Site icon

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૨

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

તે પછી દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો છે.દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો કે મારા યજ્ઞમાં હુંવિષ્ણુની પૂજા કરીશ પણ શિવજીની પૂજા નહિ કરું. દેવોએ કહ્યું કે તારો યજ્ઞ સફળ થશે નહિ.છતાં દુરાગ્રહથી દક્ષે યજ્ઞ કર્યો. જે યજ્ઞમાં શિવપૂજા નથી ત્યાં ભગવાન વિષ્ણુ પધારતા નથી.બ્રહ્માં-દધિચિ પણ યજ્ઞમાં ગયા નથી. કેટલાક દેવો કલહ જોવાની મજા પડશે એ આશાએ જવા નીકળ્યા છે. વિમાનમાં બેસી દેવો જાય છે.સતીએ આવિમાનો જતાં જોયાં.સતી વિચારે છે આ દેવકન્યાઓ કેટલી ભાગ્યશાળી છે. આ લોકો કયાં જતાં હશે? એક દેવકન્યાએ કહ્યું:-તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઇએ છીએ.શું તમને ખબર નથી? યજ્ઞમાં આવવાનું આમંત્રણ નથી? દક્ષે દ્વેષબુદ્ધિથી શિવજીને આમંત્રણ આપેલું નહિ. સતીજી જાણતાં નથી કે મારા પતિ અને પિતા વચ્ચે અણબનાવ થયો છે. સતીને પિતાને ત્યાં જવા બહુ ઉતાવળ થઈ છે. સમાધિમાંથી શિવજી જાગ્યા છે. શિવજી પૂછે છે, દેવી!આજે બહુ આનંદમાં છો?

Join Our WhatsApp Community

સતી કહે છે:-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.

શંકર કહે છે:-દેવી!આ સંસાર છે. કોઈના ઘરે લગ્ન, કોઈના ઘરે મરણ. સર્વ સંસાર દુઃખથી ભરેલો છે. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે.

સતીજીએ કહ્યું છે:-મહારાજ!તમે કેવા નિષ્ઠુર છો કે તમને કોઈસગાસંબધીઓને મળવાની ઇચ્છા થતી નથી.

શંકર જવાબ આપે છે:-દેવી! હું બધાને મનથી મળુંછું. કોઈને શરીરથી મળતો નથી.

સતી બોલ્યા:-તમે તત્વનિષ્ઠ છો, બ્રહ્મરૂપ છો પણ નાથમને ત્યાં જવાની બહુ ઇચ્છા છે. તમે ચાલો, તમારુંસન્માન થશે.

શિવજી:-મને સન્માનની ઇચ્છા નથી.

સતી કહે:-નાથ!તમને બધુંજ્ઞાન છે. પણ એક વસ્તુનુંજ્ઞાન નથી. તમને વ્યવહારનુંજ્ઞાન બરાબર નથી.આપણે કોઈને ત્યાં નહીંજઇએ, તો આપણે ત્યાં કોઈ નહીંઆવે.

ભોળાનાથ બોલ્યા:-બહુ સારું. કોઈ નહીંઆવે તો બેઠા બેઠા રામ રામ કરીશું.

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૧

સતી કહે છે:-ખોટુંનહીંલગાડો તો કહું, કન્યાને પિયરમાં જવાથી કેવું સુખ મળે છે. તેનું જ્ઞાન તમને નથી. તમે કન્યા થાવ, તમારુંલગ્ન થાય તે પછી તમને ખબર પડે કે કન્યાને પિયરમાં જવાથી કેવુંસુખ મળે છે. તમારે આવવું જ પડશે.

શિવજી કહે:-દેવી!જગતમાં ભટકવાથી શાંતિ મળશે નહીં.

સતીજીને શિવજી આજ્ઞા કરે છે. એક જગ્યાએ બેસી પ્રભુને રિઝાવો.મનમાં જ્યાં સુધી જડપદાર્થકે બીજો જીવ આવે છે, ત્યાં સુધી પરમાત્મા ત્યાં આવતા નથી. બહુ ભટકનારનાં મન અને બુદ્ધિ બહુ ભટકે છે.સતી-બુદ્ધિ શંકર-ભગવાનને છોડીને જાય તો બહુ ભટકે છે.

શિવજી કહેછે:-તારા પિતાએ મારું અપમાન કર્યું છે.ત્યાં જવામાં સાર નથી.

સતી કહે છે:-નાથ!તમારી કાંઈ ભૂલ થઇ હશે, મારા પિતા મૂર્ખ નથી કે એમ ને એમ તમને ગાળોઆપે.

શિવજી કહે:-મેંતેમનુંકાંઈ અપમાન કર્યું નથી. શિવજીએ યજ્ઞપ્રસંગ કહી સંભળાવ્યો.

સ્ત્રીચરિત્ર એટલે પિતૃસ્નેહ અને પતિનિષ્ઠાની ખેંચતાણ થવામાંડી.

સતી:-આપે મારા પિતાજીને માન કેમ ન આપ્યું?

શિવજી:-મેંમનથી તમારા પિતાજીને માન આપેલું.હુંકોઈનુંઅપમાન કરતો નથી.

સતી બોલ્યા:-આ વેદાંતની પરિભાષા લાગે છે. મારા પિતાના અંતરમાં રહેલા વાસુદેવ શ્રીકૃષ્ણને તમે વંદન કર્યાં તે મારા પિતાને કેમ ખબર પડે? તમે એ વાત હવે ભૂલી જાવ.

શિવજી બોલ્યા:-દેવી!હુંભૂલી ગયો છું, પણ તમારા પિતા હજુ ભૂલ્યા નથી.

સતીને ભગવાન શંકર સમજાવે છે.જ્યાં મને માન નથી, ત્યાં જવાથી તમારું અપમાન થશે. તમે માનિની છો, અપમાન સહન નહીંકરી શકો. તમે ત્યાં ન જશો, અનર્થથશે.

સતીજીએ માન્યું નહિ. તેણે વિચાર્યું કે હું યજ્ઞમાં જઈશ નહીં તો પતિ-પિતા વચ્ચેનુંવેર વધશે.સર્વને વેરની જાણ થશે. સતીએ વિચાર્યું, હુંત્યાં જઈ પિતાજીને કહીશ કે હુંતો વગર આમંત્રણે આવી છુંપણ મારા પતિ વગર આમંત્રણે આવે નહિ. માટે ભાઇને તેને બોલાવવા મોકલો. પિતા પતિમાં વેર ઉત્પન્ન થયુંછે તેને શાંત કરીશ. આજે પતિની આજ્ઞા નથી. તો પણહું પિયરમાં જઇશ. સતીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version