પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મૈત્રેયજી બોલ્યા છે:-પ્રાચીન કાળનાં પ્રયાગરાજમાં મોટુંબ્રહ્મસત્ર થયુંહતું.
સિતા સિતે સરિતે યત્રસંગમે
જ્ઞાન અને ભક્તિ મળે છે ત્યારે માનવસમાજમાં સુખ શાંતિ થાય છે.
પ્રયાગરાજમાં મોટુંબ્રહ્મસત્ર થયું છે. સભામાં શિવજી અધ્યક્ષ સ્થાને છે. તે વખતે દૃક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા છે. જ્યાં બેઠો હોય ત્યાં ભક્તિ કરે, તે ઉત્તમ ભક્ત. શિવજી ભગવાન નારાયણનુંધ્યાન કરે છે. સભામાં કોણ આવ્યું અને કોણ ગયું તેનું ભાન નથી. દૃક્ષ ત્યાં આવ્યા. બીજા દેવોએ ઊઠીને માન આપ્યું. શિવજી ઊભા થયા નહિ. તે વખતે ક્રોધમાં દૃક્ષે શિવજીની નિંદા કરી છે. દૃક્ષને ક્રોધ આવ્યો અને ક્રોધમાં તે શિવજીની નિંદા કરવા લાગ્યો. શ્રીધરસ્વામીએનિંદામાંથી સ્તુતિનો અર્થકર્યો છે. આ નિંદાના વચનોમાંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢયો છે. શ્રીમદ્ભાગવત્ ઉપરની સૌથી ઉત્તમ ટીકા શ્રીધરસ્વામીની માનવામાં આવે છે. તેઓ નૃસિંહભગવાનનાભકત હતા.
દશમ સ્કંધમાં શ્રીકૃષ્ણની શિશુપાલે નિંદા કરી છે. તેનો પણ શ્રીધરસ્વામીએ સ્તુતિપરક અર્થ કર્યો છે. કારણ નિંદા સાંભળવાથી પાપ લાગે છે, નિંદા એ નરક સમાન છે. જે વ્યક્તિ હાજર નથી તેના દોષનુંવર્ણનકરવું એ નિંદા.શિવજીની નિંદા ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શોભે નહિ.
દક્ષ પ્રજાપતિ નિંદામાં બોલ્યા છે, શિવ સ્મશાનમાં રહેનાર છે; પરંતુ એ તો સ્તુતિરૂપ છે. આખું જગત (સંસાર) એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે. સ્મશાન એટલે આખુંજગત. એટલે કે શિવજી જગતની સર્વ ચીજોમાં બિરાજેલા છે. આખુંજગત સ્મશાનરૂપ હોવાથી અને શિવ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથીવ્યાપક બ્રહ્મરૂપ છે. જગતની પ્રત્યેક વસ્તુમાં શિવતત્ત્વ છે. બ્રહ્મતત્ત્વ વ્યાપક છે.
ભગવાન શંકર આસુતોષ છે.શિવજીના દરબારમાં દરેકને પ્રવેશ મળે છે. ઋષિઓ આવે,દેવો આવે,દાનવો આવે,રાક્ષસો આવે, ભૂતપિશાચ પણ આવે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો છે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો ન હોત તો આ બિચારા ભૂતપિશાચ જાત ક્યાં? ત્યારે રામજીના દરવાજે હનુમાનજી ગદા લઇને ઊભા છે. રામ દવારે તુમ રખવારે હોતન આજ્ઞા બિનુ પેસારે.તમે મારા રામજી જેવો બંધુપ્રેમ રાખ્યો છે? સંયમ રાખ્યો છે? જેમણે મારા રામજીની મર્યાદાઓનુંપાલન કર્યુંહોય, પરસ્ત્રીને માતા સમાન ગણી હોય, તેને અત્રે દાખલ થવાનો અધિકાર છે.
રામજીની દરેક મર્યાદાનુંપાલનકરો તો રામજીના દરબારમાં પ્રવેશ મળે છે. આ પ્રમાણે વર્તન ન રાખ્યું હોય તો, હનુમાનજી ગદા મારીને પાછા કાઢે છે. રામજી રાજાધિરાજ છે. તેમનાં દર્શન રાત્રે બાર વાગ્યા પછી ન થાય. શિવજીનાં દર્શન ગમે ત્યારે થઇ શકે.શિવજી કહે છે, તને વખત મળે ત્યારે આવ, હુંધ્યાન કરતો બેઠો છું. શ્રીકૃષ્ણના દરબારની વાત હવે દશમ સ્કંધમાં આવશે. કનૈયો કહે છે, મારા દરબારમાં આવવુંહશે તો સાડી પહેરવી પડશે, નાકમાં વાળી પહેરવી પડશે.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૯
કનૈયો કહે છે, મારા દરબારમાં આવવુંહોય તો ગોપી બનો. ગોપી બનીને આવે તો મારા દરબારમાં પ્રવેશ મળશે.
જેની અપેક્ષા બહુ ઓછી હોય છે તે, અતિ ઉદાર થઈ શકે છે.
એક વખત કુબેર ભંડારી શિવજીને પૂછે છેહુંતમારી શી સેવા કરું? શિવજી કહે છે બીજાની સેવા માંગે અને લે એ વૈષ્ણવ નહિ. સેવા આપે એવૈષ્ણવ, બીજાની સેવા કરે એ વૈષ્ણવ, મારી જેમ નારાયણ નારાયણ કર. માતાજીએ કુબેરને કહ્યું, મારા માટે સોનાનો બંગલો બાંધજે. કુબેરે સુવર્ણનો મહેલ બાંધ્યો. વાસ્તુપૂજા કર્યા વગર તો બંગલામાં જવાય નહિ. રાવણને વાસ્તુપૂજા કરવા માટે બોલાવ્યો. રાવણપાસે વાસ્તુપૂજા કરાવી.
શિવજીએ રાવણને કહ્યું:-જે માંગવુહોય તે માંગ.રાવણ માંગે છે હવે તમારો મહેલ મને આપી દો.
પાર્વતીજી કહે છેઃ- હું જાણતી હતી કે આ લોકો કાંઈ રહેવા દેશે નહિ.
માગનારને ન આપવુંએ મરણ સમાન છે. શિવજીએ બંગલો રાવણને આપી દીધો. રાવણ જેવો કોઇ મૂર્ખથયો નથી. રાવણ ફરીથી કહે છેમહારાજ!બંગલો તો સુંદર આપ્યો હવે આ પાર્વતી આપી દો. શિવજી કહે છેઃ-તને જરૂર હોય તો તુંલઇ જા.
જગતમાં આવો દાનવીર થયો નથી. રાવણ માતાજીને ખભે બેસાડી લઈ જાય છે. પાર્વતીજીએ શ્રીકૃષ્ણનુંસ્મરણ કર્યું. શ્રીકૃષ્ણ ગોવાળ થઈ રસ્તામાં આવ્યા છે