Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 276

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 276

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

 

Join Our WhatsApp Community

Bhagavat:  ભરતજીના ( Bharat ) પગમાં છાલા પડયા. છતાં ભરતજીની પ્રતિજ્ઞા હતી કે મારે વાહનમાં બેસવું નથી. ભરતજી પ્રયાગ આવ્યા. તીર્થરાજા ( Tirtharaja ) ને વંદન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તીર્થરાજ મારે કાંઇ જોઇતું નથી.  

અરથ ન ધરમ ન કામ રુચિ ગતિ ન ચહઉં નિરબાન । જનમ જનમ રતિ રામપદ યહ વરદાન આન ।।

લાકોએ કહ્યું, ભરદ્વાજના આશ્રમમાં જવું પડશે. ભરત કહે છે:-કૈકેયી! તેં મારું મુખ કાળું કર્યું, સંતોની પાસે હું કેવી
રીતે જાઉં? તીર્થોનો નિયમ છે. તીર્થમાં જયાં સુધી સંતોનો સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફળતી નથી. ભરતજી ભરદ્વાજ મુનિના
આશ્રમમાં આવ્યા. ભરદ્વાજ મુનિ ભરતને સમજાવે છે. ભરતજી શોક ન કરો. આ તો ઈશ્વરની લીલા છે. ભરતજી તમે ભાગ્યશાળી
છો રામજી ( Ram ) તમને રોજ યાદ કરે છે. આજે તમે ભાતૃપ્રેમનો આદર્શ બતાવવા રામજીને મનાવવા જાવ છો, તે ઉત્તમ છે. સર્વ સાધનાનું
ફળ રામદર્શન છે. સાધના કરવાથી અમને રામના દર્શન થયાં પણ રામજીના દર્શનનું ફળ હોય તો તે તમારાં દર્શન. અમે તમારાં
દર્શન કરી કૃતાર્થ થયા છીએ. રામજીનાં દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામનાં દર્શનનું ફળ શું મળશે? મને સમજાયું,
રામદર્શનનું ફળ ભરતદર્શન છે.

ભરતજીએ કહ્યું આ સર્વ દુઃખ અને અનર્થનું કારણ હું છું. ભરદ્વાજ ઋષિએ ભરતને કહ્યું, રાક્ષસોનો વધ કરવા
રામચંદ્રજી ( Ramachandra ) આ લીલા કરી રહ્યા છે. માટે તમે શોક ન કરો.

ભરદ્વાજે અણિમાદિક રિદ્ધિસિદ્ધિઓનું આવાહન કર્યું. બધાનું ભવ્ય સ્વાગત કર્યું છે. રામજીના દર્શન કરવા જાય તેનું
સરસ સ્વાગત થાય તેમાં શું આશ્ચર્ય!

ભરદ્વાજ ભરતના પ્રેમની પરીક્ષા કરવા આવ્યા છે. ભરતનો પ્રેમ કેવો છે તે જોવા રાત્રે નીકળ્યા. આવીને જુએ છે તો
દર્ભનું આસન બિછાવ્યું છે. દ્દષ્ટિ નાસિકા ઉપર સ્થિર છે અને સીતારામનો ( Sitaram ) જપ કરે છે. અષ્ટસિદ્ધિઓ કહે છે. તમે આરામ કરો,
ભોજન કરો. પરંતુ ભરતજી કહે છે, મને જયારે મારા રામ મળશે, ત્યારે મને આરામ મળશે.

ભરતનો રામપ્રેમ કોણ વર્ણવી શકે? તે વાણીની પહોંચની બહારની વસ્તુ છે.

ભરદ્વાજ પ્રાતઃકાળે ફરીથી જોવા આવ્યા છે. આખી રાત ભરતે પથારીનો સ્પર્શ કર્યો નથી. ભરતની તપશ્ચર્યા જોતાં
ભરદ્વાજનું હ્રદય ભરાયું, બોલી ઊઠયા, ભરતનાં દર્શન એ રામદર્શનનું ફળ છે.

ભરદ્વાજે ઘણી સિદ્ધિઓ બતાવી, પણ ભરતજી આ સિદ્ધિમાં ફસાતા નથી.

ચક્રવાક અને ચક્રવાકી એક ઠેકાણે રહેતા નથી. ચક્રવાક અને ચક્રવાકીને એક પિંજરામાં પૂરી રાખો તો પણ રાતના
તેઓનો સંયોગ થતો નથી. તે પ્રમાણે ઋષિની આજ્ઞા એ પિંજરું છે. સિદ્ધિઓ-ભોગ વિલાસની સામગ્રીઓ ચક્રવી છે. ભરત એ
ચક્રવાક છે. ભોગવિલાસની સામગ્રીઓને ભરતે મનથી સુદ્ધાં સ્પર્શ કર્યો નથી.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૫

તેહિ નિસિ આશ્રમ પિંજરો રાખે ભા ભિનુસાર।।

જેને ભક્તિનો રંગ લાગે, તેને સંસારના ભોગ રોગ સમાન લાગે છે. સંસારની માયા જયાં સુધી મીઠી લાગે છે, ત્યાં સુધી
મનુષ્યને ભક્તિનો રંગ લાગતો નથી. ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહિ. લોકો માને છે કે ભક્તિ કરવી સહેલી છે. પરંતુ
એ શિરનું સાટું છે. શિર માટે નટવરને વરીએ. સંસારના વિષયસુખમાં મન ફસાયું હોય તેને ભક્તિનો રંગ લાગે નહિ. સંસારના
વિષયસુખનો મનથી પણ ત્યાગ કરે, ત્યારે ભક્તિનો રંગ લાગે છે.

કામ-ક એટલે સુખ. આમ એટલે કાચું. કામ એટલે કાચું સુખ. કામ સાચું સુખ નથી. કામને હ્રદયમાંથી કાઢો.

હ્રદયસિંહાસન ઉપર શ્રી ઠાકોરજીને ( Thakorji ) પધરાવો.

એક શેઠ હતો, તેનો પુત્ર વેશ્યાના સંગમાં ફસાયેલો. પિતાએ કહ્યું:-આ કુસંગ જો છોડી દે, તો તારું વેવિશાળ સારી
કન્યા સાથે થાય. પુત્ર કહે છે, પિતાજી, પહેલાં મને કોઈ સારી કન્યા મળે તે પછી હું વેશ્યાનો સંગ છોડી દઈશ.
પિતા સમજાવે છે:-વેશ્યાનો સંગ છોડયા વગર ખાનદાન ઘરની સારી કન્યા મળે જ કયાંથી?

આ આપણી કથા છે. મનુષ્યને વિષય ભોગ છોડવા નથી અને કહે છે મને ભક્તિમાં આનંદ મળતો નથી. આનંદ કયાંથી
મળે? ભોગ બાધક નથી. ભોગાસક્તિ બાધક છે. ભોગવાસનામાં ફસાયેલું મન, ઇશ્વરથી દૂર જાય છે.

ભરતનો ત્યાગ અતિ ઉત્તમ છે, અષ્ટ સિદ્ધિઓ દાસીઓ થઈને ઊભી છે. પરંતુ ભરતજી કોઈની સામું જોવા ઈચ્છતા
નથી. વૈરાગ્ય વગર ભક્તિ રડે છે. વૈરાગ્ય ન હોય તો ભક્તિ શા કામની? ભરતને એક જ ઇચ્છા છે, રામનાં દર્શનની. મોહે લાગી લગન
તેરે દર્શનકી ભક્તિ, 

જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા આ ભગવાનની કથા છે.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
Exit mobile version