર્ગુણ છે.
ગુહક રાજસ, તામસ અને સાત્વિક ત્રણ પ્રકારની ભોજન સામગ્રી ભરતના ભાવની પરીક્ષા કરવા લાવ્યા. કંદમૂળ-
સાત્ત્વિક, મિષ્ટાન્ન-રાજસ, માંસમદીરા-તામસ, આમાં જેના ઉપર ભરતની નજર પહેલી પડશે તેવો ભરતનો ભાવ છે એમ હું
સમજીશ. પરંતુ ભરતજીએ તો કોઈના ઉપર નજર કરી જ નહિ. ભરતજી નિર્ગુણ છે. આહાર-વિહારથી મનુષ્યના મનની પરીક્ષા થાય
છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૪

જાય છે. ગુહક રાજાએ સર્વ ભીલોને આજ્ઞા કરી કે અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો.ભીલ લોકો ફળફળાદિ લઇ આવ્યા.
ભરતજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યાં અને કહ્યું મા! આજે માંગવા આવ્યો છું.

જોરી પાનિ બર માગઉ એહુ । સીય રામ પદ સહજ સનેહું ।।

મારી આ ભાવના છે. મા!. મને એવું વરદાન આપો. મને રામચરણમાં પ્રેમનું દાન કરો. તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ
થયો. તમે ચિંતા ન કરો. સર્વનું કલ્યાણ થશે.

અશોકના જે ઝાડ નીચે રામચંદ્રજીએ મુકામ કરેલો, તે ઝાડ ગુહક બતાવે છે. ભરતજી વૃક્ષને વંદન કરે છે. દર્ભની પથારી

જોતાં ભરતનું હ્રદય ભરાયું. જેના પતિ શ્રીરામ છે એ સીતાજી મારા કારણે દુઃખ સહન કરે છે. કૈકેયી! આ બધા દુ:ખનું મૂળ હું છું.

આખી રાત બધાએ ત્યાં મુકામ કર્યો, ભરતજી કહે છે, અત્રેથી રામજી ચાલતા ગયા હતા. હું હવે રથમાં નહિ બેસું. હું તો
ચાલતો આવીશ. સર્વના રથ આગળ કરો. સર્વના રથ આગળ કરાયા. પાછળ ભરત, શત્રુઘ્ન અને ગુહક ચાલે છે. ભરતની દશા
દયાજનક છે. ભરત શત્રુઘ્નના ખભા ઉપર હાથ મૂકી, હે રામ, હે રામ કરતા ચાલે છે. ધન્ય છે ભરતને. પિતાએ રાજય આપ્યું,
છતાં લીધું નહીં અને મોટાભાઈને મનાવવા ગયા.

ભરતની દાસ્યભક્તિ છે. ભરત જેવો બડભાગી કોણ છે? ભરતજીને રામજી હંમેશા યાદ કરે છે.
જગ જપુ રામ રામ જપુ જેહિ । જેનું સ્મરણ ઇશ્વરને થાય તેની ભક્તિ સાચી.
જીવ ઈશ્વરને યાદ કરે તે, સ્વાભાવિક-સામાન્ય છે. પરંતુ ઇશ્વર જે જીવને યાદ કરે, તેની ભક્તિ સાચી, તે ધન્ય છે.
ભરતજીના પગમાં છાલા પડયા. છતાં ભરતજીની પ્રતિજ્ઞા હતી કે મારે વાહનમાં બેસવું નથી. ભરતજી પ્રયાગ આવ્યા.
તીર્થરાજા ને વંદન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તીર્થરાજ મારે કાંઇ જોઇતું નથી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૪
Exit mobile version