Site icon

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૧

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૧

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

જગતમાં આવો દાનવીર થયો નથી. રાવણ માતાજીને ખભે બેસાડી લઈ જાય છે. પાર્વતીજીએ શ્રીકૃષ્ણનુંસ્મરણ કર્યું. શ્રીકૃષ્ણ ગોવાળ થઈ રસ્તામાં આવ્યા છે. રાવણને પૂછે છે.આ કોને લઈ જાય છે?રાવણ કહે છે.શંકર ભગવાને મને પાર્વતી આપી દીધાં છે.

Join Our WhatsApp Community

કૃષ્ણ કહે:-તુંકેવો ભોળો છે. પાર્વતી આપતાંહશે? અસલ પાર્વતી તો એમણે પાતાળમાં સંતાડી રાખ્યાં છે.આ તો તેણે પાર્વતીની દાસી આપીને સમજાવ્યો છે. અસલ પાર્વતીના શરીરમાંથી કમળની સુગંધ નીકળે છે. આના શરીરમાંથી ક્યાં એવી સુગંધ નીકળે છે?

રાવણ શંકામાં પડયો.માતાજીની ઇચ્છા પણ રાવણ સાથે જવાની ન હતી. શરીરમાંથી દુર્ગધ કાઢી. રાવણે ત્યાં જ પાર્વતીજીને પધરાવ્યાં ને ચાલતો થયો. પછી પ્રભુએ માતાજીની સ્થાપના કરી.તે દ્વૈપાયની દેવી.શ્રીગોકર્ણમહાબલેશ્વર પાસે છે.

દક્ષ બોલ્યો છે:-શિવ સ્વેચ્છાચારી તથા ગુણહીન છે.

પ્રકૃત્તિના કોઈપણ ગુણ શિવજીમાં નહિ હોવાથી, શિવ નિર્ગુણ બ્રહ્મ વિધિનિષેધ પરમાત્મા છે. શાસ્ત્રની પ્રવૃત્તિ, વિધિનિષેધની પ્રવૃત્તિ, અજ્ઞાની જીવ માટે છે. શિવજી માટે નથી.

દક્ષ પ્રજાપતિ બોલ્યો છે:-આજથી કોઈ યજ્ઞમાં બીજા દેવો સાથે શિવજીને આહુતિ (ભોગ) આપવામાં આવશે નહિ. શ્રીધરસ્વામીએ અર્થ કર્યો છે.સર્વ દેવોની સાથે નહિ. શિવજી સર્વ દેવોમાં શ્રેષ્ઠ હોવાથી મહાદેવ છે. ઇતર દેવો પહેલાં શિવજીને આહુતિ આપવામાં આવશે.અને યજ્ઞમાં જેટલુ વધે તેટલુંસમાપ્તિમાં શિવજીને આપવામાં આવશે.

શિવપુરણમાં કથા છે. શંકર પાર્વતીનુંલગ્ન થતુંહતું. લગ્ન વખતે ત્રણ પેઢીનું વર્ણન કરવાનુંહોય છે. શિવજીને પૂછવામાં આવ્યું, તમારા પિતાનુંનામ બતાવો. શિવજી વિચારમાં પડી ગયા.મારા પિતા કોણ?મહારુદ્ર શિવનો જન્મ નથી. નારદજીએ શિવજીને કહ્યું, બાલોને, તમારા પિતા બ્રહ્મા છે. શિવજી કહે છે, બ્રહ્મા. પછી પૂછવામાં આવે છે, દાદા કોણ? વિષ્ણુ દાદા છે. પરદાદા કોણ?ત્રણ પુરુષોનું નામ લેવુંપડે છે. હવે કોનું નામ દેવું? શિવજી બોલ્યા છે, હું જ સર્વનો પરદાદો છું.

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૦

જગત:પિતરૌવન્દેપાર્વતીપરમેશ્ર્વરૌ ।શિવજી મહાદેવ છે.

સૂતજી વર્ણન કરે છે:-રાજન્! શિવજીના મસ્તકમાં જ્ઞાનરૂપી ગંગા છે.એટલે નિંદાસાંભળી છતાંસહન કરી. શંકરના મસ્તકમાં જ્ઞાનગંગા છે.

શ્રીકૃષ્ણના ચરણમાં જ્ઞાનગંગા છે. એટલે શિશુપાળની નિંદા સહન કરે છે.

પ્રતિકાર કરવાની શકિત હોવા છતાં જે સહન કરે એને જ ધન્ય છે.એ જમહાપુરુષ.

જેના માથે જ્ઞાનગંગા હોય તે જ નિંદા સહન કરી શકે છે. નિંદા સહન કરવી મુશ્કેલ છે. નિંદા સહન કરશોતો જ આગળ વધશો.

કલહ વધારે એ વૈષ્ણવ નહિ. એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલ્યા નહીં.

સભામાં નંદિકેશ્વર વિરાજેલા હતા. નંદિકેશ્વરથી આ સહન થયુંનહિ. નંદિકેશ્વરે દક્ષને ત્રણ શાપ આપ્યા. તેંમુખથીનિંદા કરી છે એટલે તારું માથુંતૂટી પડશે. તને બકરાનુંમાથુંચોંટાડવામાં આવશે. તને કોઈ દિવસ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થશે નહીં.

શિવનિંદા કરનારને મુક્તિ મળતી નથી. શિવતત્ત્વને છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવુંપડે છે. તેને દુ:ખ થાય છે. અને કયાંય શાંતિ મળતી નથી. શિવ નિંદા કરનારો કામનો વિનાશ કરી શકતો નથી.

શિવજી એ કહ્યું:-તુંશુંકરવા શાપ આપે છે? શિવજીને લાગ્યુંકે હું નહિ બોલુંતો નંદિકેશ્વર બીજા દેવોને શાપઆપશે.એટલે તરત શિવજી કૈલાસ આવ્યા. શિવજીએ મનમાં કાંઈ રાખેલું નહીં. સતીને કાંઈ કહ્યું નહીં. ભૂતકાળનો વિચાર કરે, એને ભૂત વળગ્યુંછે એમ માનજો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version